ETV Bharat / city

Palitana Burnt Alive Woman Expired : પાડોશીએ જીવતી સળગાવેલી મહિલા મોતને ભેટી, હત્યાનો ગુનો નોંધાયો - પાલીતાણા પોલીસે હત્યાના આરોપીઓની ધરપકડ કરી

પાલીતાણામાં 20 ડીસેમ્બરે એક મહિલાને પાડોશી પરિવારે ગુલડિયાના નામને કારણે જીવતી સળગાવી હતી. જે મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત (Palitana Burnt Alive Woman Expired )નીપજ્યું છે. જેને પગલે હત્યાનો ગુનો નોંધાયો છે અને પોલીસે 3 વ્યક્તિની ધરપકડ (Palitana Police Arrested Accused of Murder) કરી છે.

Palitana Burnt Alive Woman Expired : પાડોશીએ જીવતી સળગાવેલી મહિલા મોતને ભેટી, હત્યાનો ગુનો નોંધાયો

author img

By

Published : Dec 24, 2021, 9:56 PM IST

ભાવનગરઃ પાલીતાણમાં 20 તારીખે શક્તિનગરમાં એક મહિલાને તેના પાડોશીએ જીવતી સળગાવી હતી. મહિલાના બાળકના ગલુડિયાના નામના કારણે પાડોશી પરિવારે રોષે ભરાઇને આ કૃત્ય કર્યું હતું. મહિલાને સર ટી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી જ્યાં તેનું મોત (Palitana Burnt Alive Woman Expired ) નીપજ્યું છે. પાડોશીએ સળગાવેલી મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતાં મામલો હવે હત્યામાં (Crime in Bhavnagar 2021) પરિણમ્યો છે.

આ પણ વાંચોઃ Palitana Neighbor Burned Woman Alive : ગલુડિયાના નામને કારણે પડોશીએ જીવતી સળગાવી

શું બન્યો બનાવ અને કોણે નોંધાવી પોલીસ ફરિયાદ

પોલીસ ફરિયાદમાં નોંધાવ્યા પ્રમાણે પાલીતાણાના શક્તિનગરમાં રહેતા કોળી પરિવારની મહિલાને 20 તારીખના રોજ બપોરે દોઢ કલાકની આસપાસ નાના દીકરા સાથે ઘરે હતી. ત્યારે પાડોશમાં રહેતા સુરાભાઇ ભરવાડ અને ઘેલાભાઈ ભરવાડ તેમજ રાજુભાઈ ભરવાડ તેના ઘરે આવીને મહિલાના ઘરમાં રહેલા ગલુડિયાનું નામ સુરાભાઈએ તેની પત્નીના નામ પરથી કેમ રાખ્યું તેમ કહીને ઝઘડો કર્યો હતો. ઝઘડો કરતા મહિલા પોતાના ઘરના રસોડામાં ચાલી ગઈ હતી. ત્યારે પાછળ આવેલા સુરાભાઇ ભરવાડ,ઘેલાભાઈ ભરવાડએ પોતાના હાથમાં રહેલા સફેદ કેનમાં કેરોસીન જેવું પ્રવાહી મહિલા ઉપર છાંટીને માચીસની દિવાસળી ચાંપી (Palitana Neighbor Burned Woman Alive) દીધી હતી. જેથી મહિલા સળગવા લાગી હતી અને સુરાભાઇ ભરવાડનો પરિવાર ઉભો ઉભો જોતો હતો અને બોલતો હતો કે ભલે સળગે તેવા શબ્દો બોલી રહ્યા હતાં. ઘટના સમયે તેવામાં પાડોશી અન્ય એક મહિલા અને ભોગ બનનાર મહિલાના પતિ આવી જતા આગ બુઝાવીને તાત્કાલિક બાઈક પર હોસ્પિટલ તરફ લઈ જતા રસ્તામાં 108 મળતા પાલીતાણા હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવી હતી. ઉપરોક્ત બનાવની વિગત ફરિયાદ (Crime in Bhavnagar 2021) દ્વારા ભોગ બનનાર મહિલાએ નોંધાવી હતી.

મહિલાનું મોત થતાં મામલો હત્યામાં ફેરવાયો છે

આ પણ વાંચોઃ ભાભીને સળગાવી દેનારા દિયરને આજીવન કેદની સજા ફટકારતી નડીયાદ કોર્ટ

3 આરોપીની હવે ધરપકડ થઈ

પાલીતાણાના શક્તિનગરમાં રહેતો મહિલાનો પરિવાર મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. ભોગ બનનાર મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે એમનો દીકરો ગલુડિયો લાવ્યો ત્યારથી તેનું નામકરણ થયેલું હતું. મહિલાનો મોટો દીકરો અને દીકરી શાળાએ ગયા હતા અને નાનો દીકરો ઘરે હતો તે સમયે બપોરના સમયે બનાવ બન્યો હતો. બનાવના બીજા દિવસે ડીએસપી જયપાલસિંહ રાઠોરે જણાવ્યું હતું કે સમગ્ર બનાવ ક્રિટિકલ છે અને પોલીસ તપાસ કરી રહી છે અને આરોપીને પણ શોધી લેવાયા છે. પરંતુ આગળની કાર્યવાહી બાદમાં થશે. જો કે ત્રણ દિવસ બાદ 80 ટકા દાઝી ગયેલા નીતાબેન જેન્તીભાઈ સરવૈયા ઉંમર વર્ષ 35નું સારવાર દરમ્યાન મૃત્યુ (Palitana Burnt Alive Woman Expired ) થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ ત્રણ લોકોની (Palitana Police Arrested Accused of Murder) ધરપકડ કરાઈ છે. ફરિયાદ પ્રમાણે 4 પુરુષો અને 2 મહિલાના નામ (Crime in Bhavnagar 2021) નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.