ભાવનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ટકોર સાથે દેશના વડાપ્રધાનના જન્મ દિવસે કોંગ્રેસે જાહેરમાં પકોડા બનાવીને વિરોધ વ્યક્ત (congress publicly protested) કર્યો હતો. અલગ અલગ ડિગ્રીના પકોડાની કિંમત કોંગ્રેસે લાખોમાં જાહેરમાં બોલીને દેશની બેરોજગારીનું ચિત્ર સ્પષ્ટ કરવાની કોશિશ કરી હતી.
PM મોદીના જન્મ દિવસે કોંગ્રેસે રોડ પર બનાવ્યા પકોડા : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના જન્મ દિવસે કોંગ્રેસે અનોખો વિરોધ પ્રદર્શન (congress publicly protested) કર્યો છે. શહેરના નિલમબાગ ચોકમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા નીચે ખરા તડકામાં પકોડા બનાવવાની શરૂઆત કરી હતી. જાહેરમાં નીકળતા લોકોને પકોડા લેવા આગ્રહ કરવામાં આવ્યો હતો. શહેર પ્રમુખથી NSUI સુધીના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. સર્કલમાં જાહેરમાં ચૂલો સળગાવીને પકોડા તૈયાર કરીને નારા લગાવવામાં આવ્યા હતા.
5 લાખથી લઈ 20 લાખના પકોડા બનાવ્યા કોંગ્રેસે : વિરોધમાં કોંગ્રેસના રાજસ્થાનના ભુદીપ શર્મા નામના નેતા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ભુદીપ શર્માએ એક પકોડાની કિંમત અલગ અલગ બતાવી હતી. આક્ષેપ કરતા ભુદીપ શર્માએ કહ્યું હતું કે, જેવી ડીગ્રી એવી કિંમત છે.મોંઘવારી અને બેરોજગારીના પકોડા છે. LLBના 5 લાખ, MBBS ના 20 લાખ અને PHDના 12 લાખ કિંમત કરવામાં આવી છે. દેશમાં રોજગારી છે નહીં એટલે હવે MBBS, PHD, LLB, M.PHAR વાળાઓને પકોડા વહેંચવાના દિવસો આવ્યા છે. દેશના વડાપ્રધાન કહે છે કે, પકોડા તળીને પણ રોજગારી મેળવી શકાય છે.