- ઘોઘાસર્કલ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન
- રંગોળી સ્પર્ધામાં 4 વર્ષથી લઈને 50 વર્ષ સુધીના સ્પર્ધકોએ લીધો ભાગ
- સ્લોગનો સાથે રંગોળી બનાવીને લોકોને મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ
ભાવનગર: શહેરના ઘોઘાસર્કલ ખાતે જિલ્લા કલેકટર કચેરી તથા જિલ્લા શિક્ષણ વિભાગ તેમજ ભાવનગર કલાસંઘ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રંગોળી સ્પર્ધામાં 4 વર્ષથી લઈને 50 વર્ષ સુધીના સ્પર્ધકોએ ભાગ લઈને મતદારોને જાગૃતિ માટે EVM મશીન, મતદાનથી નવા ભારતની રચના તેમજ લોકશાહીને મજબુત બનાવવાની થીમ સાથે કલાત્મક રંગો સાથે રંગોળી બનાવવામાં આવેલી છે.
![કલાસંઘ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રંગોળી સ્પર્ધા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-bvn-01-story-matdan-jagruti-rangoli-spardha-photo-gj10030_19022021203114_1902f_1613746874_867.jpg)
મતદાન કરે તેવી અપીલ કરતા કલાત્મક રંગોળીનાં ચિત્રો બનાવાયા
આગામી ચૂંટણી માટે સરકાર દ્વારા મતદાન જાગૃતિ અંગે અનેક વિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેવા જ એક વધુ પ્રયાસ થકી યુવા મતદારોને પ્રોત્સાહિત કરી લોકોને વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરતા કલાત્મક રંગોળીનાં ચિત્રો બનાવવમાં આવેલા છે. જેમાં ખાસ કરીને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નવા ભારતની રચના કરે તેમજ લોકશાહીનાં પર્વમાં પોતાનો કિંમતી મત આપી યોગદાન કરે, જેવા સ્લોગનો સાથે રંગોળી બનાવી લોકોને મતદાન અંગે જગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવેલો છે.
![રંગોળી સ્પર્ધા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-bvn-01-story-matdan-jagruti-rangoli-spardha-photo-gj10030_19022021203114_1902f_1613746874_143.jpg)
અવનવી ડિઝાઈન સાથે રંગોળી બનાવવામાં આવી
આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 469 જેટલા મતદાન મથકો પર આગામી 21મી તારીખે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે લોકો EVMની પ્રણાલીથી વાકેફ થાય તે માટે આબેહૂબ રંગોળીઓ અવનવી ડિઝાઈન સાથે રંગોનાં માધ્યમથી બનાવવામાં આવી છે. જેમાં 4 ઉમેદવાર પસંદ કર્યા બાદ રજિસ્ટરનું બટન દબાવવાનું ન ભૂલે સહિતની બાબતો અંગે લોકોમાં જાગૃતિ આવે અને મતદાનના દિવસે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી છે.
![રંગોળી સ્પર્ધા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-bvn-01-story-matdan-jagruti-rangoli-spardha-photo-gj10030_19022021203114_1902f_1613746874_437.jpg)