ETV Bharat / city

સમયદાન એક દાન પણ ફરજીયાત કેમ? શુ કહે છે શિક્ષણ તંત્ર, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જાણો.. - સ્વૈચ્છીક શિક્ષકો સમયદાન

ગુજરાતમાં કોરોનાકાળમાં બગડેલા શિક્ષણ કાર્ય (Teaching work during corona) પૂર્ણ કરવા જૂની રાજ્ય સરકાર દ્વારા આઠ કલાકનો સમય ફરજીયાત કરવામાં આવ્યો હતો. આ મામલે શિક્ષક સંઘો વિરોધમાં ઉતરી પડ્યા હતા, પરંતુ પાછો નિર્ણય ખેંચાતા આંદોલન શાંત પડ્યું હતું. નવી આવેલી સરકારને પણ શિક્ષણ પ્રત્યેની ઘટ પૂરવાની હતી, જેથી કોઈ વિરોધ વગર ઘટ પુરાય તે માટે શિક્ષણપ્રધાન જીતુ વાઘણી (Minister of Education Jitu Vaghani) દ્વારા સમયદાનનો મુદ્દો મુકવામાં આવ્યો અને તે પણ સ્વૈચ્છીક રીતે. હવે સમયદાન માટે કોણ ફાળો આપશે તેનું લિસ્ટ શિક્ષકો પાસે મંગાવતા શિક્ષકો અને શિક્ષક સંઘ શરમાઈને પણ સમયદાન (Teachers Time Donation in Gujarat) આપવા મજબૂર બન્યું છે. કારણ કે ના પાડે તો સાબિત થાય કે, શિક્ષકોને જ અભ્યાસ કરાવવો નથી એટલે સમયદાન હાલ તો શિક્ષકો માટે ફરજીયાત સમાન બની ગયું છે. જાણીએ આ વિશે કોણ શું શું કહે છે.

સમયદાન એક દાન પણ ફરજીયાત કેમ? શુ કહે છે શિક્ષણ તંત્ર, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જાણો..

author img

By

Published : Dec 18, 2021, 11:03 PM IST

ભાવનગર: ગુજરાતમાં કોરોનાકાળમાં બગડેલા શિક્ષણ કાર્ય પૂર્ણ કરવા જૂની રાજ્ય સરકાર દ્વારા આઠ કલાકનો સમય ફરજીયાત કરવામાં આવ્યો હતો. આ મામલે શિક્ષક સંઘો વિરોધમાં ઉતરી પડ્યા હતા, પરંતુ પાછો નિર્ણય ખેંચાતા આંદોલન શાંત પડ્યું હતું. નવી સરકારે પણ શિક્ષણ કાર્યની ગાડી પાટે ચડાવા માટે શિક્ષણ સંધ સામે સમયદાનનું પત્તુ સામે લાવ્યાં છે.

સમયદાન એક દાન પણ ફરજીયાત કેમ? શુ કહે છે શિક્ષણ તંત્ર, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જાણો..

80 ટકા સ્વૈચ્છીક શિક્ષકોએ સમયદાન માટે લિસ્ટમાં નામ લખાવ્યું

ગુજરાતમાં કોરોના કાળની બીજી લહેર બાદ સરકારે શિક્ષકોને આઠ કલાક ફરજીયાત કરાતા પ્રાથમિક શિક્ષક સંઘે (Primary Teachers Union of Gujarat) આંદોલન કરતા સરકાર દ્વારા નિર્ણય પરત લેવામાં આવ્યો હતો અને નવી આવેલી સરકારે આઠ કલાકનો મુદ્દો નહિ, પરંતુ શિક્ષણ કાર્યનો સમય વધુ એક કલાક થાય તે માટે શિક્ષકો સામે એવો દાવ રમવામાં આવ્યો છે. તે છે 'સ્વૈચ્છીક સમયદાન'. સરકાર દ્વારા સમયદાન કરનારના શિક્ષકના લિસ્ટ પણ બનાવામાં આ્વ્યાં છે એનો મતલબ સાફ છે કે, ના જોડાઈ તો નજરમાં આવશે ત્યારે પ્રાથમિક શિક્ષક સંઘ પણ આઠ કલાકના મામલાને જોડીને નથી જોતો કારણ કે, સરકારનો સમયદાન ફરજીયાત નથી પણ સંઘને ખબર છે કે, દાન ક્યાંક ફરજિયાત જરૂર થઈ ગયું છે. જાણીએ સમયદાનમાં સંકળાયેલા દરેક પાસા અને તેના જવાબને.

સમયદાન એક દાન પણ ફરજીયાત કેમ ? શુ કહે છે શિક્ષણ તંત્ર, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જાણો

સમયદાન જેના માટે છે તે વિદ્યાર્થીના મત અને શાળાના આચાર્યનો મત

ભાવનગર શહેરમાં નગર પ્રાથમીક શિક્ષણ સમિતિની 55 શાળાઓ આવેલી છે, ત્યારે સમયદાન માટે પછાત વિસ્તારની શાળા નમ્બર 52માં સમયદાનને લઈને ETV Bharatએ તપાસ કરી વિદ્યાર્થી અને આચાર્યનો મત જાણ્યો હતો. ધોરણ 8ના વિદ્યાર્થી રવિ સોલંકીએ જણાવ્યું હતું કે, ભણવું તો જોઈ જ ને. એક કલાક વધારતાની સાથે ગણિત અને અંગ્રેજીના શિક્ષકો અમને શીખવી રહ્યા છે, ત્યારે બીજા ધોરણ 8ના વિદ્યાર્થી વિપુલ બારૈયા જણાવે છે કે, ભણવું તો કોઈને ગમે નહિ, પરંતુ ભણવું જરૂરી છે. ગણિતમાં દાખલાઓ શીખવા મળે છે તો વધારાના કલાકમાં શિક્ષકો અંગ્રેજીમાં સ્પેલિંગ શીખવી રહ્યા છે.

જાણો આ મામલે આચાર્યનો મત

આ મામલે શાળા નમ્બર 52ના આચાર્ય એમ એ કાઝીએ જણાવ્યું હતું કે, અમારી શાળામાં સમયદાનના પરિપત્ર પહેલાથી ત્રણ ચાર શિક્ષકો વિદ્યાદાન આપી રહ્યા છે. હાલમાં પરિપત્ર બાદ સમયદાન માટે લિસ્ટ મોકલવામાં આવ્યું છે. બાળકોને કંટાળો આવે સ્વાભાવિક છે પણ પછાત વિસ્તારના છે એટલે રમતમાં મન હોઈ પણ શિક્ષકો પ્રવૃત્તિમય રાખી ઉત્સાહ વધારી વધારાનું શિક્ષણ આપે છે.

સરકારની નિપુણતાથી કલાક વધ્યો પણ શિક્ષક સંઘનો અસ્વીકારવા

ભાવનગર નહિ સમગ્ર ગુજરાતમાં વધુ એક કલાક આપવા આઠ કલાક ફરજીયાત જૂની સરકારે નિર્ણય કરેલો પણ વિરોધ થયો અને નિર્ણય પરત થયો. ત્યારે નવી સરકારના શિક્ષણપ્રધાન (Minister of Education Jitu Vaghani)એ શિક્ષકોને તેવી સ્થિતિમાં મૂકી દીધા કે ના પાડી શકે નહીં અને શિક્ષણ કાર્ય કરાવવાની સરકારની ઈચ્છા પણ પૂર્ણ થઈ જાય. જો કે શિક્ષણપ્રધાનએ ખૂબ નિપુણતાથી સમયદાન લાવીને શિક્ષણ કાર્ય કોઈ વિરોધ વગર થાય તેવો રાજકીય દાવ રમ્યા છે.કારણ કે એક કલાક ફરજીયાત વધારી તો વિરોધ થયો હતો ત્યારે સમયદાનના નામે કલાક વધે તે પણ સ્વૈચ્છીક રીતે તો સ્વીકાર પણ થયો છે. પરંતુ શહેરના નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના પ્રમુખ શૈલેષ ધાંધલાએ જણાવ્યું હતું કે, હું આઠ કલાકના મામલાને સમયદાન સાથે જોડતો નથી કારણ કે આઠ કલાક ફરજીયાત હતું જ્યારે આ સ્વૈચ્છીક છે. મતલબ સાફ છે, શિક્ષક સંઘ પણ સમજે છે કે કોરોનાકાળનો બગડેલા શિક્ષણ કાર્યને પૂર્ણ કરાવવા વધુ સમય આપવો થોડા સમય માટે જરૂરી છે, એટલે આમ સ્વીકાર નથી થતો કે દાન ક્યાંક ફરજીયાત થયું છે. બસ છે તો દાન શબ્દની મારામારી.

શું કામ સમયદાન આપનારનું લિસ્ટ જરૂરી?

સરકારના રાજકીય દાવપેચમાં શિક્ષકો ફસાઈ ગયા છે, તેવું પ્રતિત થાય છે પણ શિક્ષક સંઘ પોતાની છાપ સારી રાખવા આઠ કલાકનો મામલો જોડીને જોતા નથી. જો કે, શહેરની શિક્ષણ સમિતિના શાસનાધિકારી યોગેશ ભટ્ટે જણાવ્યું હતું કે, લિસ્ટ એટલા માટે મંગાવવામાં આવ્યું હતું કે, ખબર પડે કે કેટલા શિક્ષકો સમયદાન આપશે. જ્યારે જિલ્લા પંચાયતના શાસનાધિકારી કે.બી.મિયાણીએ જણાવ્યું હતું કે, સાચું કેટલા લોકોએ સમયદાન કોણે આપ્યું તે જાણવા માટે લિસ્ટ મંગાવવું પડે અને એટલે મંગાવ્યું છે.

પણ શિક્ષકોની ઘટ કેટલી તેનું શું ?

કોરોનાકાળમાં શિક્ષણ (Teaching work during corona) બગડ્યું છે, તેને પૂરવા માટે ત્રણ માસ સુધી 100 કલાકનો સમયદાન થાય તે માટે સ્વૈચ્છીક જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ લિસ્ટ બનાવીને શિક્ષકોને માટે દાન ક્યાંક ફરજીયાત બની ગયું છે. હવે સવાલ ઉભો એ થાય છે કે શિક્ષકોની ઘટ કેટલી અને શું તેનાથી શિક્ષણ કાર્ય નથી બગડતું? ત્યારે શહેરની નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના શાસનાધિકારી યોગેશ ભટ્ટએ જણાવ્યું હતું કે, નગરપ્રાથમીક શિક્ષણ સમિતિનું મહેકમ 708 શિક્ષકોનું છે, જ્યારે 604 શિક્ષકો કાર્યરત છે હાલમાં 598 શિક્ષકો સમયદાન આપવાના છે એટલે શિક્ષકોની કુલ ઘટ મહેકમ પ્રમાણે 104 શિક્ષકોની છે. જેને લઈને હજુ કોઈ સરકારે પગલાં લીધા નથી. હવે વાત કરીયે જિલ્લા પંચાયતની જેની શિક્ષણ સમિતિના શાસનાધિકારી કે.બી.મિયાણીએ જણાવ્યું હતું કે શિક્ષણ સમિતિનું મહેકમ 7800નું 931 શાળા માટે છે. જેમાં હાલ અંદાજે 7550 જેટલા શિક્ષકો છે અને હાલ સમયદાન માટે 5731 શિક્ષકો જોડાયા છે. એટલે કે કુલ મહેકમમાં અંદાજે 250 જેટલા શિક્ષકોની ઘટ છે. હવે સરકાર પોતાની નબળાઈને દર્શાવતી નથી અને શિક્ષકોને સમયદાનના નામે વધુ એક કલાક શિક્ષણ કાર્ય માટે મજબૂર કરી દીધા છે. શિક્ષક વગર બગડતા શિક્ષણ કાર્યનું શુ ? ઘટ વાળા શિક્ષકનો બીજા શિક્ષકના શિરે તેનું શું ? સવાલો ઘણા છે અને વિરોધ પણ છે પણ ખુલીને સામે આવતો નથી અને સૌ કોઈ ચૂપચાપ જોઈ રહ્યા છે કારણ કે ચૂંટણી માથે છે.

આ પણ વાંચો: દાહોદમાં 285 નિવૃત્ત શિક્ષકો સમયદાન આપી, શિક્ષણમાં લાવશે સુધારો

આ પણ વાંચો: શાળાઓ મોડી શરૂ થતા 2 લાખ શિક્ષકો અભ્યાસક્રમનું ભારણ ઘટાડવા આપશે સમયદાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.