ETV Bharat / city

ગોરડ સ્મશાનમાં ETV Bharatનું રિયાલિટી ચેક, બપોર સુધીમાં 10 મૃતદેહની અંતિમ વિધિ કરાઈ - ભાવનગરમાં કોરોનાની સ્થિતિ બગડી

ભાવનગર શહેરમાં તંત્રના ચોપડે એક પણ મોત નથી ત્યાં રોજના સ્મશાનમાં લાકડાઓ ખૂટી ગયા છે. એટલે સ્પષ્ટ જાણી શકાય છે કે ભાવનગરની શું સ્થિતિ છે. ગોરડના સ્મશાનમાં લાકડા બે દિવસ પહેલા ખૂટ્યા હતા અને દાતા મળ્યા બાદ અગ્નિસંસ્કાર શરૂ થયા હતા. ત્યારે ETV BHARATની ટીમે ગોરડ સ્મશાનનું રિયાલિટી ચેક કરતા બપોરે 12 વાગ્યા સુધીમાં 10 મૃતદેહો આવ્યા હતા ત્યારે દિવસના કેટલા અને અન્ય બે સ્મશાનમાં કેટલા તે અનુમાન લગાવી શકાય છે કે કોરોના કેટલો ભયાવહ છે.

ગોરડ સ્મશાનમાં ETV Bharatનું રિયાલિટી ચેક, બપોર સુધીમાં 10 મૃતદેહની અંતિમ વિધિ કરાઈ

author img

By

Published : Apr 15, 2021, 3:29 PM IST

  • ભાવનગરમાં સરકારી ચોપડે અને સ્મશાનના આંકડાઓમાં ફેરફાર
  • ગોરડના સ્મશાનમાં બપોરે 12 વાગ્યા સુધી 10 મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા
  • ભાવનગરમાં કોરોનાની સ્થિતિ બગડતા મૃતકોની સંખ્યામાં વધારો થયો

ભાવનગરઃ શહેરમાં દરરોજ કોરોનાના કેસ 100થી વધારે આવી રહ્યા છે ત્યારે મૃત્યુ દર પણ રોજનો આશરે 20થી 30ની વચ્ચે પહોંચી ગયો છે, જે સ્મશાનમાં આવતા મૃતદેહ પરથી નક્કી કરી શકાય છે. તંત્રના ચોપડે મૃત્યુ નહીં અને સ્મશાનમાં થતા અગ્નિ સંસ્કારોને પગલે લાકડાઓ ખૂટી પડ્યા છે અને દાતાઓ નામ જાહેર કર્યા વગર દાન કરી રહ્યા છે.

ભાવનગરમાં સરકારી ચોપડે અને સ્મશાનના આંકડાઓમાં ફેરફાર

આ પણ વાંચોઃ જામનગરમાં વધતા કોરોના સંક્રમણના પગલે શહેરમાં 3 સ્મશાન ગૃહો કાર્યરત કરાયા
ભાવનગરમાં કોરોનાની સ્થિતિ બગડતા મૃતકોની સંખ્યામાં વધારો થયો

ભાવનગરમાં સ્મશાનમાં ETV BHARAT નું રિયાલિટી ચેક

શહેરમાં અત્યારે 3 સ્મશાનમાં કોરોના અને કોમોર્બીડમાં મૃત્યુ પામેલા લોકોના અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે ત્યારે સૌથી વધુ જે સ્મશાનમાં મૃતદેહ આવે છે. તે ગોરડના સ્મશાનમાં ETV BHARATની ટીમે રિયાલિટી ચેક કર્યું હતું. રિયાલિટી ચેક સમયે 9 જેટલી ચિતા હજુ ઠરી નહતી અને 2ના અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. બપોરના 12 વાગ્યા સુધીમાં 10 મૃતદેહોને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. બપોરે 1થી 4 સાફ સફાઈ માટે હોવાથી ગોરડમાં મૃતદેહ 4 વાગ્યા બાદ લાવવાનું શરૂ થાય છે ત્યારે સમજી શકાય છે કે એક સ્મશાનમાં અડધા દિવસમાં 10 મૃતદેહ આવતા હોય તો 3 સ્મશાનમાં દિવસમાં કેટલા મૃતદેહ આવતા હશે.

આ પણ વાંચોઃ સ્મશાનો 24 કલાક કાર્યરત રહેતા ભઠ્ઠીઓના લોખંડના રોડ પીગળી રહ્યા છે

સ્મશાનમાં લાકડાઓ ખૂટી પડ્યા તો દાતાઓ નામ જાહેર કર્યા વગર આપી રહ્યા છે દાન

ભાવનગરના ગોરડ સહિત 3 સ્મશાનમાં જોઈએ તો રોજની એક સ્મશાનમાં 10 મૃતદેહની ગણતરી કરીએ તો રોજના 30 મૃતદેહો થાય છે ત્યારે એક મૃતદેહમાં 12 મણ લાકડાઓ ઉપયોગમાં લેવામાં આવે છે એટલે 30 મૃતદેહ રોજના ગણીએ તો પણ રોજના 3 સ્મશાનમાં 350 મણ લાકડાઓ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. 2 દિવસ પહેલા ગોરડ સ્મશાનમાં લાકડા ખૂટતા 4 કલાક બેસી રહેલા કુટુંબીજનોએ રોષ ઠાલવતા તાત્કાલિક એક દાતા દ્વારા 200 મણ જેટલા લાકડાઓ મોકલવામાં આવ્યા હતા ત્યારે હાલમાં પણ તંત્ર અને દાતાના સથવારે લાકડાઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોકે, સ્મશાનમાં લાકડાઓના ભરેલા ગોડાઉનો હાલ ખાલીખમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.