ભાવનગર: સ્પર્ધાત્મક પરીક્ષા (competitive examination)નો પાયો પ્રાથમિક શાળામાંથી શરૂ થાય છે. શાળા પોતાના તેજસ્વી તારલાઓ શોધીને તેને PSE, NMMS જેવી પરીક્ષાઓ માટે તૈયાર કરવામાં આવે છે. આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ હમેશા યુવાન અવસ્થામાં GPSC અને UPSC જેવી પરીક્ષા આપવા માટે માનસિક તૈયાર હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારીઓ થતી હોય છે અને વિદ્યાર્થી ઊંચી કિંમતો આપી ટ્યુશન પણ લેવા જતા હોય છે.
પરીક્ષાની ફિસ શિક્ષણ સમિતિ ચૂકવે
આમ તો દેશમાં UPSC,GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે. પરંતુ આ સ્પર્ધાતમક પરિક્ષાઓનો પાયો હંમેશા શાળાના આંગણેથી શરૂ થાય છે. હા ધોરણ 6,7,8 માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. શિક્ષણ સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભાવનગર શિક્ષણ સમિતિ આ વર્ષે 800 વિદ્યાર્થીઓને મેદાનમાં ઉતારવાની છે. આ વિદ્યાર્થીઓની ફિસ પણ શિક્ષણ કમિટી (Bhavnagar Education Committee)એ પોતે ચૂકવી છે એટલે તેનું ભારણ વાલી પર નથી. 1 લાખ 7 હજાર જેવી ફિસ ભરી દેવામાં આવી છે.
શુ છે PSE, NMMS અને ELEMENTRY પરીક્ષાઓ
ભાવનગર શિક્ષણ સમિતિની 55 શાળાઓ છે, જેમાં આશરે 27 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે. આવનાર પરીક્ષા PSE એટલે Primary Scholarship Exam, NMMS એટલે National Means Merit Scholarship અને Elementary Drawing એટલે ચિત્ર સ્પર્ધા જે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ હોઈ છે. શાળા નમ્બર 47ના આચાર્ય ભગવતીબેન બાલધિયાએ જણાવ્યું હતું કે Pse, Nmms જેવી પરીક્ષાઓ અત્યારથી બાળકો આપે અને તૈયારી કરે તો ભવિષ્યમાં આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તેઓ માનસિક તૈયાર રહી શકે છે. અમારી શાળામાં Pseમાં 85 ટકા વિદ્યાર્થીઓ ધોરણ 6માંથી ભાગ લઈ રહ્યા છે, જ્યારે NMMSમાં ધોરણ 7 અને 8માંથી વિદ્યાર્થી ભાગ લઈ રહ્યા છે.
શિક્ષકો ક્યાં વિષયો પર ભાર અને કેવી રીતે નક્કી થાય વિદ્યાર્થી
ખાનગી શાળાઓમાં વિદ્યાર્થી પર ભાર મૂકવામાં આવતો હશે, પરંતુ સરકારી શાળાઓમાં પણ ભાર મૂકવામાં આવે છે. સરકારી શાળામાં Pse અને Nmms જેવી પરીક્ષાની તૈયારી કરાવતા મનોજભાઈએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષા માટે વર્ગમાં 85 ટકા ઉપર લાવનાર વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવે છે. વિદ્યાર્થી પસંદ થયા બાદ ગણિત, વિજ્ઞાન અંગ્રેજી અને ખાસ સામાન્ય જ્ઞાન પર ભાર મૂકવામાં આવે છે. વિદ્યાર્થીઓને ગણિતમાં અવયવ જેવા દાખલાઓમાં ભાર મૂકવામાં આવે છે. આમ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં જે વિષયમાં જ્યાં અચકાય છે તેના માટે સમયદાન કરીને અથવા રાત્રીના સમયે પણ સમય મેળવીને શીખવવામાં આવે છે. ગત વર્ષે 8 બાળકોને સ્કોલરશીપ મળી હતી ત્યારે આ વર્ષે વધુ સંખ્યાની આશા છે.