ETV Bharat / city

ભાવનગરમાં સોસિયાની કેરીનું આગમન: કાચી કેરી 100ની આસપાસ રહેતા લોકોને સ્વાદ ફિક્કો પડશે

ભાવનગર શહેરમાં કેરીનું આગમન થઈ ચૂક્યું છે પણ ભાવ ઊંચાઈએ છે. કાચી કેરી 100 રૂપિયે કિલો એટલે કેરીના ભાવ 2,000 રૂપિયાની મણ છે. તેની પાછળ ઓછું ઉત્પાદન અને કોરોનાકાળને કારણે આવક ઓછી હોવાથી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ વર્ષ પણ ગયા વર્ષની જેમ કેરીના સ્વાદ વિહોણું નીવડે તો નવાઈ નહીં.

ભાવનગરમાં સોસિયાની કેરીનું આગમન
ભાવનગરમાં સોસિયાની કેરીનું આગમન
author img

By

Published : Apr 24, 2021, 4:50 PM IST

  • ભાવનગરમાં સોસિયાની કેરીનું આગમન
  • કેરીના ભાવ 2,000 રૂપિયાની મણ
  • આ વર્ષ પણ ગયા વર્ષની જેમ કેરીના રહેશે સ્વાદ વિહોણું

ભાવનગર: શહેરમાં કેરીનું આગમન થઈ ચૂક્યું છે. કેરીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કારણ કે ચાલુ વર્ષે આંબામાં આવેલા મોર અને કેરી ખરવાના કારણે ઉત્પાદન ઓછું થયું છે, ત્યારે એપ્રિલમાં કેરી બજારમાં આવવા લાગી છે. જેમાં ભાવનગરના સોસિયાની કેસર કેરીની પણ આવક શરૂ થઈ છે.

કાચી કેરી 100ની આસપાસ રહેતા લોકોને સ્વાદ ફિક્કો પડશે

આ પણ વાંચો: કમોસમી વરસાદથી ભુજમાં કેરીના પાકને નુક્સાન

કેરીની આવકમાં ઘટાડાનું કારણ આખરે શું...?

ભાવનગર જિલ્લામાં સોસિયા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે અને મોટી સંખ્યામાં સોસિયાની કેસર કેરી ભાવનગરમાં આવતી હોય છે સાથે એક્સપોર્ટ પણ થતી હોય છે, ત્યારે ચાલુ વર્ષે આંબામાં બેસેલા મોર ખરવાના કારણે કેરીઓ આંબામાં ઓછી જોવા મળે છે. કેરીઓના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. આથી ઉનાળામાં કોરોનાકાળમાં કેરીનો સ્વાદ લેવો પણ ઘણા લોકો ચૂકી જાય તો નવાઈ નહીં.

આ પણ વાંચો: કોરોના કહેરમાં કેરીનું ઉત્પાદન લેતા ખેડૂતો માટે બેવડો માર

કેરીની બજારમાં થઈ આવક

ભાવનગરની મુખ્ય બજારમાં કેરીનું આગમન થયું છે. જિલ્લાના અલગ-અલગ આંબાવાડીઓના આંબાની અને સોસિયાના આંબાઓની કેરીઓ આવી ચૂકી છે. સોસિયા સિવાયના વિસ્તારની કેરીના ભાવ 1,500થી લઈને 2,200 સુધી છે. જેમાં ફળ નાનાં-મોટા હોવાને કારણે ભાવમાં તફાવત રહે છે. જોકે સોસિયાની કેરી 2,000 હજાર ઉપર મણના ભાવ છે એટલે કાચી કેરી કિલો 100 રૂપિયે પડતર થતાં તેને ગ્રાહક સુધી પહોંચવાના નફા સાથે ગ્રાહકને 150થી 200 સુધી કિલોના હાલ ભાવ ચૂકવવા પડશે. જોકે કેરીનું ઓછું ઉત્પાદન હોવાથી અને કોરોનાના કારણે આર્થિક સ્થિતિને પગલે કેરીના ભાવ 100થી નીચે જવાના એંધાણ જોવા મળતા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.