ભાવનગર: ભાવનગર શહેરમાં BPED કોર્સ (BPED Course Bhavnagar) કરીને શિક્ષક તરીકે ફરજ બજાવવા માંગતા યુવાનો હવે દાબેલી વેચવા મજબૂર બન્યા છે. સિનિયર પાસે જુનિયર શિક્ષક (Teachers In Bhavnagar) દરજ્જાના યુવાનો દાબેલી બનાવતા શીખી રહ્યા છે. BPED કરવા છતાં આજે પરિવાર અને પેટ માટે દાબેલીનો વ્યવસાય કરવાની ફરજ પડી છે. ખાનગી શાળાઓ મનફાવે કાઢી મૂકે છે.
ગુજરાન ચલાવવા દાબેલી વેચવાની ફરજ પડી
ભાવનગરના એવા 2 યુવાનો જેમને આજે અભ્યાસ કર્યા બાદ અને શિક્ષક તરીકેની નોકરી (Teachers Job In Gujarat) મેળવવાની કોશિશ બાદ અંતે દાબેલી બનાવીને પોતાનું ગુજરાન ચલાવાની ફરજ પડી છે. દાબેલી વેચતા શિક્ષક દરજ્જાના વ્યક્તિ પાસે દાબેલી બનાવવાનું શીખવા માટે શિક્ષક દરજ્જાના યુવાન આવે છે. ભાવનગર શહેરના મહિલા કોલેજ સર્કલ (mahila college circle bhavnagar)માં છેલ્લા 10 વર્ષથી કર્તવ્ય રાઠોડ નામના વ્યક્તિ દાબેલી, હોટડોગ, પિત્ઝા, સેન્ડવિચ વગેરે વેચી રહ્યા છે. એક જૂની રિક્ષામાં તેમણે રેસ્ટોરન્ટ બનાવ્યું છે.
આ પણ વાંચો: Gujarat Assembly 2022: રાજ્યમાં અધધ 3.46 લાખ શિક્ષિત બેરોજગાર, વિધાનસભામાં ગુજરાત સરકારે જણાવ્યો આંકડો
નોકરી માટે પ્રયત્ન કરીને થાક્યા
કર્તવ્યભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, BPED અને DIPLOMA IN PAINTING કોર્સ (Diploma In Painting Bhavnagar) કરીને TAT જેવી પરીક્ષાઓ પણ આપી છે. પાસ થયા પણ નોકરી ન મળી. કારણ કે મેરિટમાં નામ ન આવ્યું. સરકારે પછી 2010 બાદ ભરતી કરી નહીં અને PT શિક્ષક અને ચિત્ર શિક્ષકની જગ્યા જ કાઢી નાંખી. હાલ બીજા અન્ય શિક્ષકો આવે છે અમારી પાસે જેમણે ઓન BPED કરેલું છે અને નોકરી માટે તેઓ પ્રયત્નો કરીને થાક્યા છે અને હવે વ્યવસાય કરવા માંગે છે.
સરકારને કહ્યું - આવા કોર્સ બંધ કરો
સમગ્ર વિશ્વમાં ચાલતા આવા અભ્યાસક્રમો નોકરી મેળવવા અથવા વ્યવસાય હેતુસર ચાલતા હોય છે. ભાવનગર યુનિવર્સિટીમાં પણ આવા કોર્સ ચાલે છે. દાબેલીનો વ્યવસાય કરવા મજબૂર બનેલા મયુરસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, BPED કર્યા બાદ અમે નોકરી મેળવવા ઘણી કોશિષ કરી પણ અમારા માટે શિક્ષણ જગતમાં સ્થાન રહ્યું નથી. સરકારને એક જ અનુરોધ છે કે, નોકરી પ્રાપ્ત ન થતી હોય તેવા કોર્સને બંધ કરી દેવા જોઈએ જેથી બીજા યુવાનોનું જીવન તબાહ થાય નહીં.
આ પણ વાંચો: Unemployment in Gujarat: 23 માર્ચે રાજ્યના યુવાનોને બોલાવી વિધાનસભાનો ઘેરાવ કરશે કોંગ્રેસ
અનેક શાળાઓને પોતાનું મેદાન નથી
તેમણે જણાવ્યું કે, અમે શિક્ષક દરજ્જાના છીએ પણ દાબેલી બનાવવામાં અચકાશું નહીં, કારણ કે અમારે અમારા પરિવારની ચિંતા કરવાની છે. ખાનગી શાળાઓ શિક્ષકોને નોકરી આપે છે, પણ મનમાં આવે ત્યારે હાંકી મૂકે છે. આથી અમારા મિત્ર કર્તવ્યભાઈને ત્યાં હવે દાબેલી વેચવાનો વિચાર કર્યો છે તો શીખવા માટે આવું છું. ભાવનગર શહેરમાં સરકારી કે બિન સરકારી એવી ઘણી શાળાઓ છે કે જેને પોતાનું મેદાન નથી. શાળાઓમાં હાલમાં વર્ગખંડોમાં ચિત્ર શિક્ષક જોવા મળતા નથી. તો ક્યાંક ચિત્રનો અભ્યાસક્રમ પણ નથી.