- ભાવનગર પોલીસ ટ્રાફિક નિયમો CCTV મારફત કડક કરાવશે અમલ
- શહેરમાં 32250 લોકોને આપવામાં આવ્યા ઇ ચલણ ભંગ
- 64,66,100 રૂપિયાનો દંડ વસૂલી લેવાયો છે
- ઇ ચલણ 30 દિવસમાં નહીં ભરાય તો લાયસન્સ રદ અથવા વાહન જપ્ત
ભાવનગરઃ શહેરમાં પોલીસે ટ્રાફિક નિયમન માટે હવે ત્રીજું નેત્ર વિશ્વાસ પ્રોજેકટ હેઠળ પગલાં લેવાની શરૂઆત કરી છે. ભાવનગરમાં 278 રસ્તા પરના CCTV કેમેરાનો ઉપયોગ કરીને ટ્રાફિક નિયમનો ભંગ કરનાર લોકોને ઇ ચલણ આપવામાં આવ્યા છે. ઇ ચલણને હળવાશથી લેતા લોકોએ ચેતી જવાની જરૂર છે કારણ કે પોલીસ બે મુદ્દે હવે કડક કાર્યવાહી કરશે.
ભાવનગર શહેરમાં ઇ ચલણ કેટલા લોકોને હાલ સુધીનો દંડ કેટલો
ભાવનગર ટ્રાફિક પોલીસ વિશ્વાસ પ્રોજેકટ તળે રસ્તા પરની દરેક ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહી છે. એવામાં વાહન પર નીકળતા લોકો ટ્રાફિકના નિયમનો ભંગ કરે જેમકે ત્રણ સવારી નીકળવું, ચાલુ વાહને ફોનમાં વાત કરવી આ બધી બાબતોને એક ફોટોગ્રાફ એટલે કે પુરાવા સાથે ઘરે ઇ ચલણ મોકલવામાં આવે છે. વાહનના માલિકના ઘરે ઇ ચલણ પહોંચી જાય છે. આથી કોઈને વાહન આપવું પણ ભારે પડી શકે છે. પોલીસે હાલ સુધીમાં 32250 ઇ ચલણ આપવામાં આવ્યાં છે અને 64,66,100 નો દંડ લઈ લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં કોરોનામાં મૃત્યુ પામ્યાં હોવાની નોંધ હોસ્પિટલ કે મરણના દાખલામાં નહીં : મરણના દાખલા સરળતાથી એનાયત
આ પણ વાંચોઃ ભાવનગરમાં 207 બિલ્ડિંગ ભયજનક : મહાનગરપાલિકા બિલ્ડિંગ સહિત અન્ય ઇમારતો જર્જરિત