ભાવનગર: શહેરમાં પ્રાથમિક શિક્ષણ સમિતિમાં (Primary Education Committee)ચાલી રહેલા રમતોત્સવમાં નાનકડી ઢીંગલી જેવી યશસ્વીએ પોતાના શરીરને રબ્બરની જેમ વાળી યોગમાં પ્રથમ આવી હતી. યશસ્વી ધોરણ 7ની વિદ્યાર્થીની છે અને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવ્યા બાદ સિદ્ધિ હાંસલ કરી છે. શિક્ષકની મહેનત વચ્ચે શુ કહે છે શિક્ષક અને યશસ્વીની માતા જાણો. ભાવનગર કલાનગરીમાં (Bhavnagar Kalangari)કલા કોઈ પણ હોય ભાવેણાવાસીઓ હમેશા અવ્વલ રહ્યા છે. શહેરમાં રમતોત્સવમાં ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવેલી વિદ્યાર્થિની યોગમાં પ્રથમ આવી છે. શિક્ષકનું પ્રોત્સાહન (Teacher encouragement)અને વિદ્યાર્થીમાં રહેલી આંતરિક શક્તિ (The inner strength of the student)ઓળખવાની દ્રષ્ટિએ માતાપિતા અને શાળાનું ગૌરવ વધાર્યું છે.
ખાનગીમાંથી સરકારી શાળામાં આવેલી વિદ્યાર્થી યોગમાં શહેરમાં પ્રથમ
ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની 55 શાળાઓનો રમતોત્સવ ચાલી રહ્યો છે. ભાવનગરની નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની શાળા નમ્બર 47 માં ધોરણ 7 માં અભ્યાસ કરતી યશસ્વી દવેએ રમતોત્સવમાં ભાગ લીધો હતો. ચોંકાવનારી બાબતોએ સામે એ આવી હતી જ્યારે યશસ્વીની માતાએ ખુલાસો કર્યો હતો. યશસ્વીની માતા અરુણાબેને જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા યશસ્વી ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી. પણ તેને ખાનગી શાળામાં કોઈ પ્રોત્સાહન કે સ્પર્ધામાં ભાગ લેવડાવ્યો ના હતો પણ સરકારીમાં મુક્યા બાદ તેના વર્ગ શિક્ષક ભગવતીબેને અંગત રસ લઈને તેની કળાને પારખી અને આજે તેમની દીકરી પ્રથમ નંબરે આવી છે જેનો તેમને ગર્વ છે.
આ પણ વાંચો: Gujarat Assembly 2022 : સરકારી શાળાઓમાં ઓરડાઓની ઘટ કેટલી તેનો શિક્ષણપ્રધાને આપ્યો જવાબ
શાળા ગમે તે હોય શિક્ષક તેવો હોવો જોઈએ જે વિદ્યાર્થીની અંતરદ્રષ્ટિ નીરખે
સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સિદ્ધિ પાછળ શિક્ષકની મહેનત હોઈ છે. યશસ્વીના વર્ગ શિક્ષક અને આચાર્ય ભગવતીબેન બાલધિયા છે જેમને જણાવ્યું હતું કે શાળા ખાનગી હોઈ કે સરકારી પણ શિક્ષકની અંતરદ્રષ્ટિ હોવી જરૂરી છે. બાળકમાં કેવા પ્રકારના ગુણ અને આવડત છે તે જો દરેક શિક્ષક જાણી જાય તો બાળક ફક્ત યોગ નહિ પણ અનેક પ્રવૃત્તિમાં આગળ વધી શકે છે. યશસ્વીમાં પણ મેં મારી સૂઝબુઝ અને તેની શક્તિને જોયા બાદ ભાગ લેવડાવ્યો અને આજે સમગ્ર શહેરમાં રમતોત્સવમાં પ્રથમ આવી છે.