ETV Bharat / city

ભાવનગરમાં ફ્લાય ઓવરના કામમાં સાઈડના રોડ ન વધારતા પ્રજા ટ્રાફિકની સમસ્યાથી પરેશાન - land of railway

ભાવનગર મહાનગરપાલિકાને રેલ્વે જમીન આપતું નથી અને રેલ્વે કહે છે કે, અમને કોઈ તકલીફ નથી. પરંતુ ફ્લાય ઓવરના ચાલતા કામમાં એક તરફની જગ્યા મળે તો રસ્તો પહોળો થાય અને ટ્રાફિક સમસ્યા હલ થઇ શકે. જોકે, બન્ને તંત્રના અધિકારીઓ ખો આપે છે અને ચૂંટાયેલા નેતાઓ થશે-ઠશેની નીતિમાં રાહમાં છે. પરંતુ રોજ-બરોજ ચાલતા હજારો નાગરિકની સ્થિતિ કફોડી છે. બે વર્ષમાં 6 મહિના વિતવા છતાં જગ્યા મળી નથી. 

ફ્લાય ઓવરના કામમાં સાઈડનો રોડ
ફ્લાય ઓવરના કામમાં સાઈડનો રોડ
author img

By

Published : Jun 8, 2021, 10:43 PM IST

  • ભાવનગરમાં દેસાઈનગરથી પ્રથમ ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો
  • અડધો કિલોમીટરમાં આવેલી રેલ્વેની જગ્યા રેલવે આપતું નથી
  • પ્રજાને સાંકડી ગલીમાંથી વાહનોને પસાર થતા ટ્રાફિક સમસ્યા સર્જાય

ભાવનગર : શહેરનો પ્રવેશ દ્વાર આખલોલ જકાતનાકા ત્યાંથી શહેરમાં પ્રવેશતા દેસાઈનગરથી પ્રથમ ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. ટ્રાફિક સમસ્યા હલ કરવા બનતો ઓવરબ્રિજ હાલ માથાનો દુ:ખાવો પ્રજા માટે બની ગયો છે. અડધો કિલોમીટરમાં આવેલી રેલ્વેની જગ્યા રેલવે આપતું નથી અને સાંકડી ગલીમાંથી વાહનોને પસાર થતા ટ્રાફિક સમસ્યા સર્જાય રહી છે. સ્થાનિક નેતાઓ અને સાંસદનું ક્યાંક ચાલતું ના હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

પ્રથમ ફલાય ઓવરબ્રિજ પ્રજા માટે માથાનો દુ:ખાવો

ભાવનગરનો પ્રથમ બની રહ્યો ફલાય ઓવરબ્રિજ માથાનો દુ:ખાવો પ્રજા માટે બની ગયો છે. ઓવરબ્રિજ બનતા હજુ બે વર્ષ જેવો સમય થવાનો છે એટલે બે વર્ષ ટ્રાફિક સમસ્યા યથાવત રહેવાની છે. પરંતુ જ્યાં ઓવરબ્રિજ બની રહ્યો છે તેની બન્ને બાજુ અડધો કિલોમીટર જેવી જગ્યા રેલ્વેની છે. જો એ આપવામાં આવે તો સમસ્યા હલ થઈ જાય તેમ છે. પરંતુ ફ્લાય ઓવર મંજૂર કર્યા પહેલાની માંગણી મહાનગરપાલિકા કરતી આવી છે અને હાલમાં પણ કરવા છતાં સ્થાનિક રેલ્વે તંત્રએ નનૈયો ભણી દીધો છે.

ફ્લાય ઓવરના કામમાં સાઈડનો રોડ
ફ્લાય ઓવરના કામમાં સાઈડનો રોડ

આ પણ વાંચો : લોકડાઉન-4માં ગુજરાતના પ્રથમ સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ સૂમસામ, જૂઓ આકાશી દ્રશ્યો...

રોડ વિભાગના અધિકારી અને રેલ્વેના અધિકારીઓ સાથે મિટિંગ થયેલી

ભાવનગરના મેયર પ્રથમ નાગરિક કહેવાય, આ મામલે મેયર કીર્તિબેન દાણીધરીયાને પૂછતાં તેમને જણાવ્યું હતુ કે, "વાટાઘાટો ચાલુ છે અને જમીન મળી પણ જશે. જોકે, રોડ વિભાગના અધિકારી અને રેલ્વેના અધિકારીઓ સાથે મિટિંગ થયેલી છે."

રેલ્વે તંત્ર સાથે વાતચીત કરવામાં આવી છે અને તેમને એક ફોર્મ ભરવાનું કહેલુ

જ્યારે રોડ વિભાગ અધિકારી એમ.ડી. મકવાણા સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, "અમારા તરફથી રેલ્વે તંત્ર સાથે વાતચીત કરવામાં આવી છે અને તેમને એક ફોર્મ ભરવાનું કહેલુ તે પણ ભરી આપ્યું છે. પરંતુ આગળ કોઈ રેલ્વે તંત્ર તરફથી જવાબ આવ્યો નથી.".

મહાનગરપાલિકાએ હજુ ભર્યું જ નથી

રેલ્વે તંત્રનું વલણ અંતે જાણતા ડી આર એમ પ્રતીક ગોસ્વામીએ જણાવ્યું હતું કે, "અમારે જમીન આપવામાં કોઈ તકલીફ છે જ નહિ પરંતુ જે પ્રક્રિયાનો ભાગ છે તે પૂરો કરવો પડે. એટલે મહાનગરપાલિકાએ ફોર્મ ભરવાનું છે. તે હજુ ભર્યું નથી અને કમિશ્નર સાથે પણ મારે વાત થઈ છે."

આ પણ વાંચો : રાજકોટમાં ઓવરબ્રિજ પરથી નીચે પટકાતા બાઈક ચાલકનું મોત

રેલ્વે તંત્ર સાથે વાટાઘાટો થઈ છે અને જમીન આપવાના છે

સાંસદ ભારતીબેન સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "રેલ્વે તંત્ર સાથે વાટાઘાટો થઈ છે અને જમીન આપવાના પણ છે. પરંતુ અત્યારે હું હાજર નહિ હોવાથી છેલ્લા એક મહિનામાં શુ થયું ખબર નથી. પરંતુ હું ત્યાં હતી ત્યારે સ્થળ વિઝીટ પણ મેં કરી છે. મહાનગરપાલિકામાં આગળ શું થયું તે જાણી લઈશ બાકી જમીન આપવાની ના પાડી નથી."

ઊચ્ચ કક્ષાના નેતાઓ ભાવનગરમાં હોવા છતાં દરેક કાર્યમાં વિઘ્ન

રેલ્વે કહે છે કે, અમને કોઈ તકલીફ નથી અને મહાનગરપાલિકા કહે છે કે, અમને જમીન મળતી નથી. ઊચ્ચ કક્ષાના નેતાઓ ભાવનગરમાં હોવા છતાં દરેક કાર્યમાં હંમેશા વિઘ્ન આવે છે. જોકે, રોડ વિભાગના અધિકારીએ તો પુરાવો આપ્યો છે કે, તેમને ફોર્મ રેલ્વેએ કહ્યા મુજબ ભરી આપ્યું છે. પરંતુ કદાચ ડીઆરએમ સાહેબને ખબર નહિ હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ તંત્ર વચ્ચેની રાજ રમતમાં પ્રજા પરેશાન છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.