- સરકારી શાળાના 22,509 વિદ્યાર્થીઓમાંથી 60 ટકા બાળકોનો અભ્યાસ બગડ્યો
- ઓનલાઇન શિક્ષણમાં હાજરી 35થી 40 ટકા જોવા મળી રહી છે
- બીજા વર્ષમાં પ્રવેશતા શાળા ખોલવી જોઈએ કે કેમ તે પ્રશ્ને સૌ કોઈ મૂંઝવણમાં છે
ભાવનગરઃ ભાવનગર શહેરમાં 2020માં કોરોના આવતાની સાથે શાળાઓ સુમસાન બની ગઈ અને શિક્ષણ આપવાની પદ્ધતિ બદલાઈ ગઈ હતી. 2021માં બીજી લહેર બાદ પણ શિક્ષણ હાલ તો ઓનલાઇન આપવામાં આવી રહ્યું છે. પ્રશ્ન એક જ છે, જો શિક્ષણ સારું આપવું હોય તો શાળામાં આવવું જરૂરી છે, પણ ક્યાંક કોરોનાના ડરમાં જિંદગી મહત્વની હોવાથી શિક્ષણ સામે જિંદગીનું પલડું હાલ ભારે છે.
આ પણ વાંચોઃ નેટવર્ક સમસ્યાના કારણે બાળકો ટાવર નજીક બેસીને મેળવે છે ઓનલાઇન શિક્ષણ
ETV BHARATએ 2020/21ના શિક્ષણ પદ્ધતિનો તાલ મેળવ્યો, શુ સ્થિતિ
ભાવનગર શહેરમાં 2020માં કોરોના આવતા શાળાઓ બંધ કરી દેવામાં આવી અને શિક્ષણને ઈન્ટરનેટ જેવા માધ્યમથી આપવાની શરૂઆત કરી હતી. 2021માં આ પદ્ધતિને અમલમાં રાખવામાં આવી છે, પરંતુ 2020માં શિક્ષણનું સ્તર કેવું રહ્યું અને ત્રીજી લહેરમાં શિક્ષણ શાળામાં શક્ય છે, તેના માટે ETV BHARATએ શાળાના આચાર્ય અને શિક્ષકોના મત મેળવ્યા હતા.
ઓનલાઇન શિક્ષણની સંખ્યામાં નિમ્નતર ઘટાડો નોંધાયો
વિદ્યાર્થી સાથે વધુ સંપર્કમાં રહેતા શિક્ષિકાએ જણાવ્યું હતું કે, ત્રીજી લહેરની શક્યતા છે, ત્યારે શાળા શરૂ કરાઇ નહિ, પણ જો બાળકોમાં ઓછી તીવ્રતા હોય તો વિચારણા કરી શકાય છે, કારણ કે, બધા વાલી પાસે મોબાઈલ હોતા નથી અને જેની પાસે ગત વર્ષે મોબાઈલ હતા તેવા વાલી પાસે હવે રિચાર્જ કરવાની આર્થિક વ્યવસ્થા રહી નથી. તેથી ઓનલાઇન શિક્ષણની સંખ્યામાં નિમ્નતર ઘટાડો નોંધાયો છે
શાળાના આચાર્યએ રજુ કરી વાસ્તવિકતા બાળકોની અને શિક્ષણની
ભાવનગર શહેરમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ છે, જેમાં આશરે 22,509 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમને અભ્યાસ કુલ 648 શિક્ષકો કરવી રહ્યા છે. ત્યારે ETV BHARAT એ શાળા નં 47માં શાળાના આચાર્ય પાસે સત્ય હકીકત મેળવી હતી.
2020માં 40 ટકા સંખ્યા ઓનલાઈનમાં હતી
શાળાના મુખ્ય શિક્ષક અમૃતાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, ઓનલાઇન શિક્ષણમાં એક પરિવારમાં ત્રણ બાળકો હોય, તો દરેકને રોજ શિક્ષણ મેળવવુ મુશ્કેલ છે. કારણ કે, સરકારી શાળામાં ગરીબ બાળકો અભ્યાસ કરતા હોય છે, તેથી તેના વાલીની આર્થિક સ્થિતિ સારી નથી હોતી. જેના પગલે 2020માં 40 ટકા સંખ્યા ઓનલાઈનમાં હતી. જ્યારે હાલ આ સંખ્યામાં ઘટાડો થયો છે, ત્યારે જો શક્ય હોય તો શાળા શરૂ કરવી જોઈએ, તો વિદ્યાર્થીનું શિક્ષણ બગડે નહીં.
વિદ્યાર્થીઓના વિસ્તારમાં જઈને શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે
સરકારી હોય કે ખાનગી શાળાઓને શિક્ષણ આપવું હાલમાં શિક્ષકો માટે કઠિન બની ગયું છે. સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શાળા હોવા છતા કોરા કાગઝ સમાન બન્યા છે. ઘરમાં ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા નથી, ત્યારે પોતાની શેરી કે ઘરે શિક્ષક આવે ત્યારે શિક્ષા મળે છે. ભાવનગર શિક્ષણ સમિતિમાં મોટા ભાગે આવા વિદ્યાર્થીઓના વિસ્તારમાં જઈને શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ સુરતમાં ઓનલાઇન ટેસ્ટમાં વિદ્યાર્થીઓના ખૂબ જ નબળા પરિણામો
શેરી શાળાઓના માધ્યમથી શિક્ષણ આપવાનો પ્રયાસ ચાલુ છે
શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ જણાવ્યું કે, શેરી શાળાઓના માધ્યમથી શિક્ષણ આપવાનો પ્રયાસ ચાલુ છે અને હાલ પુસ્તકોનું વિતરણ કર્યું છે, જે દરેક વિદ્યાર્થીને મળશે અને ઘરે બેઠા અભ્યાસ કરી શકશે. જ્યારે તકલીફ હોય તો શિક્ષકો મારફત હલ કરવાની કોશિશ થાય છે. હાલમાં શાળાઓ શરૂ કરવી કે નહીં તે સરકાર નક્કી કરશે તેમ જણાવ્યું હતું.