ETV Bharat / city

ભાવનગરમાં કોરોના વોરિયર્સ મહિલાઓની રંગોળીઃ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો આપ્યો સંદેશો - ભાવનગર દિવાળી

રંગોળીથી શોભે છે દિવાળી. વડાપ્રધાનના સાયલન્ટ મતદાતાઓ એવી મહિલાઓ માટે સમાજ તેના ઘર સમાન છે. ભાવનગરની હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલાઓ હોસ્પિટલને પોતાનું ઘર માનીને કોરોનાની મહામારીમાં પણ સેવાકાર્ય ઝળકાવી રહી છે. મહિલાઓએ એવું શું કર્યું જેમાં દિવાળીની ઉજવણી પણ થઈ અને સામાજની કાળજી લઈને પોતાની ફરજ પણ પૂર્ણ કરી? જુઓ વિશેષ અહેવાલ.

corona-warriors-womens-rangoli-in-bhavnagar
ભાવનગરમાં કોરોના વોરિયર્સ મહિલાઓની રંગોળી
author img

By

Published : Nov 13, 2020, 8:03 PM IST

  • દિવાળીમાં ઘરને સુશોભિત કરતી મહિલા માટે ઘર અને સમાજ એકસમાન
  • દિવાળીના પર્વ પર મહિલાઓનું મહત્વ અને ભૂમિકા
  • ઘર સાથે સમાજ અને નોકરીની ફરજમાં આગળ
  • રંગોળી દ્વારા દિવાળી પર મહિલાઓનો સંદેશો

ભાવનગરઃ રંગોળીથી શોભે છે દિવાળી. વડાપ્રધાનના સાયલન્ટ મતદાતાઓ એવી મહિલાઓ માટે સમાજ તેના ઘર સમાન છે. ભાવનગરની હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલાઓ હોસ્પિટલને પોતાનું ઘર માનીને કોરોનાની મહામારીમાં પણ સેવાકાર્ય ઝળકાવી રહી છે. મહિલાઓએ એવું શું કર્યું જેમાં દિવાળીની ઉજવણી પણ થઈ અને સામાજની કાળજી લઈને પોતાની ફરજ પણ પૂર્ણ કરી? જુઓ વિશેષ અહેવાલ.

corona-warriors-womens-rangoli-in-bhavnagar
ભાવનગરમાં કોરોના વોરિયર્સ મહિલાઓની રંગોળી
દિવાળીમાં મહિલાઓનું મહત્વ અને ભૂમિકા ભારત વર્ષમાં દિવાળી આવતાની સાથે મહિલાઓનું મહત્વ વધી જાય છે, કારણ કે નવરાત્રી પૂર્ણ થતાની સાથે મહિલાઓ પોતાના ઘરના એક એક ખૂણાની સફાઈ આદરે છે. તેમજ દિવાળીની શરૂઆત એટલે અગિયારસના દિવસે ઘરના આંગણામાં રંગોળી બનાવે છે. તો રાત્રે ઘરની દીવાલો પર દીવડા પ્રગટાવે છે. આમ બીજા દિવસે વાઘ બારસમાં રસોઈ આદરે છે, તો ધનતેરસે ધનની પૂજા સાથે બે દિવસ ખરીદી કરે છે. આટલી વ્યસ્ત મહિલાઓ જો નોકરી કરતી હોય તો બંને કામ કરી શકે ખરા ? જવાબ હા છે એટલું નહિ મહત્વની ભૂમિકા ભજવવામાં પણ પાછી નથી પડતી આવી મહિલાઓ.

ઘર સાથે સમાજ અને નોકરીની ફરજમાં આગળ મહિલાઓભાવનગરના ભરતનગરની આરોગ્ય કેન્દ્રની મહિલા કોરોના વોરિયર્સઓ દિવાળીમાં ઘર સાથે પોતાના હોસ્પિટલને પણ એક ઘર માને છે. તમને મનમાં થતું હશે એ કેવી રીતે..? તો ચાલો જણાવી દઈએ કે, ભરતનગરની મહિલા ડોકટર, લેબ ટેક્નિશિયન કે પછી સામાન્ય મહિલા કર્મચારી હોસ્પિટલમાં રંગોળી બનાવે છે, કારણ કે તેઓ દર્દીઓને પણ તેમના પરિવાર સમાન માને છે.

હોસ્પિટલમાં મહિલાઓએ બનાવી રંગોળીભરતનગર આરોગ્ય કેન્દ્રની આશરે સાત જેટલી મહિલાઓ છે. જેમાં ડોકટરથી લઈને, દવા વિતરણ કરતી મહિલાઓ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહી છે. સમાજ પ્રત્યે તેમની ફરજ કોરોના મહામારીમાં પ્રજાને સાવચેત કરવાની છે. હાલ દિવાળીનો પર્વ સાથે નોકરીની ફરજ પણ હોવાથી મહિલા કોરોના વોરિયર્સએ હોસ્પિટલમાં 5x5 ફૂટની રંગોળી બનાવી છે. જેને આવતા જતા દરેક દર્દીઓ નિહાળે છે. રંગોળી દ્વારા દિવાળી પર આપ્યો સંદેશરંગોળી દિવાળી પર્વની ઓળખ છે. ત્યારે ભરતનગર આરોગ્ય કેન્દ્રની મહિલા કોરોના વોરિયર્સઓએ પાંચ ફૂટની રંગોળીમાં મહિલા કોરોના વોરિયર્સ દ્વારા માસ્ક પહેરો, ડિસ્ટન્સ જાળવો અને બને ત્યાં સુધી ઘરમાં રહો અને ટોળામાં ના જવાનો સંદેશો પાઠવતી રંગોળી તૈયાર કરી છે. મહિલા કોરોના વોરિયર્સ પોતાના ઘરને દિવાળીમાં સાચવે છે પણ હોસ્પિટલમાં પણ પોતાની ફરજ અદા કરવા સાથે સમાજમાં જાગરૂકતા લાવવાનો પ્રયાસ કરી રહી છે. એટલા માટે કહેવાયું કે " નારી તું નારાયણી".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.