ETV Bharat / city

EXCLUSIVE : આંગણવાડીના ફૉર્મ રદ બાબતે ભાવનગર મનપાના કમિશ્નર એમ.એ.ગાંધી સાથે ખાસ વાતચીત

ભાવનગરમાં મહિલા દીને આંગણવાડી ભરતી પ્રક્રિયામાં આવેલી અરજીઓ બાદ 1800 જેટલી અરજી રદ થતા મહિલાઓએ આંસુ પાડીને મનપાની સામે આક્ષેપો કર્યા હતા ત્યારે ETV BHARAT એ મહાનગરપાલિકાના કમિશ્નર સાથે ખાસ EXCLUSIVE વાતચીત કરી હતી. કમિશનરે સંપૂર્ણ પ્રક્રિયાને નજર સમક્ષ મૂકી હતી.

ભાવનગર મનપાના કમિશ્નર એમ.એ.ગાંધી સાથે ખાસ વાતચીત

author img

By

Published : Mar 10, 2021, 1:56 PM IST

  • ભાવનગર મનપાના કમિશ્નર એમ.એ.ગાંધીની ETV BHARAT સાથે ખાસ વાતચીત
  • આંગણવાડીની ઓનલાઇન ભરતી પ્રક્રિયામાં કારણ વગર અરજીઓ રદ કરવાનો આરોપ
  • અરજીમાં એક પણ ભૂલ હોય તો આપમેળે પોર્ટલ અરજી રિજેક્ટ કરી નાખશે

ભાવનગર: મહાનગરપાલિકામાં ઓનલાઇન અરજી કરનાર મહિલાઓને અપીલના પ્રથમ દિવસે અન્યાય થયાના આક્ષેપો થયા અને મહિલાઓના આંખમાં આંસુ સરી પડ્યા હતા પણ મહાનગરપાલિકાના કમિશ્નર એમ એ ગાંધીએ ETV BHARAT સાથે EXCLUSIVE વાતચીતમાં કહ્યું કે, અમારા તરફથી ક્ષતિ નથી અને જેની ક્ષતિઓ અરજદારની છે તેમને અમે રાજ્યમાં પ્રથમ વખત ભાવનગર મહાનગરપાલિકાએ અરજદારને પ્રોજેક્ટરથી તેની અરજી દર્શાવી પોર્ટલમાં નોંધાયેલી ભૂલ રૂબરૂ દર્શાવી છે અને થયેલા આક્ષેપોનો છેદ કમિશ્નરશ્રીએ ઉડાડયો છે

ભાવનગર મનપાના કમિશ્નર એમ.એ.ગાંધી સાથે ખાસ વાતચીત
ભાવનગર મનપાના કમિશ્નર એમ.એ.ગાંધી સાથે ખાસ વાતચીત
ભાવનગર મનપાના કમિશ્નર એમ.એ.ગાંધી સાથે ખાસ વાતચીત

આંગણવાડીમાં ભરતીની અરજીઓ રદ

ભાવનગર મહાનગરપાલિકાની આંગણવાડીની 105 જગ્યા માટે ઓનલાઇન ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. આશરે 3500 જેટલી અરજીઓ આવી હતી. જેમાં, 1800 જેટલી રદ થઈ હતી. ત્યારે, 397 જેટલી અરજીના અરજદારોએ અપીલ કરી હતી. મહિલા દિન પર મહિલાઓ સાથે અન્યાયનો મુદ્દો આવતા મહાનગરપાલિકાનુ તંત્ર હચમચી ગયું હતું.

આ પણ વાંચો: ભાવનગરમાં આંગણવાડીની ભરતી પ્રક્રિયામાં ક્ષતિઓને પગલે 1800 મહિલાઓ બાકાત

અરજદારને તેની ભૂલ બતાવવામાં આવી

મહાનગરપાલિકાની ઓનલાઇન પ્રક્રિયાને જાણવી જરૂરી છે. કારણ કે, દિવસેને દિવસે બધું જ ઓનલાઇન થવા લાગ્યું છે. મહાનગરપાલિકામાં પણ આંગણવાડી અને તેડાઘરમાં ભરતીની પ્રક્રિયા થઈ હતી. જેમાં, 3500 અરજીઓ આવી અને 1800 રદ થઈ, આ રદ થવા પાછળ ETV BHARAT એ પાલિકા કમિશ્નર એમ.એ.ગાંધી સાથે EXCLUSIVE વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ઓનલાઇન અરજી કરતા હોય ત્યારે એક પણ ભૂલ હોય તો આપમેળે પોર્ટલ અરજી રિજેક્ટ કરી નાખે છે અને જે ભૂલ છે તેને ત્યાં ટાંકે છે. બીજું કે અપીલમાં આવેલા અરજદારોને તેની ભૂલ શુ તે અરજી તેને મોટી સ્ક્રીનમાં દર્શાવવામાં આવે છે. આ સિવાય પહેલી વખત ઓનલાઇન ભરતી હોવાથી પોર્ટલના નિયમ પ્રમાણે અરજીઓ સ્વીકારાય છે. હવે કોઈ સુધારા લાગશે જેમ કે અન્ય યુનિવર્સીટી, લિવિંગ સર્ટિ વગેરેના સૂચનો સરકારમાં મોકલાશે અને કોઈ સુધારા સરકારને લાગશે તો આગામી ભરતીમાં સુધારો થઈને આવશે.

આ પણ વાંચો: ભાવનગર મહાનગરપાલિકાની ફાયર સાધનો પગલે લાલ આંખ: 45 લોકોને નોટિસ ફટકારી

ઓનલાઇન માર્ગદર્શનની વ્યવસ્થા

ભાવનગર મહાનગરપાલિકાએ ઓનલાઇન અરજીની ગૂંચવણમાં અરજદારોને અન્યાય થાય નહિ તે માટે બે ઝોનલ અને એક મહાનગરપાલિકા ખાતે એમ ત્રણ ટીમ રાખવામાં આવી હતી. તદુપરાંત સાયબર કાફેવાળા મિત્રોને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એટલે જેણે માર્ગદર્શન મેળવ્યું તેની અરજીઓ સ્વીકારાય છે અને છતાં પણ જેની ભૂલ થઈ છે તેવા અરજદારને રૂબરૂ બોલાવી તેની ભૂલ પ્રોજેક્ટર પર બતાવવામાં આવી હતી. જેથી, બીજી વખત તેઓ આવી ભરતી પ્રક્રિયામાં ભૂલ કરે નહિ. સૌથી છેલ્લો જિલ્લો ભરતી પ્રક્રિયાનો હોવાથી સુધારા વધારા અગાવ અન્ય જિલ્લાની ક્ષતિઓ જોઈને કરવામાં આવેલા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.