- મૃત્યુ નોંધણીનું ETV BHARATએ કર્યું રિયાલિટી ચેક
- બારીઓ પર લોકોના મત જાણવાની કોશિશ કરી
- ડેથ સર્ટિફિકેટમાં કોરોનામાં મૃત્યુ છતાં કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી
ભાવનગર: જિલ્લામાં કોરોના સમયમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારોને ડેથ સર્ટિફિકેટ માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. મૃત્યુ નોંધણી માટે ઓનલાઇન વ્યવસ્થા બાદ હવે રૂબરૂ મહાનગરપાલિકામાં ડેથ સર્ટિફિકેટ માટે બારીઓ ખોલી દેવામાં આવી છે. ત્યારે ETV BHARAT દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ: પતિ-પત્નીએ એકબીજાનું ડેથ સર્ટિફિકેટ રજૂ કરી LICમાંથી ક્લેમના 40 લાખ રૂપિયા મેળવ્યાં
મહાનગરપાલિકાની મૃત્યુ નોંધણીનું ETV BHARATએ કર્યું રિયાલિટી ચેક
ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાએ કોરોનામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારોને ડેથ સર્ટિફિકેટ માટે શું સ્થિતિ છે તે જાણવાની કોશિશ કરી હતી. ETV BHARATની ટીમ મહાનગરપાલિકાએ પહોંચીને ખોલવામાં આવેલી મૃત્યુ નોંધણીની બારીઓ પર લોકોના મત જાણવાની કોશિશ કરી હતી.
ઓનલાઈનના કારણે ભીડ નહીં થાય અને ડિસ્ટન્સ જળવાશે
આવેલા લોકો સાથે વાતચીત કરતા તેમને કોઈ તકલીફ નહીં હોવાનું અને દસ્તાવેજો આપતાની સાથે બીજી બારી પરથી મૃત્યુનો દાખલો મળી જતો હોવાનું જણાવ્યું હતું. જ્યારે ઓનલાઇન બાબતે આવેલા નાગરિકે જણાવ્યું હતું કે, સારી બાબત છે કે ઓનલાઈનના કારણે ભીડ નહીં થાય અને ડિસ્ટન્સ જળવાશે.
આ પણ વાંચો: પૂર્વ મુખ્યપ્રધાન જીતનરામ માંઝીએ રસીના પ્રમાણપત્ર પર વડાપ્રધાન મોદીની તસ્વીર સામે વાંધો ઉઠાવ્યો
ડોક્ટરના ડેથ સર્ટિફિકેટ પરથી જ નક્કી થશે કે આ કોરોનામાં મૃત્યુ થયું છે
ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, સૌથી વધુ મોત 2021માં એટલે કે બીજી લહેરમાં થયા છે. ડેથ સર્ટિફિકેટમાં કોરોનાથી મૃત્યુ થયાનું કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી. મૃત્યુના દાખલ માટે લાઈનમાં ઉભું રહેવું પડે તેમ નથી. કારણ કે જેને ટેક્નોલોજીનું જ્ઞાન છે તે ઓનલાઇન મેળવી રહ્યા છે. જ્યારે ટેકનોલોજીના જ્ઞાન વગરના લોકો માટે મહાનગરપાલિકામાં બારીઓ ખોલવામાં આવી છે. અધિકારીએ પોતાનો મત જાણ્યા બાદ સમસ્યા એ ઉભી થઇ છે કે, વ્યક્તિ કોરોનામાં મૃત્યુ પામ્યો છે તેની કોઈ નોંધ મૃત્યુના દાખલામાં નહિ હોવાથી તેથી ડોક્ટરના ડેથ સર્ટિફિકેટ પરથી જ નક્કી થશે કે આ કોરોનામાં મૃત્યુ થયું છે.