- ભાવનગરમાં શહેર અને જિલ્લાનો કોરોનાનો આંકડો 200ને પાર થયો
- સોમવારે ભાવનગર જિલ્લામાં કોરોનાના નવા 91 કેસ નોંધાયા હતા
- ભાવનગર જિલ્લા અને શહેરમાં રેમડેસીવીર ઈન્જેક્શનની માગ વધી
ભાવનગરઃ શહેરમાં કોરોના હાઈ સપાટીને વટી ચૂક્યો છે. 19 એપ્રિલે કોરોનાના કુલ 215 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 125 કેસ શહેરમાં એટલે સદી શહેરમાં પૂરી કરી છે. જ્યારે જિલ્લામાં 91 કેસ સામે આવ્યા છે, જે ગઈકાલની સરખામણીએ વધી ગયા છે. શહેર જિલ્લામાં વધતો આંકડો તંત્રમાં ચિંતા જગાવી રહ્યો છે. રેમડેસીવીર ઈન્જેક્શનની માગ પણ વધી રહી છે.

આ પણ વાંચોઃ પોરબંદરમાં 2 ધન્વંતરિ રથને વેક્સિનેશનની કામગીરીમાં મૂકવામાં આવ્યા
ભાવનગરનો કોરોના કાળમાં સૌથી વધુ કેસ 215 સોમવારે નોંધાયા
ભાવનગર શહેરમાં રાત્રિ કરફ્યૂ છે પણ પરિસ્થિતિમાં ફેર જોવા મળ્યો નથી. કારણ કે, ભાવનગરમાં કોરોના કાળમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 215 કેસ સોમવારે નોંધાયા હતા. જ્યારે શહેરમાં સ્વસ્થ થવાનો આંકડો વધીને 72 થયો છે અને જિલ્લામાં સ્વસ્થ થવાનો આંકડો 37 થયો છે. આ ઉપરાંત 1,460 જેટલા દર્દીઓ હજી પણ સારવાર હેઠળ છે.

આ પણ વાંચોઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી સર્જાયા દર્દનાક દ્રશ્યો, 108ની દૂર સુધી જોવા મળી લાઈનો
ભાવનગરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન ન હોવાથી લોકોને હોમ આઈસોલેશન અને હોમ ક્વોરન્ટાઈન કરાય છે
ભાવનગર શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન હાલમાં જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. મહાનગરપાલિકા અને જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ ઝોનના બદલે હોમ આઈસોલેશન અને ક્વોરન્ટાઈન જેવી વ્યવસ્થાઓ ઉભી કરી છે. શહેરમાં અત્યારે 2,502 દર્દી હોમ ક્વોરન્ટાઈન છે તો જિલ્લામાં 11,498 લોકો હોમ ક્વોરન્ટાઈન છે. આ સાથે હોમ આઈસોલેશનમાં 415 જેટલા દર્દીઓ છે ત્યારે શહેરમાં સર ટી હોસ્પિટલમાં સંપૂર્ણ વ્યવસ્થાઓ છે. જોકે, જિલ્લામાં પરિસ્થિતિ વણસી ગઈ છે. જિલ્લામાં ત્રણ દિવસ પહેલા હોમ ક્વોરન્ટાઈનની સંખ્યા 1,600ની આસપાહ હતી, જ્યારે હવે તે 10,000ને પાર થઈ છે એટલે સંખ્યામાં 10 ગણો વધારો થયો છે. 17 એપ્રિલે 3,000 ક્વોરન્ટાઈન હતા, જે 18 એપ્રિલે 4,000 થયા છે અને આ આંકડો 19 એપ્રિલે વધીને 11,498 થયો છે એટલે કે એક જ દિવસમાં બે ગણા ક્વોરન્ટાઈન થયા છે.