ભાવનગર ફ્રાન્સ સાથે 50 વર્ષથી નાગરિક સંબંધ અને કૌટુંબિક સંબંધ (Bhavnagar France Family relation) ચાલ્યો આવે છે. હા સૌ ભાવનગરીઓ આ જરૂર વિચારતા હશે કેવી રીતે ?. ફ્રાન્સના ફ્રેન્ચ લોકો સાથે કૌટુંબિક અને પારિવારિક સંબંધ ઉભો કરીને ભારતીય ફ્રાન્સ સંસ્કૃતિ અને કૌટુંબિક પ્રથાને જાણવાની પ્રયાસ કરી રહ્યું છે. ફ્રાન્સના લોકો ભારતીય સંસ્કૃતિ, પારિવારિકતા અને કૌટુંબિક પ્રથાને છેલ્લા 50 વર્ષથી જાણી રહ્યા છે. આ સંબંધોને 50 વર્ષ થતાં ફ્રાન્સમાં ઉજવણી કરવા આવી રહી છે. જેમાં ભારતના 15 લોકો ભાગ લેવા ગયા છે. ત્યારે ફ્રાન્સ ગયેલા રીના શાહે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.
સવાલ તમે ફ્રાન્સ જઇ રહ્યા છો ત્યારે આ પ્રક્રિયા શુ છે ?
જવાબ ભાવનગર બોમ્બેથી 50 વર્ષ પહેલાં એક પ્રોગ્રામ શરૂ થયો હતો. જેમાં ફ્રેન્ચ લોકોને પ્રથમ બોમ્બે અને બાદમાં ભાવનગર લાવવામાં આવ્યા હતા. જેને કલ્ચરલ એક્સચેન્જ નામ આપવામાં આવ્યું હતું. ભારતીય ફ્રાન્સ જાય અને ફ્રાન્સના ફેમિલી સાથે તેના ઘરમાં સાથે રહે છે. ફ્રાન્સ ફેમિલી ભારત આવે અને ભારતીય ફેમિલી સાથે રહે છે. આ પ્રોગ્રામને 50 વર્ષ થાય છે એટલે હું સેલિબ્રેશનમાં ફ્રાન્સ જાવ છું. (Family relation of Bhavnagar France)
સવાલ આ વ્યવહાર કેટલા સમયથી ચાલે છે ? આ વ્યવહારિક સંબંધમાં ભાષાની શું તકલીફ થાય અને સંકલન કેવી રીતે કરાય છે ?
જવાબ લગભગ 50 વર્ષ પહેલા શરૂ થયેલા આ પ્રોગ્રામ બોમ્બેના બાબુભાઇ અને ભાવનગરના ડો ધીરેન વૈષ્ણવના પિતાએ શરૂ કર્યો હતો. ફ્રેન્ચ ફેમિલી સાથે પારિવારિક મિત્રતા થતા આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી અને તેને અમિતી નામ આપવામાં આવ્યું હતું. જેનો મિનિંગ થાય ફ્રેન્ડશીપ ઇન ફ્રેન્ડ થાય છે. પ્રથમ ફ્રેન્ચ ફેમિલી બોમ્બે આવ્યા અને ત્યાં ત્રણ દિવસ રહીને ભાવનગર આવ્યા હતા. ફ્રેન્ચ શીખવું અઘરું છે કારણ કે ફ્રેન્ચ લોકોને અંગ્રેજી પણ સમજાતું નથી. ગુજરાતી પણ આવડતું નથી. (French citizens in Bhavnagar)
હિન્દી ઈંગ્લીશ કશું નથી આવડતું ઘણા સમય બાદ અમે લોકો રોજિંદા ફ્રેંચના શબ્દો શીખી ગયા અને તેઓ ગુજરાતી શબ્દ શીખી ગયા હતા. ટીપીકલ શબ્દ હોય તો ડિક્શનરી રાખવામાં આવે છે. તેમાં એ અમને સમજાવે અમે તેમને સમજાવીને અર્થ જાણી લઈએ છીએ. જેમ કે મારા ઘરે ફ્રેન્ચ ગેસ્ટ આવ્યા હોય અને હું ઘરે ના હોવ ત્યારે મારી માતા હોય છે. તો મારી માતાને હિન્દી ઈંગ્લીશ કશું નથી આવડતું તો ઇશારામાં વાત સમજી લેવામાં આવે છે. આ પરિસ્થિતિ જોવા જેવી અને આનંદ ઉઠાવા જેવી હોય છે. ફ્રેન્ચ લોકો કહેતા હોય છે કે They Love Indian Culture And They Love Indian Food એ લોકો ભારત આવવા તત્પર હોય છે.
સવાલ આ ગ્રુપમાં કેટલા સભ્યો અને હાલ સુધીમાં કેટલા લોકોએ અવરજવર કરી હશે, નવા જોડાણ કેવી રીતે ?
જવાબ હાલ 15 લોકો ઇન્ડિયામાંથી ફ્રાન્સ જઈ રહ્યા છે. જેમાં ભાવનગરમાંથી હું એક અમદાવાદમાંથી બે, બરોડામાંથી બે અને મુંબઈ, પુના અને નાસિકથી બે બે લોકો જઈ રહ્યા છીએ. જે અમારા ભારતના સાત શહેરો પૈકીના છે. અત્યાર સુધીમાં એક્સચેન્જમાં 10 હજાર લોકોનું એક્સચેન્જ થયું હશે. અહીંથી ફ્રાન્સ જાવ એટલે ત્યાં 21 દિવસ રહેવાનું હોય છે. ગ્રુપના નિયમ મુજબ ફ્રાન્સમાં પ્રથમ પેરિસ બાદમાં અલગ અલગ બે વિક કોઈ પણ સ્થળે હોય છે. ફ્રાન્સના લોકો આવે ત્યારે ત્રણ દિવસ મુંબઇ પછી ભાવનગર અને બાદમાં 18 દિવસ નિશ્ચિત કરેલા સાત શહેરોમાં થોડા થોડા દિવસ રહે છે. (Indian people in France)
સવાલ ફાયનાન્શિયલ વ્યવસ્થા કેવી રીતે નક્કી થાય છે ?
જવાબ બંને દેશના લોકો દ્વારા એક ગ્રુપ ચલાવવામાં આવે છે. આ ગ્રુપમાં સ્પેશિયલ ફન્ડિંગ નથી થતું પણ જનરલ આવનાર વ્યક્તિ માટેનું આયોજન નિશ્ચિત થાય છે. મોકલવામાં તેને જ આવે છે જેને સંસ્કૃતિ અને કૌટુંબિક સામાજિક વ્યવસ્થા જાણવામાં રસ હોય છે. યુરોપ કન્ટ્રીમાં જમવા રહેવાનો ખર્ચ ખૂબ હોઈ છે એટલે ત્યાં રહેવાનું ફ્રેંચના ઘરમાં અને જમવાનું તેમના પર હોય છે તેમ તેઓ અહીંયા આવે ત્યારે ભારતીય પરિવાર પર જમવા ફેહવાનો ખર્ચ હોય છે. માત્ર આવવા જવાનું ભાડું જે તે વ્યક્તિએ ચૂકવવાનું હોય છે. (India France between Non Governmental Group)