- માનસિક ઇમ્યૂનિટીમાં કોરોનાની ભયંકર અસર
- શહેરમાં 6.5 લાખની વસતીમાં 15 ટકા લોકોને અસર
- બાળકોમાં પણ ગંભીર અસર જોવા મળી
ભાવનગર : શહેરમાં કોરોનાની પહેલી અને બીજી લહેરમાં લોકોની શારીરિક ઇમ્યૂનિટી સાથે માનસિક ઇમ્યુયુનિટી ( Mental Immunity ) પણ ખતમ થઈ ગઈ છે. ભાવનગર શહેરના એક માત્ર મનોચિકિત્સક ( Psychiatrist ) ડો શૈલેષ જાની સાથે ETV BHARAT એ ખાસ વાતચીત કરી હતી.
આ પણ વાંચો: કોવિડ પ્રોટોકોલનું પાલન નહિ થાય તો ત્રીજી લહેર સાબિત થશે ઘાતક - સભ્ય, IMA ગુજરાત બ્રાન્ચ
માનસિક ઇમ્યૂનિટી ઘટી
ભાવનગર શહેરમાં કોરોનાની પહેલી લહેર બાદ બીજી લહેરમાં લોકોની માનસિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે. જેમાં ચિંતા અને કોરોનાં થવાનો ભય જેવી બાબતોનો સમાવેશ થાય છે. રોજના આશરે 5થી 7 કેસો કોરોના કાળમાં શૈલેષ જાનીની હોસ્પિટલમાં આવતા હતા, જ્યારે સમગ્ર શહેરમાં એવા પણ લોકો હશે જે મનોચિકિતસ્ક પાસે ગયા જ નથી. મહિને બાળકોના આશરે 60 જેટલા કિસ્સા આવતા હતા. આ ઉપરાંત, પતિ-પત્નીના કેસોની એવરેજ પણ રોજની 5 આસપાસ રહી છે, એટલે શહેરની 6.5 લાખની વસ્તીમાં આશરે 15 ટકાથી વધુ લોકોની માનસિક ઇમ્યૂનિટી નબળી પડી છે.
આ પણ વાંચો: આખેઆખા મહોલ્લાઓ અને શેરીઓ થશે સંક્રમિત થશે - IMA પ્રમુખ, રાજકોટ
કોરોનામાં લોકોમાં જોવા મળી અસર
ભાવનગર શહેરમાં કોરોનામાં બાળકો પણ બાકાત રહ્યા નથી, ત્યારે કેવો ડર ઉભો થયો હતો, જેમાં સૌથી વધુ અસર બીજી લહેરમાં થઈ હતી. ભાવનગરમાં કોરોના ફોબિયા થવા પામ્યો હતો. સામાન્ય શરદી, ઉધરસ, તાવ આવવાથી લોકો ગભરાહટ અનુભવી રહ્યા છે. મને કોરોના હશે તેવો ડર સતાવી રહ્યો છે. કોરોના શબ્દોથી સ્ટ્રેસ, બીમારી થવાનો ભય, ભવિષ્યની ચિંતા, બીમારીની અનિશ્ચિતતાનો મોટા લોકોમાં ફોયા ઉત્પન્ન કર્યો છે, જયારે બાળકોમાં અંગુઠો ચૂસવો, શાળામાં તોફાની વૃત્તિ, નિશાળે જવાનો ડર, બોલવા લખવાની ગણિત ગણવાની કે વાંચવામાં ભુલ થવી. ઊંઘમાં પેશાબ થવો, ભાઈ બહેનો વચ્ચે ઝગડા જેવા કિસ્સા બની રહ્યા છે.