ભાવનગર: મહાનગરપાલિકામાં નવા ભળેલા સીદસર ગામમાં પાંચ વર્ષનો વેરો આપવામાં આવ્યો છે. ગામમાં પાણી, રસ્તા અને ગટર જેવી વ્યવસ્થા નથી અને વેરાને લઇ સંતાકૂકડી વચ્ચે ગામ લોકોએ પોલીસથી બચતા જાહેરમાં વિરોધ ન કર્યો, પરંતુ વિરોધ ઘર પાસે પણ થાળી વગાડીને કરવામાં આવ્યો હતો. જમીન સહિત ગામની સુવિધાના મામલે સાગર રબારી ભાવનગર પોહચ્યા હતા. સાગર રબારીને ખેતરમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં સાગર રબારીના માર્ગદર્શન નીચે જાહેર કાર્યક્રમ રદ્દ કરીને આગામી દિવસોમાં મોટા વંટોળ સાથે વિરોધ વ્યક્ત કરવાનું નિશ્ચિત કરવામાં આવ્યું હતું.
ભાવનગર મહાનગરપાલિકામાં ભળેલા નવા ગામો પૈકી સીદસર ગામમાં રહેવાસીઓને મસમોટા જીકેલા 5 વર્ષના વેરાને પગલે વિરોધનો વંટોળ ઉભો થયો છે. સાગર રાબારીની ઉપસ્થિતિમાં કરનાર કાર્યક્રમ પોલીસની અને કોરોના મહામારીને કારણે નિશ્ચિત કાર્યક્રમ બંધ રાખવો પડ્યો હતો. ભાવનગરનું સીદસર ગામ મહાનગરપાલિકામાં ભળી ગયું છે. પાંચ વર્ષનો વેરો મહાનગરપાલિકાએ કોઈ સુવિધા આપ્યા વગર ઘર દીઠ આપવામાં આવ્યો છે. સીદસર ગામમાં લોકો કોરોના મહામારીમાં પણ રસ્તા પર ઉતરી આવ્યા હતાં. લોકોને રોકવા અને કોઈ વિરોધ ન થાય માટે પોલીસ ગોઠવી દેવામાં આવ્યો હતો.
લોકોએ છતાં એવી જગ્યા પર વિરોધ કર્યો હતો કે, જ્યાં પોલીસ ન પહોંચી શકી. લોકોએ નિશ્ચિત કર્યું છે કે, જ્યાં સુધી સુવિધા નહીં મળે ત્યાં સુધી વેરો ભરવામાં નહીં આવે મહિલાઓએ થાળીઓ વગાડી વિરોધ કર્યો તો પુરુષોએ સોસાયટીમાં વિરોધ કર્યો હતો. સીદસર ગામને ગટર, પાણી રસ્તા કોઈ પણની સુવિધા આપવામાં આવી નથી. લોકો હજુ પણ પહેલાની જેમ ગામડા જેવી સ્થિતિમાં જીવન વિતાવી રહ્યાં છે. એક તરફ કોરોના મહામારી છે, ત્યારે 25 હજાર કરતા વધુ પાંચ પાંચ વર્ષનો એક ઘરને વેરો આપવામાં આવ્યો છે.
ગામલોકોને સાગર રબારીએ ટેકો આપીને આજે ભાવનગરના સીદસર ગામે હાજરી આપી હતી. ગામ લોકોને જાહેરમાં કાર્યક્રમ આપવાનો હતો, પરંતુ વરસાદ અને પોલીસ સાથે આવેલા વિઘ્ન બાદ અંતે કોરોના મહામારીનું કારણ ધરીને કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. સંતાકૂકડી વચ્ચે અંતે પોલીસ કાર્યક્રમ કરનારાને શોધતી રહી અને કાર્યક્રમ આપીને આગેવાનો નીકળી ગયા હતા. ભાવનગર સીદસર ગામમાં લોકોની હાલત કફોડી છે. દાઝ્યા પર ડામ જેવી સ્થિતિનું સર્જન થયું છે. એવામાં રસ્તા પાણી અને ગટર વગર જીકાયેલો વેરો અને ખેતીના પણ પ્રશ્રને લઈ સાગર રબારીની હાજરી સ્પષ્ટ કરે છે કે, આગામી દિવસોમાં વેરાને લઈને ગામ લોકો એક બની પોતાનો વિરોધ જરૂર કરશે.