- ભાવનગરમાં રસ્તા પર ધરાશાયી થયા વૃક્ષો
- 1100 જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયા
- પાલિકા પાસે વૃક્ષોનો કોઈ હિસાબ નથી
ભાવનગર: શહેરમાં વાવાઝોડાની ઝાંખી હાલમાં પણ રસ્તા પર પડેલા વૃક્ષો કરાવી રહ્યા છે. 1100 જેટલા વૃક્ષો ધરાશાયી થયેલા તેમાંથી 800 જેટલા વૃક્ષોના લાકડા સ્મશાનમાં આપ્યા છે પણ તે અંગેની માહિતી પાલિકાને કોઈ જાણ નથી સ્મશાનમાં લાકડું આખરે કેટલું આપ્યું.
પાલિકા પાસે કોઈ હિસાબ નથી
ભાવનગર શહેરમાં વાવાઝોડાને પગલે 1100 જેટલા વૃક્ષો ધારાશયી થયા હતા જેમાં 800 જેટલા વૃક્ષો ઉઠાવી લેવામાં આવ્યા હોવાનું મહાનગરપાલિકાનું ગાર્ડન વિભાગ જણાવી હતું પણ કેટલુ લાકડુ આપ્યું આ સવાલના જવાબ મહાનગરપાલિકા પાસે નથી એટલે કે કોઈ હિસાબ રાખવામાં આવ્યો નથી. આ બાબતે મેયરનો પણ પૂછવામાં આવ્યું તો તેનો હિસાબ પણ નથી. જો કે શહેરમાં 10 થી વધારે લોકોની ટીમ કામ કરી રહી હોવાનું મેયરે જણાવ્યું હતું. અધિકારી કે કે ગોહિલ સાથે ફોનમાં વાત કરતા તેમને જણાવ્યું હતું કે કમિશ્નર સાહેબએ લાકડું લોકોને લેવાની છૂટ આપી હતી.
આ પણ વાંચો : વાવાઝોડામાં ધરાશાયી થયેલા વૃક્ષોને ફરી જીવંત કરવાની રીત
વૃક્ષે રોક્યો રસ્તો
કાળુભા રસ્તામાં એક મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયુ હતુ આ અંગે મેયરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે કાળુભા રોડ પરનું મહાકાય વૃક્ષ પહેલા રિપ્લાન્ટ કરવાનું હતું પણ તેના મૂળ પાસે પાણીની લાઇન સહિત મોટી લાઈનો નીકળતી હોવાથી રિપ્લાન્ટ કરવાને બદલે તેને કાપવાનું નક્કી કર્યું છે મહાકાય હોવાથી તેને કાપતા 10 દિવસ ઓછામાં ઓછા થશે તેમ મેયરે જણાવ્યું છે જો કે વૃક્ષના પગલે હાલ અડધો રસ્તો રોકાઈ ગયો છે