ભાવનગર: ગુજરાત સરકારના રજૂ થનારા બજેટ (Gujarat Budget 2022)પર ભાવનગરના નાગરિકો અને ઉદ્યોગસાહસિકોએ હાલની પરિસ્થિતિ પર પોતાના મત મૂક્યા છે. Etv Bharatએ ઉદ્યોગકારો અને નાગરિકો સાથે ખાસ વાતચીત કરી હતી. ભાવનગર શહેરમાં વિવિધ ઉદ્યોગો (Industries in Bhavnagar city) આવેલા છે ત્યારે કેન્દ્ર બાદ રાજ્ય સરકારના બજેટ પર નાગરિકો અને ઉદ્યોગકારોએ Etv Bharat સાથેની વાતચીતમાં આ બજેટ કેવું રહેવું જોઈએ તે અપેક્ષા રજૂ કરી છે.
પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવો જોઈએ
પ્લાસ્ટિક એસોશિએશનના પ્રમુખ (President of the Plastics Association) ભૂપત વ્યાસે જણાવ્યું કે, ઉદ્યોગકારોએ હાલમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. GST આવ્યા બાદ વિકાસ માટે ONE NATION ONE TAXના બનાવેલા કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે. પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવો જોઈએ તેમજ નવા નંબર લેવા માટે પણ પ્રક્રિયા હળવી થવી જોઈએ. ફેક્ટરીના 20 લોકોને રાખવા કે કેમ તેના કાયદામાં હજુ અસમંજસતા છે. કાચા માલમાં સરકારને ટેક્સથી રેવન્યુ મળતો નથી, ત્યારે કાચા માલ પર પણ GST (GST on raw materials) ઓછો કરવો જોઈએ તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: Gujarat Budget 2022: યુવાનો, ખેડૂતો, આદિવાસી અને માછીમારોને સ્પર્શતું હશે બજેટ, રાજ્યના દેવામાં થશે ઘટાડો
ચેલેન્જિંગ હશે ગુજરાત સરકારનું આ બજેટ
ગુજરાત સરકારના બજેટને લઇને ચેમ્બર ઑફ કોમર્સ પ્રમુખ (President of the Chamber of Commerce) કિરીટ સોનીએ જણાવ્યું કે, ગુજરાત સરકારનું બજેટ ચેલેન્જ રૂપ હશે. નવા મુખ્યપ્રધાન સહિતના પ્રધાનો માટે બજેટ પ્રથમ છે. યુદ્ધની સ્થિતિની અસર થશે. કેન્દ્ર સરકારે જે મુદ્દાઓ વિકાસને લઈને કેન્દ્રના બજેટમાં આવર્યા છે તેના પર કામ કરે તે જરૂરી છે. દેશનું ગ્રોથ અન્જિન બને તેવું બજેટ હોય કે નહીં, આવનારી ચૂંટણીને લઈને ચૂંટણીલક્ષી બજેટ હોય તેવી અપેક્ષા છે. તો કેતન મહેતાએ જણાવ્યું કે, હું ઇલેક્ટ્રિકલ મર્ચન્ટ એસોસિએશન (Electrical Merchant Association Bhavnagar) સાથે જોડાયેલો છું. અમારા ધંધાની હાલત કફોડી છે. અમારા વ્યાપાર ક્ષેત્રે 5 ટકાથી 25 ટકાનો વધારો થયો છે તેમાં જો સરકાર ધારે તો નિયંત્રણ રાખી શકે છે.
યુવોના અને ખેડૂતો હશે બજેટના કેન્દ્રમાં
ગુજરાત સરકારના બજેટ પર વેપારીઓ, ઉદ્યોગપતિઓથી લઇને મધ્યવર્ગ તેમજ ગરીબોની નજર છે. ગુજરાત સરકારના આ વખતના બજેટમાં યુવાનો, ખેડૂતો અને નાની નોકરી કરતા નાગરિકો કેન્દ્રમાં હશે.