ભાવનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 સપ્ટેમ્બરને ગુરુવારે ભાવનગરમાં 11.10 કરોડના ખર્ચે નિર્માણ થયેલા અત્યાધુનિક બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. સાથે ભાવનગરની જૂની અને જર્જરિત થઇ ગયેલી STની (Bhavnagar ST Bus Station) વિભાગીય કચેરીના સ્થાને નવી વિભાગીય કચેરી 7.63 કરોડના ખર્ચે બનવાની છે. નવા બસ સ્ટેશન પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ પણ રાખવામાં આવી છે. ત્યારે શું શું પ્રવાસીઓને સુવિધા પ્રાપ્ત થશે તે જૂઓ.
ST બસ સ્ટેન્ડનું લોકાર્પણ ભાવનગરના આંગણે રાજ્ય સરકારે બનાવેલા નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. 11.10 કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ તૈયાર (PM Modi visits Bhavnagar) કરવામાં આવ્યું છે. આ સાથે ST વિભાગની જર્જરિત વિભાગીય કચેરીને પણ નવીનીકરણ કરવામાં આવી રહી છે. 762 લાખના ખર્ચે વિભાગીય કચેરી પણ નિર્માણ પામવાની છે. વિભાગીય કચેરીનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન કર્યું હતું.
બસ સ્ટેન્ડમાં કેવી સુવિધા મળશે પ્રજાને ભાવનગરમાં બસ સ્ટેન્ડ 11.10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. 18 બસ માટેના પ્લેટફોર્મ છે. 24 હજાર ચો મી જમીનમાં 2475 ચો.મીમાં બસ સ્ટેન્ડનું બાંધકામ કરવામાં આવ્યું છે. વેઇટિંગ રૂમ, ટ્રાફિક કંટ્રોલર રૂમ, ATM, VVIP વેઇટિંગ લોન્જ, ચાઈલ્ડ કેર રૂમ, કેન્ટીન, વોટર રૂમ, સ્ટોલ 5, દુકાનો 17, લેડીઝ રેસ્ટરૂમ તેમજ કર્મચારીઓ માટેના રૂમ અને કેશબારી (Bhavnagar ST Bus Station facility) સહિત ઓનલાઇન ટિકિટ બુકિંગ વ્યવસ્થાઓ આપવામાં આવી છે.
ખાતમુહૂર્તના 39 માસ બાદ લોકાર્પણ ભાવનગર ખાતે યોગાનુયોગ જવાહર મેદાનમાં ભાવનગર STના નવા બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે તારીખ 22મી જૂન 2019ના રોજ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ હવે 39 માસ બાદ તૈયાર થઈ ગયેલા નવા ST બસ સ્ટેન્ડનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જવાહર મેદાનમાં કરવામાં આવ્યું છે. (bhavnagar st bus number)