- શાક માર્કેટમાં ડિસ્ટન્સ અને માસ્કના નિયમની ઐસી તૈસી
- ત્રીજી લહેરમાં બાળકો માટે બની શકે ખતરનાક
- શાક માર્કેટમાં પ્રથમ લહેરથી નિયમનના ધજાગરા
ભાવનગર: સમગ્ર દેશમાં બીજી લહેરને હળવાશથી લેવામાં અનેક લોકો કોરોનાની ઝપટે ચડ્યા તો કેટલાક મૃત્યુ પામ્યા ત્યારે હવે ત્રીજી લહેરમાં ડ્રેકવ પોતાના બાળકો માટે સોશિયલ ડિસ્ટન્સ અને માર્ક પહેરવું જરૂરી બની ગયું છે. ત્યારે શાક માર્કેટમાં પ્રથમ લહેરથી નિયમનના ઉડતા ધજાગરા હજુ પણ જોવા મળે છે. એટલે પોતાના બાળકો માટે પ્રજાએ જાગૃત બનીને હવે માસ્ક અને ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.
શાકમાર્કેટમાં હાલમાં પણ માસ્ક અને ડિસ્ટન્સ જોવા મળતું નથી
ભાવનગર શહેરમાં પ્રથમ લહેરથી જીવન જરૂરિયાત શાકભાજીની માર્કેટ ખુલ્લી રાખવામાં આવી હતી. સમગ્ર દેશ બંધ હતો પણ શાકભાજીની અને કરીયાણા જેવી દુકાનોને ખુલ્લી રાખવામાં આવી હતી ત્યારે સુપર સ્પ્રેડર તરીકે શાક માર્કેટ સર્વેમાં જાહેર થઈ હતી હાલમાં બીજી લહેર પૂર્ણ થઈ છે અને ત્રીજીની તૈયારી છે ત્યારે ETV BHARATએ શાકમાર્કેટની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ભાવનગર શહેરમાં કોરોનાની પહેલી લહેરથી શાક માર્કેટ શરૂ છે. જ્યારે બીજી લહેરમાં પણ શાકભાજીની માર્કેટ શરૂ છે. એવામાં પ્રથમ લહેરમાં સુપર સ્પ્રેડર બનનારી શાકમાર્કેટમાં હાલમાં પણ માસ્ક અને ડિસ્ટન્સ જોવા મળતું નથી ત્યારે ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક બની શકે છે.
આ પણ વાંચો: ભાજપની સેન્સમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
બીજી લહેર પૂર્ણ થયા બાદ શાકમાર્કેટની સ્થિતિ
ભાવનગર શહેરમાં ત્રણ મોટી શાકમાર્કેટ ભરાય છે સૌથી વધુ શાકમાર્કેટમાં લારીવાળા,પાથરણા વાળા જોવા મળે છે શાકમાર્કેટમાં આવતા લોકો અને શાકભાજી વેહચતા લોકો ક્યાંક માસ્ક પહેરેલું તો ક્યાંક માસ્ક જોવા મળતા નથી. ETV BHARATના રિયાલિટી ચેકમાં શાકમાર્કેટમાં પણ દ્રશ્યો એવા જોવા મળ્યા કે ત્યાં માર્ક કેટલાકે પહેર્યું હતું તો કેટલાકે નહિ પણ સોશિયલ ડિસ્ટન્સના તો પ્રથમ લહેરથી ધજાગરા ઉડતા આવ્યા છે અને બીજી લહેર બાદ પણ સ્થિતિ તેની તે જ છે