ભાવનગરઃ ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની (Bhavnagar Nagar Prathmik Shikshan Samiti) બે એવી શાળા છે,જેમાં એક શિક્ષક પર ભાર છે. સમયદાન એટલું છે કે સમય ખૂટી રહ્યો છે છતાં શિક્ષણ કાર્ય પૂર્ણ સમયે થઈ શકે (Bhavnagar Schools in Pathetic Condition) તેમ નથી. ભાવનગરમાં 1 થી 8 ધોરણ વચ્ચે બે શિક્ષક તો 1 થી 5 ધોરણ વચ્ચે એક શિક્ષકની સ્થિતિ અને તેવી કેટલી શાળાઓ જ્યાં શિક્ષકોની ઘટ (Recruitment of teachers in bhavnagar) છે.
50 ટકા શાળાઓમાં શિક્ષકની ઘટ
ભાવનગર શહેરમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની (Bhavnagar Nagar Prathmik Shikshan Samiti)શાળાઓમાં પચાસ ટકા શાળાઓમાં શિક્ષકોની ઘટ (Recruitment of teachers in bhavnagar) છે. આ ઘટને અન્ય શિક્ષકો પોતાનો સમય આપીને અન્ય ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ આપી (Bhavnagar Schools in Pathetic Condition) રહ્યા છે. શહેરની એક શાળામાં તો ધોરણ 1 થી 8 વચ્ચે માત્ર બે શિક્ષકો છે અને વિદ્યાર્થીની સંખ્યા 100 છે હવે વિચારો સમયનું દાન કેટલું હશે?
આ પણ વાંચોઃ હાઇકોર્ટે સરકારને પૂછ્યુ કે, બાળકોને કેમ બગાડી રહ્યા છો?
બે શિક્ષક પર શાળા નિર્ભર તો એક શિક્ષક પર 1 થી 5 ધોરણ કેમ?
ભાવનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની (Bhavnagar Nagar Prathmik Shikshan Samiti) 55 શાળામાં 708 શિક્ષકો છે. ત્યારે ભાવનગરની બે શાળામાં એવી પરિસ્થિતિ છે કે સમયદાન કરવું ન હોય તો પણ શિક્ષકોને ફરજીયાત કરવું પડી રહ્યું છે. ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી શાળા નમ્બર 80માં છેલ્લા બે મહિનાથી માત્ર બે શિક્ષકો ધોરણ 1 થી 8 નો અભ્યાસ કરવો રહ્યા છે. ઓનલાઇન બાદ હવે ઓફલાઇન વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે. શાળાના આચાર્ય વ્યાસએ જણાવ્યું હતું કે અન્ય શિક્ષકો રિટાયર્ડ થઈ ગયા હોવાથી છેલ્લા બે મહિનાથી 1 થી 5 ધોરણ એક કલાસમાં તો 6 થી 8 ના વિદ્યાર્થી એક ક્લાસમાં બેસાડીને બે શિક્ષકો હાલ અભ્યાસ કરાવી રહ્યા છે. સવારે 11 થી સાંજના 5 સુધી અભ્યાસ દરેક વિષયનો બે શિક્ષકો (Bhavnagar Schools in Pathetic Condition) કરાવે છે. શિક્ષક સંઘ પ્રમુખ શૈલેષ ધાંધલાએ જણાવ્યું હતું કે 23 જેટલી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. સમયદાન જેવું સારું કાર્ય થઈ રહ્યું છે, ત્યારે દરેક શાળામાં તાત્કાલિક ભરતી થાય અને પ્રવાસી શિક્ષકોને પણ લઈને ઘટ પૂરવામાં આવે તેવી (Recruitment of teachers in bhavnagar) માગ છે.
શિક્ષણ સમિતિનો શું જવાબ અને કેટલા શિક્ષકની ઘટ
સમયદાન માટે સરકારનું શિક્ષણ વિભાગ હાકલ કરી રહ્યું છે. પરંતુ જે શાળાઓમાં 104 શિક્ષકની ઘટ હોઈ અને ત્યાં બગડતા શિક્ષણ માટે સરકાર હવે જાગી છે. સમયદાન બાદ શહેરની શિક્ષણ સમિતિમાં નવા શિક્ષકો માટે ભરતી (Recruitment of teachers in bhavnagar) કરવા આદેશ કર્યા છે. શિક્ષણ સમિતિમાં 22 શિક્ષકો ભરવા (Bhavnagar Schools in Pathetic Condition) સરકારે જણાવ્યું છે. શાસનાધિકારી યોગેશ ભટ્ટે જણાવ્યું હતું કે શિક્ષણ સમિતિની શાળાઓમાં કુલ 104 શિક્ષકોની ઘટ છે. બે શિક્ષકો એક શાળામાં હોઈ તેવી એક જ શાળા 80 નમ્બરની છે. જ્યારે શિક્ષણ સમિતિની સામેની શાળામાં 7માંથી ચાર શિક્ષકો છે. એટલે કે ઘટવાળી કુલ 23 શાળાઓ છે. સરકારે હાલ 22 જગ્યાની ભરતીની પ્રક્રિયા હાથ ધરી છે. બાકી પ્રવાસી શિક્ષકો અને જિલ્લા ફેર શિક્ષકોથી અન્ય બાકી જગ્યા માટે સરકારે પ્રયત્ન હાથ ધર્યા છે.
આ પણ વાંચોઃ Education: ભાવનગરમાં પ્રવૃત્તિ શિક્ષણ આપતાં શિક્ષકોની ક્ષમતા અને ભાવ થકી સરકારી શાળામાં બાળકોમાં ઉત્સાહ
આચાર્યએ વ્યક્ત કરી શિક્ષકના ઘટની વ્યથા અને અન્ય શિક્ષકનું વગર માગેલું સમયદાન
શિક્ષક એક ગુરુ છે અને ગુરુ ક્યારેય જ્ઞાન આપવા મનાઈ કરતો નથી. શાળા નમ્બર 80માં તો બે શિક્ષક શાળા ચલાવી રહ્યાં છે. પણ આચાર્ય વ્યાસ કશું કહેવા તૈયાર નથી. જ્યારે શાળા નમ્બર 30ના આચાર્ય યોગેશ ચૌહાણે જણાવ્યું હતું કે તેમની શાળામાં હાલ ચાર શિક્ષકો છે. જેમાં 1 થી 5 ના ધોરણમાં પાંચના બદલે 1 શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. જ્યારે ધોરણ 6 થી 8 ના શિક્ષકો એકથી ચારના ધોરણમાં પણ સમય આપી શાળા કાર્ય કરે છે. 1 થી 5 ની વચ્ચે એક શિક્ષક છે જેમને પણ સ્વૈચ્છીક નિવૃત્તિ લીધી છે. એટલે આવતા વર્ષમાં ત્રણ શિક્ષકોએ 1 થી 5 અને 6 થી 8 ધોરણ (Bhavnagar Schools in Pathetic Condition) ચલાવવું પડશે. જ્યારે સરકાર ભરતી (Recruitment of teachers in bhavnagar) શિક્ષકોની નથી કરતી એટલે શિક્ષકો વગર કહ્યે પોતાના સમયદાન આપી દરેક ધોરણમાં અભ્યાસ કરાવીને શાળાને ચાલુ રાખી રહ્યાં છે.