- ભાવનગર મહાનગરપાલિકાના પાંચ ગામના વેરા પ્રશ્ને હાઇકોર્ટમાં ઘા જિકતું NCP
- 2015માં ગામોને ભેળવ્યા બાદ પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી
- મહાનગરપાલિકાએ હાલમાં પાંચ વર્ષનો વેરો જીકતા ગ્રામ લોકોમાં છે રોષ
ભાવનગર: મહાનગરપાલિકામાં પાંચ ગામો ભળ્યા બાદ આપવામાં આવેલા વેરાને પગલે NCP નેતા ભીખાભાઇ ઝાઝડિયાએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે કે, પ્રાથમિક સુવિધા વગર વેરો શા માટે તે બાબતે હાઇકોર્ટે મહાનગરપાલિકાને નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો. મનપાના અધિકારીએ જણાવ્યું હતું કે નિયમ પ્રમાણે વેરો લઈ શકાય છે જે જવાબ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યો છે.
ભાવનગરના પાંચ ગામના લોકોનો વેરાનો વિરોધ શા માટે?
ભાવનગર શહેરમાં પાંચ ગામોને ભેળવી દેવામાં આવ્યા છે 2015માં પાંચ ગામ ભેળવવામાં આવ્યા. જેમાં સીદસર, રુવા, તરસમિયા, નારી અને અધેવાડાનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકાએ બે વર્ષથી આ ગામના લોકો પાસેથી પાંચ વર્ષનો વેરો વસુલવાની નોટિસો આપી ચૂકી છે અને આજ ગામના લોકોએ મહાનગરપાલિકાએ વિરોધ પણ નોંધાવ્યો છે. ગામ લોકોએ જણાવ્યું હતું કે, ગામને ભેળવવામાં આવ્યા ત્યારે મૌખિક રીતે મહાનગરપાલિકાના જે તે સમયના શાસકોએ જ્યાં સુધી પ્રાથમિક સુવિધા ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતના વેરા પ્રમાણે વેરો ભરપાઈ કરજો, પરંતુ ત્રણ વર્ષ બાદ સીધા મસમોટા બિલો આવતા લોકોએ આંદોલનો કરવા પડ્યા હતા.
આ પણ વાંચો: બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે કરાયેલી પિટિશન સામે રેલવે વિભાગનો કોર્ટમાં જવાબ
હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી
ભાવનગર મહાનગરપાલિકાએ 2015માં ગામ ભેળવ્યા બાદ વેરાને લઈને માથાકુટ વધી ગઈ છે. NCP નેતા ભીખાભાઇ ઝાઝડીયાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાએ વેરો તો આપ્યો છે પાંચ વર્ષનો પણ પ્રાથમિક સુવિધા પાંચ વર્ષ પછી ગટર, પાણી અને રસ્તો બનાવવાનો પ્રારંભ કર્યો છે પણ હજુ તે પણ પુરા કરવામાં આવ્યા નથી. ત્યારે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે અને મહાનગરપાલિકાને નોટિસ આપી છે. આ મામલે અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, કોર્ટમાં જવાબ કરી દેવામાં આવ્યો છે કે મહાનગરપાલિકાના નિયમ પ્રમાણે જ્યારે જે ગામ જ્યારથી મહાનગરપાલિકામાં ભળે ત્યારથી નિયમો લાગુ પડી જાય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયાને પૂછતાં તેમને જાણ નહીં હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો: બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે કરાયેલી પિટિશન સામે રેલવે વિભાગનો કોર્ટમાં જવાબ