ETV Bharat / city

ભાવનગર રત્ન કલાકાર હત્યાકેસના આરોપીઓની ધરપકડ, પોલીસ ચોપડે હિસ્ટ્રી શીટર છે બંને યુવકો - History sheeter in Bhavnagar Police Book

ભાવનગરમાં કુમુદવાડી વિસ્તારમાં સાવ નજીવી બાબતમાં હત્યાનો બનાવ બન્યો હતો. ચાલીને જતાં હર્ષદ ઝાપડીયા નામના રત્ન કલાકારનો હાથ બાઇકને હાથ અડી જવાના મામલે છરી મારવામાં આવી હતી જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે ભાવનગર પોલીસે આરોપી બાઇકસવારોની ધરપકડ કરવામાં આવી છે. Murder case of Bhavnagar Diamond Worker , Police Arrested Accused , Harshad zapadiya Murder Accused Arrested , ASP Saffin Hasan

ભાવનગર રત્ન કલાકાર હત્યાકેસના આરોપીઓની ધરપકડ, પોલીસ ચોપડે હિસ્ટ્રી શીટર છે બંને યુવકો

author img

By

Published : Sep 12, 2022, 9:48 PM IST

ભાવનગર આજના આધુનિક યુગમાં વધતી જતી સમસ્યાઓમાં લોકોના મન ઉપર કાબૂ રહેતો નથી. મૂછના દોરા ફૂટ્યા હોય તેવા નવયુવાનો આડા રસ્તે ચડી રહ્યા હોવાનું આ દાખલો સમજી શકાય છે. ગઈકાલે ભાવનગરના બોરતળાવ કુમુદવાડીના નાકે હર્ષદ ઝાપડીયા નામના શખ્સની હત્યા નાનકડી એવી બાબતમાં થઈ હતી. હત્યા કરનાર 20 અને 23 વર્ષીય બંને યુવકો ઝડપાઇ ગયા છે.

હત્યા કરનાર 20 અને 23 વર્ષીય બંને યુવકો ઝડપાઇ ગયા

બંને આરોપીની ધરપકડ ભાવનગરના બોરતળાવમાં કુમુદવાડીના નાકે ચાલીને જતા બે શખ્સોને બાઇક લઈને આવતા બે શખ્સો સાથે હાથ અથડાવા બાબતે બે બાઇકચાલકોએ છરી મારી દીધી હતી.જેમાં મૂળ ધોલેરા પંથકના હર્ષદ ઝાપડીયાનું સારવાર દરમિયાન મૃત્યુ થતા પોલીસે આરોપીઓને હત્યાના ગુન્હામાં બંનેને ઝડપી લીધા છે.

હુમલાનો બનાવ હત્યામાં પરિણમ્યો બોરતળાવના કુમુદવાડી જવાના નાકે ચાલીને જતા પારસ અને હર્ષદ ઝાપડીયાને પાછળથી બાઇક લઈને આવતા અજાણ્યા શખ્સો સાથે હાથ અથડાઈ ગયો હતો. હાથ અથડાતા બાઇકચાલકો ઉભા રહ્યાં અને બાદમાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બાઇક પર સવાર યુવકે હર્ષદ ઝાપડીયાને છરી મારી દીધી હતી. ગંભીર હાલતે હર્ષદ ઝાપડીયાને કુટુંબીભાઈ હોસ્પિટલ લઈ ગયો હતો. પરંતુ સારવાર દરમિયાન મૂળ ધોલેરા પંથકના અને ભાવનગરમાં હીરા ઘસવાનું કામ કરતા હર્ષદ ઝાપડીયાનું મૃત્યુ થયું હતું. બનાવ બાદ કુટુંબી ભાઈ પારસ ઝાપડીયાએ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

હત્યા આરોપી નવયુવાનો પર મારામારી અને ચેઇન સ્કેચિંગના ગુના સામાન્ય બાબતમાં થયેલી હત્યામાં બોરતળાવ પોલીસે બંને અજાણ્યા શખ્સોની તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે ઘોઘા જકાતનાકા પાસે રહેતા 20 વર્ષીય સંતોધ ઉર્ફે સોંડા કાનજીભાઈ કેસુભાઈ મકવાણા અને મેપાનગર પોપટભાઈની વાડીમાં રહેતા રવિ ઉર્ફે ભુરો મથુરભાઈ બચુભાઇ મકવાણા ઝડપાઇ ગયા હતાં. એએસપીએ જણાવ્યું હતું કે છરી હુલાવવાનું કારણ બાઇક ચલાવતા હાથ સ્પર્શવાનું જ સામે આવ્યું છે. જ્યારે આ બંને આરોપીઓ અગાઉ મારામારી અને ચેઇન સ્કેચિંગ જેવા ગુનામાં ઝડપાયેલા છે. Murder case of Bhavnagar Diamond Worker , Police Arrested Accused , Harshad zapadiya Murder Accused Arrested , ASP Saffin Hasan , Bhavnagar Police Harshad zapadiya Murder Case 2022 , History sheeter in Bhavnagar Police Book , Bhavnagar Crime news

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.