- ભાવનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી શરૂ
- 30 લાખ રૂપિયાનો ખર્ચ સફાઈ કરવામાં આવશે
- અનેક વિસ્તારો બને છે જળબંબાકાર
ભાવનગર: મહાનગરપાલિકાએ ચોમાસુ માથે છે એવામાં પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કર્યો છે શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં સ્ટોર્મ લાઈનો સાફ કરવામાં આવી રહી છે પણ પ્રશ્ન એ છે કે તો પણ ચોમાસામાં એ વિસ્તારો જળ બંબાકાર બની જાય છે લાખોનો ધુમાડો અને પરિણામ શૂન્ય રહે છે
સ્ટોર્મ લાઈન સફાઈની કામગીરી
ભાવનગર મહાનગરપાલિકા દર ચોમાસામાં રહી રહીને જાગે છે અને બાદમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે મહાનગરપાલિકા દર વર્ષે સ્ટ્રોમ લાઈનોને સાફ કરવા માટે આશરે 30 લાખનો ખર્ચ કરે છે અને આ વર્ષે પણ એટલી જ માત્રામાં રૂપિયા ખર્ચવા જઈ રહી છે. સ્ટ્રોમ લાઈનોમાંથી હાલમાં કીચડ અને કાદવ કાઢીને ફસાયેલા કચરાને દૂર કરવાની કામગીરી શરૂ છે.
આ પણ વાંચો: વડોદરા પાલિકાએ કરેલી પ્રી-મોન્સૂનની કામગીરીથી સ્વચ્છતાના લીરેલીરા ઉડ્યા
સ્ટ્રોમ લાઈનો ક્યાં સાફ કરવા છતાં ભરાય છે પાણી
આ પણ વાંચો: પાટણ પાલિકાએ ચોમાસા માટે પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરી