ભાવનગર : ભાવનગર શહેર તેમની સ્થાપનાના 299માં જન્મદિવસ ભરપુર (Bhavnagar Founding Day 2022) ઉજવણી કરી હતી. આ ઉજવણીના ભાગીદાર થવા માટે દેશ દુનિયાના અનેક લોકો આવ્યા હતા. ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારતમાંથી ભાવનગરને તેમના જન્મદિવસે શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો હતો. ત્યારે મોરારીબાપુએ ઉત્તર પ્રદેશના લલિતપુરથી સમગ્ર આયોજન માટે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને અને અન્ય સૌને અભિનંદન આપીને આ (Morari Bapu on Bhavnagar Founding Day) કાર્યક્રમના માટે રાજીપો વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો : Happy Birthday Bhavnagar : 300 વર્ષથી ગોહિલવાડની ધરતી આજે પણ ગુજરાતનું ધબકતું હૃદય
"કૃષ્ણકુમારસિંહજીને સન્માનવા જોઈએ" - કથાકાર મોરારી બાપુએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે એક નમ્ર સૂચન પણ કર્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ અને ભાવનગરનો જન્મદિવસ નિમિત્તે મારા મનમાં એક નમ્ર વિચાર જન્મે છે. જો કે હું કોઈ અપેક્ષા રહિત રહ્યો છું અને કહેવા ઈચ્છું છું. પરંતુ ભાવનગર રાજ્યના એક નાના ગામના નિવાસી તરીકે હું ઈચ્છું કે ભાવનગરના એ મહારાજા સાહેબ કે જેમણે સમગ્ર દેશમાં સૌથી પહેલાં પોતાનું રાજ્ય અર્પણ કરેલું. તેવા નેક દિલ નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને (Maharaja Krishnakumar Singhji) મરણોત્તર ભારત રત્નથી સન્માનવા જોઈએ.
આ પણ વાંચો : Conference in Ujjain for Hindu Calendar : અહીં ચર્ચા એ ચાલી કે એક કેલેન્ડર શક્ય છે કે નહીં, શું તારણ મળ્યું જાણો
લોકોએ મોરારી બાપુનું આવકાર્યુંં - આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગરના એરપોર્ટને વિકસિત કરીને તેની સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ જોડવું જોઈએ એવું મારું નમ્ર સૂચન છે. ભાવનગરનું એરપોર્ટ એકદમ આધુનિક બને અને તેનું નવું (Happy Birthday to Bhavnagar) નામાભિધાન કરવામાં આવી શકે. જ્યારે બાપુએ ભાવનગર રાજ્યના મહારાજાનું ગૌરવ વધે તે માટેના કરેલા નમ્ર સૂચન માટે સૌ કોઈએ તેમને આવકાર આપી રાજકીય રીતે તેને બળ મળે તેમ સૌ કોઈ ભાવનગરવાસીઓ ઈચ્છી રહ્યા છે.