ભાવનગર હાથીયા નક્ષત્રમાં ભાવનગરમાં નવરાત્રીનાં બીજા નોરતે (Navratri in Bhavnagar) વરૂણદેવ રિજાઈ જતા ખેલૈયાઓ રિસાઈ ગયા હતા. બીજા નોરતે રાત્રે 7 કલાક બાદ મેઘરાજાની એન્ટ્રી થતા સમગ્ર શહેર વરસાદના પાણીમાં તરબતોળ થઈ ગયું હતું. ગરબા રમવા માંગતા ખેલૈયાઓમાં વરસાદને પગલે નિરાશા વ્યાપી ગઈ હતી. પરંતુ બે કલાકમાં વરસાદ થોભી ગયા બાદ શહેરમાં મોડેથી કેટલાક સ્થળો પર ગરબાની રમઝટ બોલી હતી. એક માત્ર અન્ડરબ્રિજ બંધ થતાં હાલાકી પણ લોકોએ ભોગવી હતી. (Bhavnagar rains Underbridge flooded)
બીજા નોરતે મેઘરાજાની એન્ટ્રી ભાવનગરમાં ધમાકેદાર એન્ટ્રીથી આવેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ગરબી મંડળો પણ પાણીને કારણે ભીંજાઈ જાતા બીજા નોરતે ખેલૈયાઓનો રાસ રમવાનું ટળ્યું હતું. શહેરમાં મોટા થતા કાર્યક્રમોમાં ગ્રાઉન્ડમાં પાણી ભરાવાને કારણે ગરબા રમવાનું બીજા દિવસે બંધ રહેવાની ચિંતા વ્યાપી ગઈ હતી. આમ બીજા દિવસે મોસમ વિભાગની આગાહી પ્રમાણે નવરાત્રીમાં મેઘરાજા વિઘ્નરૂપ બન્યા હતા. પરંતુ વરસાદ રાત્રે 7 થી 9 બે કલાક આવતા શહેરમાં ગરબા રમી શકાય તેવા સ્થળો પર રાત્રે ગરબાઓ રમઝટ બોલતા ખેલૈયાઓ ફરી આનંદિત થયા હતા.
વરસાદથી અન્ડરબ્રિજ થયો પાણીમાં ગરકાવ શહેરના કુંભારવાડા વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ મુશ્કેલીનું કારણ રેલવે ફાટક અને ત્યાં બનાવવામાં આવેલો અંડરબ્રિજ બન્યો હતો. થોડો ભારે વરસાદ પડતાની સાથે ભાવનગરનો એકમાત્ર કુંભારવાડાના અંડરબ્રિજ કુવામાં તબદીલ થઈ ગયો હતો. ત્યારે બીજા નોરતે અંડર બ્રિજમાં પાંચ ફૂટ જેટલુ પાણી ભરાઈ જતા અને રેલવે ફાટક બંધ હોવાથી વાહનોની લાઈનો લાગતા ટ્રાફિક સમસ્યા સર્જાય હતી.(Navratri 2022 in Bhavnagar)
અંડરબ્રિજ બંધ થતા રોષ વરસાદને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. તો બીજી તરફ રેલવે ફાટક દર 20 મિનિટે ખૂલતું હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે લોકોએ અંડરબ્રિજ બંધ થતા રોષ વ્યક્ત કર્યો હતો. ભાવનગર સરકારી ચોપડે માત્ર 9 mm વરસાદ નોંધાયો હતો. પરંતુ બે કલાક આવેલા વરસાદમાં એક ઇંચ વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. (Navratri in Bhavnagar rains)