ETV Bharat / city

ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ ટેકનિકલ ખામીના કારણે 2 દિવસ બંધ

ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ ટેકનિકલ ખામીના કારણે આજે ઘોઘા 4 કલાક મોડી પહોંચી હતી. ટેકનિકલ ખામીના કારણે ઘોઘાથી હજીરાની ટ્રીપ 2 દિવસ માટે કેન્સલ કરવામાં આવી છે. હજીરાથી ઘોઘા આવવા નીકળેલા જહાજમાં ટેકનિકલ ખામીના કારણે ઘોઘા 4 કલાક મોડું પહોંચ્યું હતું. જહાજમાં ખામી દુર કરવા બે દિવસ માટે ફેરી સર્વિસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે પ્રવાસીઓને મુશ્કેલી પડશે.

ઘોઘા હજીરા રોપેક્ષ ફેરી
ઘોઘા હજીરા રોપેક્ષ ફેરી
author img

By

Published : Jan 5, 2021, 8:58 PM IST

  • રોપેક્ષ ફેરી સર્વિસ ટેકનિકલ ખામીના કારણે ઘોઘા 4 કલાક મોડી પહોંચી
  • યાંત્રિક ખામી દુર કરવા ફેરી સર્વિસ બે દિવસ બંધ રાખવામાં આવશે
  • ફેરી સર્વિસ બંધ રખાતા પ્રવાસીઓને થશે મુશ્કેલી

ભાવનગર: ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ ટેકનિકલ ખામીના કારણે આજે ઘોઘા 4 કલાક મોડી પહોંચી હતી. ટેકનિકલ ખામીના કારણે ઘોઘાથી હજીરાની ટ્રીપ 2 દિવસ માટે કેન્સલ કરવામાં આવી છે. હજીરાથી ઘોઘા આવવા નીકળેલા જહાજમાં ટેકનિકલ ખામીના કારણે ઘોઘા 4 કલાક મોડું પહોંચ્યું હતું. જહાજમાં ખામી દુર કરવા બે દિવસ માટે ફેરી સર્વિસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે પ્રવાસીઓને તકલીફ સહન કરવી પડશે.

રોપેક્ષ ફેરી સર્વિસને મળી રહ્યો છે પ્રવાસીઓનો સારો પ્રતિસાદ

હજીરાથી ઘોઘા સુધી રોપેક્ષ ફેરી સર્વિસની શરૂઆત થોડા સમય પહેલાં જ પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે, આ ફેરી સર્વિસને લોકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ઘોઘા-હજીરા ફેરી સર્વિસ રોજ સવારે હજીરાથી નીકળી બપોરે 12 વાગ્યાની આસપાસ ભાવનગર પહોંચે છે. આજે સવારે નિયમિત સમય મુજબ ફેરી સર્વિસ હજીરાથી નીકળી હતી. પરંતુ જહાજ દરિયામાં થોડે દુર નીકળ્યું ત્યાં જ તેના સ્ટિયરિંગમાં ખામી સર્જાતા જહાજ ચલાવનાર પાયલોટને જહાજને યોગ્ય દિશામાં લઈ જવામાં તકલીફ પડતા જહાજની સ્પીડ ઘટાડવામાં આવી હતી. જેથી ઘોઘા ખાતે રોપેક્ષ ફેરી સર્વિસ મોડી પહોંચી હતી.

ઘોઘા હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ ટેકનિકલ ખામીના કારણે 2 દિવસ બંધ

ઘોઘા-હજીરા ફેરી સર્વિર અત્યાર સુધીમાં 4 વાર ટેકનિકલ ખામીના કારણે બંધ કરાઈ

ઘોઘા ખાતેથી સાંજે ઉપડનારી રોપેક્ષ ફેરી સર્વિસને તાત્કાલિક રદ કરવામાં આવતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પ્રવાસીઓને સંચાલકો દ્વારા યોગ્ય જવાબ નહીં મળતા અને ફેરી સર્વિસ 2 દિવસ બંધ કરાતા પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઘોઘા-હજીરા ફેરી સર્વિસ ટેકનિકલ ખામીને કારણે અત્યાર સુધીમાં ચાર વાર બંધ કરવામાં આવી છે. ત્યારે રોપેક્ષ ફેરી સર્વિસનાં મેન્ટેનન્સ ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.