ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર હોવા છતાં કિંમતો આકાશને આંબી રહી છે, જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. મહુવામાં ડુંગળીના ડિહાઇડ્રેશન પ્લાન્ટ આવેલા છે માટે જો આયાત કરવાના બદલે ડિહાઇડ્રેશન ડુંગળી બજારમાં મુકવામાં આવે, તો પણ સમસ્યાનું સમાધાન આવી શકે છે.
મહુવા અને તળાજા પંથક ડુંગળી પકવવામાં અગ્રરેસર છે. ભાવનગર સમગ્ર દેશમાં ડુંગળી પકવવામાં બીજા ક્રમે આવવા છતાં ભાવનગરવાસીઓને 100 રૂપિયા પ્રતિ કિલો ડુંગળી ખરીદવી પડે છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ગૃહિણીઓનું માનવું છે કે, ઘરમાં ડુંગળી ડિહાઇડ્રેશન કરેલી મળતી હોય અને સસ્તી હોઈ તો સરકારે તેની ઉપલબ્ધી તાત્કાલિક ધોરણે કરીને સમસ્યા હલ કરવી જોઈએ.
ડિહાઇડ્રેશન ડુંગળી અંગે ભાવનગરવાસીઓ અજાણ છે. મહુવામાં આવેલા ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં તૈયાર થનારી ડુંગળી વિદેશમાં નિકાશ કરવામાં આવે છે. ડિહાઇડ્રેશનના માલિકે પ્રદર્શન કરીને લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.