ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાની (Municipal Corporation Bhavnagar) 1 જાન્યુઆરીથી (Pink Team In Bhavnagar) રિકવરી ટીમોને ઘરવેરો વર્ષોથી બાકી હોવાથી અને કોમર્શિયલ બાકી હોવાથી તેવા લોકોને ઘરે પહોંચીને નોટિસ આપવી, જપ્તી કરવી અને સિલ મારવા સુધીની કાર્યવાહી સોંપવામાં (Bhavnagar Municipal Corporation recovery teams) આવી છે. 6 મહિલાઓની "PINK TEAM"એ 16 મિલકત માટે સંસ્કાર મંડળ અને કાળિયાબીડ જેવા વિસ્તારમાં પોહચીને કાર્યવાહી કરી હતી. મહાનગરપાલિકાએ મુશ્કેલ કામ રિકવરીમાં મહિલા મોર્ચો આગળ કરતા ઘર્ષણ રોકવાનો પ્રયત્ન કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
મહાનગરપાલિકાની ઘરવેરા સહિતના વેરા માટે PINK ટીમ મેદાનમાં
ભાવનગર શહેરમાં ઘરવેરા અને કોમર્શિયલ વેરા માટે મહાનગરપાલિકાએ 25 ટીમો મેદાનમાં રિકવરી માટે ઉતારી છે, ત્યારે મહેકમ અધિકારી દેવાંગીબેનની સાથે અન્ય 5 યુવતી કર્મચારીઓ રિકવરી ટીમમાં જોડાયા છે. આજના પ્રથમ દિવસે PINK ટીમ સંસ્કાર મંડળમાં દુકાનો, ઘરમાં નોટિસો આપી હતી. જપ્તી તેમજ સિલ મારકે સુધીની નોટિસો બજાવી તો ક્યાંક સિલ મારવાની પણ કાર્યવાહી કરી છે.
12 લાખની રિકવરી સોંપવામાં આવી
મહેકમ અધિકારીએ જણાવ્યું હતું કે, તેમને 12 લાખની રિકવરી સોંપવામાં આવી છે જેમાં 16 મિલકતો છે. નોટિસ આપવી, જપ્તી કરવી અને સિલ મારવા સુધીની કામગીરી છે. પિંક ટીમમાં દેવાંગીબેન મહેતા અધિકારી, વૈશાલીબેન મકવાણા, દીપાલી ગલચર, માનસી પંડિત, કાજલ નાકિયા, કોમલ મારું સહિતની કામગીરીમાં જોડાયા હતા.
મહિલાઓ સિલ કે જપતિમાં જાય તો શું ?
ભાવનગર મહનગરપાલિકાની પ્રથમ મહિલાની ટીમને રિકવરી સોંપવામાં આવી છે. સ્વાભાવિક છે મહિલા સાથે અણછાજતું વર્તન કોઈને પણ ભારે પડી શકે છે, ત્યારે રિકવરી અધિકારી ટીમના દેવાંગીબેને જણાવ્યું હતું કે, અમે રિકવરી કરવા જઈએ ત્યારે શાંતિપૂર્વક વાત કરીએ છીએ અને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારે મહનગરપાલિકાની રકમ મળે તેવા પ્રયાસ હોઈ છે. પ્રથમ દિવસે હજુ સુધી કોઈ ઘર્ષણ થયું નથી પરંતુ અમારા પ્રયાસ વગર ઘર્ષણે કામ થાય તેવા હશે.
માથાકૂટ કે ઘર્ષણ થાય ત્યાં મહિલાની ટીમને મોકલવામાં આવે છે
મહાનગરપાલિકાના ઘવેરાના અધિકારી ફાલ્ગુનભાઈ શાહે જણાવ્યું હતુ કે, મહાનગરપાલિકાની 25 ટીમ મેદાનમાં છે 1 જાન્યુઆરીથી આ ટીમો મેદાનમાં રિકવરી કરી રહી છે 3 દિવસમાં 25 ટીમે 1.65 કરોડ વસુલાત કરી છે. તેમની એક પિંક ટીમ પણ હવે મેદાનમાં ઉતારી છે. ચર્ચાઈ રહ્યું છે કે, જ્યાં માથાકૂટ કે ઘર્ષણ થાય ત્યાં મહિલાની ટીમને મોકલવામાં આવે છે, જેથી મિલકત માલીક શબ્દોથી સમજે અને મારામારી કે માથાકૂટમાં પડે નહીં.
આ પણ વાંચો:
Bhavnagar Year Ender 2021: ભાવનગરની 2021ની કેટલીક એવી ઘટનાઓ જે આજે પણ લોકોના માનસપટ પર હાજર...