ભાવનગરઃ જિલ્લામાં શુક્રવાર સાંજથી આજે શનિવારની સાંજ સુધીમાં 9 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેની સાથે ભાવનગરમાં કોરોના સંક્રમિતનો આંક 164એ પહોંચી ગયો છે. જ્યારે એકનું થતાં કુલ મૃત્યુઆંક 13 પર પહોંચ્યો છે.
અમદાવાદ અને મુંબઈથી આવેલા 9 અલગ-અલગ દર્દીઓને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાતો જાય છે. કેટલાક વર્ગોમાં જિલ્લો બંધ કરવાની પણ ચર્ચાઓ જોરમાં છે. કારણે કે, લોકોમાં ભય છે કે, બહાર આવતા કોરોના દર્દીના કારણે જિલ્લામાં કોરોના કેસમાં વધી શકે છે.
ભાવનગરમાં શુક્રવાર સાંજેનવા કેસો આવવાની શરૂઆત થઈ હતી. જેમાં અમદાવાદ અને મુંબઈથી આવેલા આજ સાંજ સુધીના કુલ 9 કેસો આવ્યા છે. સાથે આજે એકનું મોત પણ થયું છે આમ, ભાવનગરમાં કોરોના સંક્રમિતનો આંક 164 સુધી પહોંચી ગયો છે. પોઝિટિવ દર્દીઓ 33 છે, જ્યારે 13 લોકોના મોત થયા છે.
ઉલ્લેખની છે કે, નોંધાયેલા 9માંથી એક પણ દર્દી ભાવનગર શહેરનો નથી. માત્ર અમદાવાદથી આવેલા 8 અને એક મુંબઇનો કેસ છે. જેથી સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.