- 31 જાન્યુઆરીથી વેક્સિનેશનની શરુઆત
- કલેકટર, કમિશનર, IG સહિતના અધિકારીઓએ કરાવ્યું વેક્સિનેશન
- 1 હજાર પોલીસકર્મીઓને અપાઇ કોરોના વેક્સિન
ભાવનગર : ફ્રન્ટલાઇન વર્કર્સનો વેક્સિનેશન કાર્યક્રમ ભાવનગરમાં શહેરમાં યોજવામાં આવ્યો હતો. રવિવારના 31 જાન્યુઆરીએ ભાવનગરના ટોચના અધિકારીઓએ વેક્સિન લઈને પ્રારંભ કર્યો હતો. આમ 4,700 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.
કોને આપાઇ કોરોના વેક્સિન
ભાવનગરમાં આરોગ્ય વિભાગએ 31 જાન્યુઆરીના રોજ રવિવારે શહેર અને જિલ્લામાં વેક્સિનેશન માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કલેક્ટર, ભાવનગરના મહાનગરપાલિકાના કમિશનર, IG, જિલ્લા વિકાસ અધિકારી, DSP દરેક અધિકારીઓ પ્રથમ વેક્સિનેશન કરાવશે અને પ્રારંભ કરાવ્યો હતો. કોરોના વેક્સિનેશન કાર્યક્રમ સવારે 9 કલાકથી સાંજના 5 કલાક સુધી યોજવામાં આવ્યો હતો.
અન્ય કોને કોને વેક્સિનેશન કરાવ્યું
ભાવનગરમાં 4,700 જેટલા કર્મચારીઓએ વેક્સિનેશન કરાવ્યું છે. શહેરી વિસ્તારમાં 1 હજાર પોલીસ કર્મીઓ તેમજ નગરપાલિકા, ગ્રામીણ વિસ્તારોમાં 3,700 જેટલા ફ્રન્ટ લાઇન કર્મચારીઓ વેક્સિનેશન કરાવવાના છે. ભાવનગરમાં કાલ મોટા પાયે વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો.