- પ્રોપર્ટી ટેક્સમાં ઓનલાઈનથી થશે 2 ટકાનો ફાયદો
- રિબેટનો લાભ લેવા માંગતા હોય તો મનપાની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે
- એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ પ્રોપર્ટી ટેક્સની ઓનલાઇન ચૂકવણી કરવી પડશે
ભાવનગરઃ જિલ્લાની ભાવનગર મહાનગરપાલિકાની નવી બોડીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. સ્ટેન્ડિંગમાં 33 મુદ્દા સાથેના ઠરાવમાં 6 અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ હતા. લોકડાઉન જેવા માહોલમાં પ્રોપર્ટી ટેક્સની રિબેટ યોજના લંબાવી દેવાઈ છે અને સાથે PHC સેન્ટરોને પૈસા સહિતના ઠરાવ મંજૂર કરાયા છે.
આ પણ વાંચોઃ ભુજ નગરપાલિકાએ અત્યાર સુધી 13.56 કરોડ રૂપિયાનો વેરો વસુલ કર્યો
સ્ટેન્ડિંગ કમિટીની મળી બેઠક
ભાવનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સ્ટેન્ડિંગ ચેરમેનની ઉપસ્થિતિમાં મળી હતી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 33 મુદ્દાઓ સાથેના ઠરાવો હતા જેમાં 6 અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યા હતા. અધ્યક્ષ સ્થાનેથી રિબેટ યોજના એપ્રિલમાં પૂર્ણ થનારી 12 ટકા રિબેટ વળી લંબાવીને 31 મેં સુધી કરવામાં આવી છે. જ્યારે મેં મહિનાની લંબાવીને જૂન અંત સુધી લંબાવાઈ છે તેમજ આરોગ્ય કેન્દ્રને બે બે લાખની કિંમત અપાઈ અને સંજીવની રથ અને સહાય જેવા ઠરાવો મંજૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ જૂનાગઢ મનપાને પ્રોપર્ટી ટેક્સમાં અપાઈ રૂપિયા 2 કરોડની રાહત
સ્ટેન્ડિંગમાં અન્ય ઠરાવો તો રિબેટ યોજનાનો લાભ કેવી રીતે
ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રિબેટ યોજનાને લંબાવામાં આવી છે. 10 ટકા રિબેટ અને ઓનલાઇન ચૂકવણું કરો તો 12 ટકા એટલે બે ટકા વધુ મળે છે. જૂની કર યોજનાનો લાભ પણ આવતા માસ સુધી વધારવામાં આવ્યો છે ત્યારે હાલમાં મહાનગરપાલિકામાં બહારના કોઈ પણ મુલાકાતીઓને રૂબરૂ આવવા પર પ્રતિબંધ છે. દરેક પ્રોપર્ટી ટેક્સ ભરનારને ઓનલાઇન ચૂકવણી કરવા સિવાય કોઈ માર્ગ રહ્યો નથી. જો રિબેટનો લાભ લેવા માંગતા હોય તો તેઓ મહાનગરપાલિકાની એપ્લિકેશન ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સની ચૂકવી શકે છે. આ સિવાય સ્ટેન્ડિંગ કમિટીમાં રોડ, લિઝ પટ્ટા અને સહાય જેવા કુલ 33 ઠરાવોને મંજૂરી આપવામાં આવી હતી.