ETV Bharat / city

Vehicle Scrap Yard Bhavnagar: ભાવનગર વ્હિકલ સ્ક્રેપ યાર્ડને મંજૂરી મળ્યાને એક વર્ષ થવા આવ્યું છતાં કોઈ કામકાજ શરૂ નહીં - વાહન સ્ક્રેપ યાર્ડ મશીન

ભાવનગર શહેરમાં વ્હિકલ સ્ક્રેપ યાર્ડ (Vehicle Scrap Yard Bhavnagar) માટે 3 કંપનીઓ સાથે સરકાર દ્વારા MOU કરવામાં આવ્યા છે. એક વર્ષ વિતી ગયું હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આ મુદ્દે ચેમ્બર ઓફ કોમર્સે કેટલાંક પ્રશ્નો કર્યા છે.

ભાવનગર વ્હિકલ સ્ક્રેપ યાર્ડને મંજૂરી મળ્યાને એક વર્ષ થવા આવ્યું છતાં કોઈ કામકાજ શરૂ નહીં

author img

By

Published : Apr 9, 2022, 5:57 PM IST

ભાવનગર: ભાવનગર શહેરમાં વ્હિકલ સ્ક્રેપ યાર્ડ (Vehicle Scrap Yard Bhavnagar)ને મંજૂરી મળી ગઈ છે, પરંતુ અનેક સવાલો અને અડચણ હોવાનું હવે સામે આવી રહ્યું છે. MOU તો થઈ ગયા પણ હવે કોઈ હલચલ થતી નથી, ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે (chamber of commerce bhavnagar) એક પ્રશ્ન ઊભો કર્યો છે. જેને પગલે હાલમાં કથળી રહેલી ભંગારની કામગીરી અને ધંધા પર સવાલો ઊભા થઇ ગયા છે.

ભાવનગર શહેરમાં વ્હિકલ સ્ક્રેપ યાર્ડ માટે 3 કંપનીઓ સાથે સરકાર દ્વારા MOU કરવામાં આવ્યા છે.

3 કંપની સાથે MOU થયાં- ભાવનગર શહેરમાં વ્હિકલ સ્ક્રેપ યાર્ડ માટે 3 કંપનીઓ સાથે સરકાર દ્વારા MOU કરવામાં આવ્યા છે. ભાવનગરને વ્હિકલ સ્ક્રેપ યાર્ડની કેન્દ્ર સરકારે ભેટ આપી છે. એક વર્ષ વિતવા છતાં તેમાં કોઈ કાર્યવાહી નહીં થતા ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ અનેક સવાલો સાથે મેદાનમાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટ સોનીએ જણાવ્યું હતું કે, સરકારે ભાવનગરને 3 કંપની સાથે MOU કર્યા છે, પરંતુ એક વર્ષ થતા છતાં કોઈ ઇમ્પ્લિમેન્ટ નથી. સ્ક્રેપ સેન્ટર (scrap center in bhavnagar) સરકારે પોતે કરવાનું છે તેમા પણ હજુ કશું થયું નથી.

આ પણ વાંચો: ભાવનગર સહિત ગુજરાતના ભંગારીની ભાંગશે કમાણી ? વ્હીકલ સ્ક્રેપ યાર્ડની દેશના ભંગારી પર પડશે અસર ? જાણો

સ્ક્રેપ સેન્ટર શરૂ થયા નથી- ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટ સોનીએ જણાવ્યું હતું કે, અત્યારે હાલમાં વાહનો ભાંગવાનો ધંધો કરી રહ્યા છે તે વ્હિકલ સ્ક્રેપ યાર્ડ શરૂ થયા બાદ શરૂ રહેશે કે કેમ? કારણ કે, તો પછી વ્હિકલ સ્ક્રેપ યાર્ડનું મહત્વ રહેતું નથી. સ્ક્રેપ સેન્ટર શરૂ થયા નથી. તેમજ વાહનો રજિસ્ટર્ડ થયા તેનો ડેટા (registered vehicle data bhavnagar) છે, પરંતુ વાહનો સ્ક્રેપમાં ભંગારવાળાને ત્યાં જતા રહ્યા તે અનરજિસ્ટર્ડ ડેટા RTO પાસે નથી. આ દરેક બાબતો વિશે સરકારે વિચારવું પડશે.

આ પણ વાંચો: શું તમારા વાહનો સ્ક્રેપમાં જશે ? વ્હીકલ સ્ક્રેપ પોલિસી અંગે MODESTના મેહુલભાઈ સાથે ખાસ વાતચીત

એક વ્હિકલ સ્ક્રેપ યાર્ડ માટે 22 કરોડનું મશીન- ભાવનગરમાં 3 અને અન્ય જિલ્લાઓમાં કે રાજ્યોમાં પણ વ્હિકલ સ્ક્રેપ યાર્ડની મંજૂરીને પગલે ચેમ્બર ઓફ કોમર્સે ટપકું મૂક્યું છે. એક વ્હિકલ સ્ક્રેપ યાર્ડ માટે 22 કરોડનું માત્ર મશીન (Vehicle scrap yard machine) અને બાદમાં જગ્યા સહિતનું રોકાણ કરવામાં આવે છે. આથી સરકાર વાહનોના ડેટા (vehicle data bhavnagar) ચોક્કસ મેળવીને વ્હિકલ સ્ક્રેપ યાર્ડ માટે અન્ય ઉદ્યોગકારોને મંજૂરી આપે તે મુદ્દે પણ વાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.