ભાવનગર- ભાવનગરની સર ટી હોસ્પિટલમાં (Doctors Strike in Bhavnagar ) 1000 કરતા વધુ બેડ છે અને દરેક વિભાગમાં ડોક્ટરોની ટીમ છે. પરંતુ હાલમાં ચાલી રહેલી હડતાળ વચ્ચે દર્દીઓ હેરાન થયા છે કે શું દર્દીઓ માટે ડોક્ટરની વ્યવસ્થા છે? એ સમગ્ર બાબત જાણવા ETV BHARAT એ હોસ્પિટલમાં રિયાલિટી ચેક (Reality check at Bhavnagar Sir T Hospital) કર્યું હતું. ભાવનગર શહેરમાં સર ટી હોસ્પિટલ સૌથી મોટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં ભાવનગર જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી લોકો સારવાર માટે આવે છે. ETV BHARAT એ રિયાલિટી ચેક કરી અને દર્દીના સગા સાથે વાતચીત કરી હતી. હડતાળ હોવા છતાં કેમ થાય છે સર્જરી તે જાણો.
રિયાલિટી ચેકમાં દર્દીના સગાંએ જણાવી હકીકત - ભાવનગર શહેરના સર ટી હોસ્પિટલમાં OPD થી લઈને દરેક વિભાગમાં અલગ અલગ સર્જરી વિભાગ આવેલા છે. આકરી ગરમીમાં જ્યારે ડોક્ટરો હડતાળ ઉપર છે. તેવામાં ETV BHARAT એ રિયાલિટી ચેક કરતા સત્ય હકીકતો (Reality check at Bhavnagar Sir T Hospital) સામે આવી હતી. સર ટી હોસ્પિટલના ચોથા માળે આવેલા ઓર્થોપેડિક વિભાગની મુલાકાત ETV BHARAT એ લીધી હતી. રિયાલિટી ચેકમાં ખરા તડકામાં 1 કલાકની આસપાસ પણ સર્જરી (OPREATION) વિભાગ કાર્યરત જોવા મળ્યો હતો. દર્દીના બહાર બેઠેલા દર્દીઓએ જણાવ્યું હતું કે હડતાળ (Doctors Strike in Bhavnagar )જરૂર છે પણ અમને જે સમય આપ્યો હતો તે સમયે ઓપરેશન થઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ Doctors on strike: ડૉક્ટરોએ સોમવાર સુધી હડતાળ સંકેલી લીધી
હડતાળ વચ્ચે હોસ્પિટલમાં સારવારની શું શું કામગીરીઓ થઈ - સર ટી હોસ્પિટલમાં ગઇકાલની વાત કરીએ તો સર ટી હોસ્પિટલના RMO સાથે (Bhavnagar Sir T Hospital RMO)વાતચીત કરતા ડો ઓડેદરાએ જણાવ્યું હતું કે મેડિકલ કોલેજના અલગ અલગ વિભાગના લાયકાતવાળા ડોક્ટરોની ટીમ (Doctors Strike in Bhavnagar ) અમારી પાસે છે જેઓ કામ કરી રહી છે. ગઈકાલે 7 તારીખના રોજ OPD 1254 હતી જેમાં ઇનડોર 41 દર્દી દાખલ કરવામાં આવ્યાં. જ્યારે 33 માઇનોર ઓપરેશન કરવામાં આવ્યાં અને 7 મેજર ઓપરેશન કરવામાં આવ્યાં છે. મહિલાઓને ડિલિવરી નોર્મલ 2 અને સિઝેરિયન 2 ડિલિવરી કરવામાં આવી છે. જ્યારે પીએમ પણ 3 જેટલા કરવામાં આવનાર છે.
આ પણ વાંચોઃ Doctors Strike In Surat: સરકારે ન પાળ્યો વાયદો, GMTAની પડતર માંગણીઓને લઈને સુરતના સરકારી ડોક્ટરો હડતાલ પર