ETV Bharat / city

કોરોનાની ત્રીજી લહેર કેવી હશે તે કહેવુ મુશ્કેલ છે : ડો. સુશીલ ઝા

ભાવનગર શહેરમાં સર ટી હોસ્પિટલમાં ENT વિભાગના હેડ ડો સુશીલ ઝાએ ETV Bharat એ ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ત્રીજી લહેરમાં સાવચેતી ખૂબ જરૂરી છે અને વેકસીન એક માત્ર ઉપાય છે ત્રીજી લહેરમાં શુ થઈ શકે કહેવું શક્ય નથી પણ સરકારે ત્રીજા ડોઝનો પ્રારંભ ત્રીજી લહેર આવે તે પહેલાં કરવો જોઈએ.

corona
કોરોનાની ત્રીજી લહેર કેવી હશે તે કહેવુ મુશ્કેલ છે : ડો. સુશીલ ઝા
author img

By

Published : Jul 17, 2021, 11:42 AM IST

  • કોરોનાની ત્રીજી લહેર વિશે સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ
  • કોરોનાએ એક ગાંડા હાથી જેવો છે
  • ત્રીજી લહેર સામે રસીનો ત્રીજો ડોઝ જરૂરૂ

ભાવનગર: કોરોનાની બીજી લહેર સામે થોડા અંશે શહેરે જીત મેળવી હતી, પણ બીજી લહેરમાં મ્યુકોરમાયકોસીસ જેવા ફંગસ જેવા રોગ પણ ફેલાયા હતા અને લોકોને પોતાના શરીરના અંગો ગુમાવ્યા તો કેટલાકના કોરોના અને ફંગસ સાથે હોવાથી જીવ ગુમાવ્યા હતા. હાલમાં કોરોનાની ત્રીજી લહેરની ચર્ચા ચારે તરફ ચાલી રહી છે. આ બાબતે ETV Bharatએ ભાવનગરના ENT વિભાગના હેડ સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે કોરોનાને ગાંડા હાથી જેવો ગણાવ્યો હતો.

ભાવનગરમાં બીજી લહેર બાદ ત્રીજીમાં શું શક્યતા

શહેરમાં બીજી લહેરમાં લોકો કોરોનામાંથી નીકળીને ફંગસમાં ફસાયા હતા. ત્રીજી લહેરમાં અનેક શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ETV Bharat એ ભાવનગર સર ટી હોસ્પિટલના ENT વિભાગના હેડ ડો સુશીલ ઝા સાથે વાતચીત કરી હતી. સુશીલ ઝાએ જણાવ્યું હતું કે કોરોના એક સવો વાયરસ છે કે તેના બદલતા વેરિયન્ટ બાદ વાયરસ શુ શુ અસર કરે છે તેની કોઈ ભવિષ્યવાણી થઈ શકતી નથી. વેરિયન્ટ આવ્યા બાદ તેના લક્ષણો અને શરીરમાં ક્યાં કેવી અસર કરે છે તે ફેસ થયા પછી ખ્યાલ આવે છે શરીરમાં કોઈ પણ ગડબડી થઈ શકે છે.

કોરોનાની ત્રીજી લહેર કેવી હશે તે કહેવુ મુશ્કેલ છે : ડો. સુશીલ ઝા

આ પણ વાંચો : કોરોના રસી લેવાથી મ્યુકરમાઇકોસિસથી પણ બચી શકાય: રાજકોટ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ

ત્રીજો ડોઝ જરૂરી

શહેરમાં બીજી લહેરમાં મ્યુકોરમાયકોસીસ રોગે પણ માથું ઊંચક્યું હતું અને ENT વિભાગના હેડ ડો સુશીલ ઝાએ તેમના 22 વર્ષના કારકિર્દિમાં પહેલી વખત આટલા બધા કેસો જોઈને અચંબિત થઈ ગયા હતા. ડો.સુશીલ ઝાનું કહેવું છે છે વેરિયન્ટ બદલાયા બાદ કોરોના શુ કરશે તેની ભવિષ્યવાણી ન કરી શકાય. કોરોનાને નાથવા સ્ટીરોઈડ લેવામાં આવી અને બાદમાં ફંગસના રોગો સામે આવ્યો. કોરોનાને મારવા માટે માણસની ઇમ્યુનિટી જ એક માત્ર ઉપાય છે માટે કોરોનાને નાશ કરવા માટે વેકસીન ખૂબ જરૂરી છે અને ત્રીજા ડોઝ માટે સરકાર વિચારવું જોઈએ. ડેલ્ટા વેરિયન્ટ પ્રસરે તે પહેલાં વેકસીનેશન અને ત્રીજો ડોઝ જ બચાવી શકશે.

આ પણ વાંચો : ભારતમાં કોવિડ-19 ત્રીજી લહેરને લઇને તૈયારીઓ શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.