- ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે ETV BHARAT સાથે કરી ખાસ વાતચીત
- ભાવનગરમાં ભાજપ માટે ભારતીબેન શિયાળ જેવા સ્ટાર પ્રચારક
- ભારતીબેન શિયાળે વિપક્ષ પર કર્યા પ્રહાર
ભાવનગરઃ મહાનગરપાલિકામાં ચૂંટણીને પગલે ભાજપ માટે શહેરમાં ભારતીબેન શિયાળ જેવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સ્ટાર પ્રચારક છે, ત્યારે ભારતીબેન શિયાળે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. ભારતીબેને વિપક્ષ પર વાર કર્યા હતા તો અન્ય આવેલા પક્ષોને લઈને પણ પ્રહાર કરી ભાજપ શા માટે જીતશે તે જણાવ્યું હતું.
![ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળે ETV BHARAT સાથે કરી ખાસ વાતચીત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-bvn-01-bhartiben-shiyal-one-to-one-rtu-chirag-7208680_14022021172045_1402f_1613303445_68.jpg)
ગત વર્ષે કોંગ્રેસની 8 બેઠક વધી હતી
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ મેદાનમાં છે અને મુખ્યપ્રધાન પણ પ્રચારમાં ઉતાર્યા છે. ગત વર્ષે કોંગ્રેસની 8 બેઠક વધી હતી, ત્યારે આ ચૂંટણીમાં ભાજપે સ્ટાર પ્રચારમાં ભારતીબેન શિયાળ જેવા સાફ સુથરી છબી વાળાને મેદાનમાં ઉતાર્યા છે.