- ભાવનગરમાં લોકડાઉનનું કડક પાલન
- 3 દુકાનો ખુલ્લા રહેતા પોલીસે દુકાન કરી સીલ
- વેપારીઓ પર કરવામાં આવશે કાયદાકિય કાર્યવાહી
ભાવનગર: બુધવારે રાજ્ય સરકારે રાજ્ય ભરમાં આવેલાં નાનાં મોટાં 29 શહેરોમાં લોકડાઉન જાહેર કર્યું છે. જેને પગલે ભાવનગર શહેરમાં આવશ્યક વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો સિવાય અન્ય વ્યવસાયી એકમો સવારથી જ બંધ રહ્યાં હતા. આમ છતાં આ જાહેરનામાનો ભંગ કરી દુકાનો ખુલ્લી રાખતા 3 વેપારીઓ તંત્રની ઝપટે ચડી ગયા હતા. તંત્રના અધિકારીઓએ આ વેપારીઓને કાયદાની સમજ આપવા અને જાહેરનામાની ભાન કરાવવા દુકાનો સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : ભાવનગરમાં ચેમ્બર એસોસિએશનના સ્વયંભૂ લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ
સલાહકાર બની પોલીસે દુકાનો બંધ કરાવી
બુધવાર રાજ્યના 29 શહેરોમાં લોકડાઉન જાહેર કર્યું હતું. જેમાં આવશ્યક વસ્તુઓના વેચાણને બાકાત રાખવા સાથે જાહેર માર્ગો પરના યાતાયાતને છુટછાટ જાહેર કરી હતી. ત્યારે બુધવારે સવારે ભાવનગર શહેરમાં આવેલ મુખ્ય બજારોમાં લોકડાઉનનું કડક પણે પાલન થતું જોવા મળ્યું હતું. મહદઅંશે લોકોની અવરજવરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ જાહેરનામાથી અજાણ એવાં કેટલાક વેપારીઓએ નિત્યક્રમ મુજબ સવારે પોતાના એકમો ખોલતાં ફરજપર તૈનાત પોલીસ જવાનો દ્વારા આવા વેપારીઓને સમજાવી દુકાનો બંધ કરાવી હતી.