- શિવ ચાલીસાનું પઠન નિત્યક્રમ સુર અને લયબદ્ધ કરવાથી શ્રેષ્ઠ ફળ
- તપસી બાપુની વાડીમાં ચાલતી પાઠશાળામાં નિત્યક્રમ ઋષિકુમારોનું પઠન
- ETV BHARAT જણાવે છે કેમ કરાય શિવ ચાલીસાનું સુર અને લયબદ્ધ પઠન
ભાવનગર: શહેરમાં શ્રાવણ માસમાં શિવાલયો ભક્તોથી ભરાઈ રહ્યા છે. ત્યારે ભગવાન શિવને વધુ પ્રસન્ન કરી શ્રેષ્ઠ ફળ મેળવવા શિવ ચાલીસાનું પઠન કરવામાં આવે છે. જો કે આ પઠન સુર અને લયમાં તેમજ સ્થાપન કરીને કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. ETV BHARAT આપને સુર અને લયબદ્ધબ કેમ પઠન કરવું અને સ્થાપન કરી કેમ શિવ ચાલીસા કરવા તેના વિશે જણાવે છે.
શ્રાવણ માસ એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભકતોને મળેલી તક
શ્રાવણ માસ એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભકતોને મળેલી એક તક છે. શ્રાવણ માસમાં શિવને માત્ર જળ, બીલીપત્રથી પ્રસન્ન કરી શકાય તેવું નથી. શિવને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેક, શિવસ્ત્રોત, શિવ ચાલીસા, શિવ મહીંમ્ન વગેરેનું નિત્ય પાઠ કરવામાં આવે તો પણ થાય છે. ત્યારે કળિયુગમાં માનવ જાતી માટે સરળ સુર અને લયબદ્ધ રીતે શિવ ચાલીસાનો પાઠ કરવામાં આવે તો ભગવાન શિવ શ્રેષ્ઠ ફળ જરૂર આપે છે.
શિવ ચાલીસાનું મહત્વ શુ છે ? કેમ તેનું ઉચ્ચારણ અને પઠન કરવું જોઈએ
સમગ્ર ભારત વર્ષમાં શિવ ભક્તો સવારથી પ્રથમ કર્મ ઉઠીને સ્નાન કરી પોતાના પ્રિય ઈશ્વર શિવને પ્રસન્ન કરવા શિવાલયોમાં પહોંચી જાય છે, પણ એવા પણ ભક્તો છે જે ઘરે બેસીને ભગવાન શિવની ઉપાસના કરતા હોય છે ત્યારે અમે તમને જણાવવા માંગીએ છીએ કે, શિવ ચાલીસાનું કેવી રીતે પઠન અને પૂજા કરવાથી ભગવાન શિવ શ્રેષ્ઠ ફળ ચોક્કસ આપે છે. જ્યોતિષી અને પંડિત ભાવિક મહેતા જણાવે છે કે, શિવ ચાલીસાનું ઉત્તમ ફળ છે તેને શિવ નામાવલી પણ કહેવામાં આવે છે. ઋષિકુમારો પાઠશાળામાં નિત્ય પઠન કરે છે. વિદેશમાં રહેતા ઈંગ્લીશ કે અન્ય માધ્યમમાં અભ્યાસ કરતા બાળકો પણ ઓનલાઇન માધ્યમથી શિવ ચાલીસાનું પઠન કરીને ભક્તિ કરી શકે છે. સુર અને તાલ બદ્ધ રીતે જો પઠન કરવામાં આવે અને તેમાં જો સંગીત ભળે તો ઉત્તમ ફળ મળે છે. શિવ ચાલીસાનું સુર અને લયબદ્ધ પઠન કરવાથી શબ્દ તૂટતો નથી અને સ્પષ્ટ ઉચ્ચારણ થઈ શકે છે.
આ પણ વાંચો: અન્ય દેવી-દેવતાઓએ ત્યજેલા શણગારને શિવે કર્યા ધારણ
શિવ ચાલીસાનું સુર લયબદ્ધ પઠન શા માટે અને કેમ કરાય અચૂક જુઓ
ભાવનગરની તપસી બાપુની વાડીમાં આવેલી સંસ્કૃત પાઠશાળામાં આવતા ઋષિકુમારોને નિત્ય શિવ ચાલીસાનું સુર અને તાલ બદ્ધ રીતે પઠન કરાવવામાં આવે છે. શિવ નામ માત્રથી ક્લાયન છે ત્યારે હિન્દૂ ધર્મની સંસ્કૃતિ અને કોરોનાકાળ બાદ ધર્મ વિશે જાગેલી પ્રેરણા બાદ લોકોને ઈશ્વર તરફ શ્રદ્ધાનો પણ વધારો થયો છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં શિવ ચાલીસાનું પઠન કોઈ પણ વર્ગનો વ્યક્તિ પોતાના ઘરે ધૂપ, નિવેધ અને શિવ પ્રતિમા સામે કળશ મૂકીને સુર અને લયમાં નિત્ય પઠન કરે તો શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. જુઓ ETV BHARAT દ્વારા પ્રસ્તુત સુર અને તાલ બદ્ધ શિવ ચાલીસા ઋષિકુમારોનું.