- ભાવનગરમાં મચ્છરો માટે અર્બન વિભાગ ઓછા કર્મચારીમાં કરે છે કામ
- શહેરમાં ચોમાસામાં મચ્છરોનો સૌથી વધુ ત્રાસ પણ તંત્રના ચોપડે કેસ નહિવત
- ચોમાસામાં ઘરે ઘરે જઈને કાર્યકર મહિલાઓ નાખે છે પોરાનાશક દવા
ભાવનગર: શહેરમાં કોરોના કાળમાં સામાન્ય રોગો લોકોના ધ્યાનમાં પણ આવતા નથી. શહેરમાં ચોમાસા (Bhavnagar monsoon) નો પ્રારંભ થઇ ગયો છે. શહેરમાં કેટલાક સ્થળો પર નીચાણ કે ખાડો હોવાના કારણે પાણી ભરાય જાય છે. અર્બન વિભાગ ઘરે ઘરે દવા છંટકાવ કરીને સંતોષ માની રહી છે મહેકમ ઓછું છે તો ત્યાં કોન્ટ્રાકટના વ્યક્તિઓ મારફત કામ કરાવવામાં આવે છે.
ભાવનગરમાં ચોમાસા બાદ શહેરની સ્થિતિ
ભાવનગર શહેરમાં ચોમાસુ આવતા ઠેક ઠેકાણે પાણી ભરાઈ જાય છે. ત્રણ ચાર મહિના સુધી ચાલુ રહેતા વરસાદના પગલે ખાડાઓ ભરેલા રહે છે. આવા અનેક ખાડાઓ શહેરમાં જોવા મળે છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં તો સમસ્યા રહેતી હોય છે, શહેરમાં ચોમાસામાં મેલેરિયાના માત્ર 3 કેસ (cases of malaria) છે જ્યારે કેટલાક કેસો સામે પણ નહીં આવતા હોય તેવા પણ કિસ્સાઓ બનતા હોય છે. મચ્છરોનો ત્રાસ ચોમાસામાં વધી જાય છે અને બાળકોથી લઈને મોટાઓ ભોગ બનતા હોય છે.
આ પણ વાંચો: મહેસાણામાં ચોમાસાની સીઝનમાં ડેન્ગ્યુ અને મેલેરિયા અટકાવવા ગપ્પી માછલીઓ પ્રયોગ
વરસાદી પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ રોકવા તંત્રની સ્થિતિ
ભાવનગરમાં બહેનો કાર્યકર રાખવામાં આવ્યા છે. જે ઘરે ઘરે જઈને પોરા નાશક દવા નાખે છે એ સિવાય જો મચ્છરોનો ત્રાસ વધે તો ફોગીંગ મશીનો 25 જેટલા છે પણ નિયમ એવો છે કે મચ્છર ભલે હોય મેલેરિયાનો કેસ આવે તો જ ફોગીંગ એ જ વિસ્તારમાં થાય છે. બાકી અન્ય મચ્છરોનો ત્રાસ હોય તો અર્બન વિભાગ ફોગીંગ કરતું નથી. શહેરમાં એક માત્ર અર્બન વિભાગનું મહેકમ 95 નું છે પણ હાલ 35 લોકો પર કામગીરી થાય છે. મતલબ સીધો છે કે કામગીરી જેવા પ્રકારની થતી હશે. અર્બન વિભાગ ઘરે ઘરે પોરા નાશક દવા નાખવાના અને ખાડાઓમાં દવા નાખીને સંતોષ માની રહ્યું છે.