ETV Bharat / city

મનપામાં પગાર ધોરણ મામલે કર્મચારીઓ એકાબીજા સામે ટલ્લે - Higher Salary Standard

ભાવનગર મહાનગરપાલિકામાં કર્મચારીઓનો ઉચ્ચતર પગાર ધોરણ (Higher Salary Standard) આપવામાં મનપાના વિભાગો જ એકબીજાને પોતાના પ્રશ્ન પગલે ખો આપી રહ્યા છે. કર્મચારીઓ કર્મચારીના હિતમાં ના હોય તેવો કિસ્સો બની રહ્યો છે. ઉચ્ચતર પગાર ધોરણ મંજુર થઈ ગયું હોવા છતાં અમલવારીમાં (BMC Salary Standard Controversy) ચાલતા રાજકારણથી યુનિયન લાલઘૂમ થયું છે. જાણો આંતરિક દાવપેચ મહાનગરપાલિકાના શુ ?

ઘરના રમણભમણ કરે ત્યાં કઈનો વઘે : મનપામાં પગાર ધોરણ મામલે કર્મચારીઓ એકાબીજા સામે ટલ્લે

author img

By

Published : Jun 6, 2022, 11:40 AM IST

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાના 2200 કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ પર ઉચ્ચ કક્ષાએથી મંજુર કર્યા બાદ હવે વિભાગોમાં કર્મચારીઓ એકબીજાના દાવપેચમાં ટલ્લે ચડાવ્યો છે. યુનિયન રોષે ભરાયું છે અને હવે પદાધિકારી અને કમિશનરને (BMC Salary Standard Controversy) હસ્તક્ષેપ કરવા માંગ કરી છે. આમ, તો માંગ હમેશા પદાધિકારીઓ પાસે રહેતી હોય છે, પણ અહીંયા માંગ સ્વીકારી મંજૂરી મળી ગયા બાદ કર્મચારીઓનો આર્થિક લાભ કર્મચારીના વાંકે ટલ્લે ચડ્યો છે. જાણો કર્મચારીઓનું રાજકારણ શુ ?

મહાનગરપાલિકાના કર્મચારીઓનો લાભ કર્મચારીઓના વાંકે ટલ્લે ચડ્યો

ઉચ્ચતર પગાર ધોરણ શુ છે અને ક્યારે મળે - ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓનો 5 વર્ષ પહેલાં ઉચ્ચતર પગાર ધોરણ મળવું જોઈતું હતું પણ મળ્યું નહીં એટલે કર્મચારી યુનિયાને માંગ કરી અને તેને મંજૂરી આપવામાં આવી છે. પહેલા એ જાણી લઈએ કે ઉચ્ચતર પગાર ધોરણ (Higher Salary Standard) એટલે શું ? મહાનગરપાલિકાના કર્મચારીઓને 12 વર્ષ અને 24 વર્ષ નોકરીના પૂર્ણ થાય એટલે પગાર ધોરણ નક્કી કરેલા ધારા ધોરણ મુજબ વધારવાના હોય છે. આ ઉચ્ચતર પગાર ધોરણ કહેવામાં આવે છે.

ભાવનગર મહાનગર પાલિકા
ભાવનગર મહાનગર પાલિકા

ઉચ્ચતર પગાર ધોરણ મંજુર બાદ ક્યાં અટવાયું - ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર કક્ષાએથી મંજુર થયા બાદ સામાન્ય સભામાં ઠરાવ કરીને મંજૂર કરી દેવામાં આવ્યું છે. મ્યુનિસિપલ નોકરિયાત સભાના પ્રમુખ પથુભા રાણાએ જણાવ્યું કે, મંજૂર કર્યા બાદ હવે અમલવારી માટે મહેકમ વિભાગને અપાયું છે અને મહેકમ વિભાગે કોમ્પ્યુટર વિભાગને (BMC Computer Department) સોફ્ટવેર બનાવવા આપ્યું છે. છેલ્લા પાંચ મહિનાથી મંજુર ઉચ્ચતર પગાર ધોરણ એક સોફ્ટવેરના વાંકે કર્મચારીને મળી રહ્યું નથી. એક તો મહાનગરપાલિકાએ પાંચ વર્ષ મોડું કર્યું અને હવે અમલવારી કરવાના પગલે આમનામ ઠેરનું ઠેર થઈ પડ્યું છે.

આ પણ વાંચો : સ્વચ્છ ભારત અભિયાન માત્ર નારો ? શિક્ષણપ્રધાનના શહેરની શિક્ષણ સમિતિના દરવાજે અખંડ કચરાના ઢગલા

"એક વિભાગની બીજા વિભાગને ખો" - મહાનગરપાલિકાના મહેકમ (Bhavnagar Establishment Department) વિભાગના અધિકારી દેવાંગીબેન જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના 2200 જેટલા કર્મચારીઓ છે અને આશરે ઉચ્ચતર પગાર ધોરણ 300 કર્મચારીને મળવા પાત્ર છે. કોમ્પ્યુટર વિભાગ સોફ્ટવેર બનાવી આપે એટલે અમે કામગીરી કરવા તૈયાર જ છીએ. આ અંગે કોમ્પ્યુટર વિભાગના અધિકારી વનરાજ પરમારે જણાવ્યું હતું કે ઉચ્ચતર પગાર ધોરણ મંજુર જાન્યુઆરીમાં થયું અને મારી પાસે ફેબ્રુઆરીમાં આવ્યું અને તેમાં જોઈતી માહિતી માર્ચમાં આપી. મારી પાસે એક હાર્ડવેર સોફ્ટએવર કર્મચારી છે. માર્ચમાં ઘરવેરાનું કામ સિવાય બીજુ કામ નહીં કરવા જણાવ્યું હતું. બીની એજન્સીને કામ ભલે આપીએ પણ અમારે પણ રિચેક કરવું પડેને. અમે મહેકમ વિભાગને કહ્યું હતું, અમારા વાંકે રાહ ના જુઓ તમે મેન્યુઅલ ઉચ્ચતર પગાર ધોરણ ચૂકવી દયો. તે અમે પહેલા પણ કહ્યું હતું.

આ પણ વાંચો : આ વર્ષે ભગવદ્ ગીતાનું અલગ પુસ્તક હશે કે પછી... વિદ્યાર્થીઓમાં મૂંઝવણ

કર્મચારી યુનિયન કોમ્પ્યુટર વિભાગને ઘેરતા - ભાવનગર મહાનગરપાલિકા કર્મચારી યુનિયનના (BMC Employees Union) પ્રમુખ પથુભાએ જણાવ્યું હતું કે, પદાધિકારીઓ અને કમિશનર કક્ષાએથી મંજુર બાદ કોમ્પ્યુટર વિભાગ પાસે સોફ્ટવેર (BMC Computer Department Software) બનાવવા માટે ઉચ્ચતર પગાર ધોરણ ગયું છે. કોમ્પ્યુટર વિભાગના અધિકારીએ કામ બહારની એજન્સી પાસે કરાવવાનું છે. તો સમય લાગે ક્યાંથી ત્યારે કોમ્પ્યુટર વિભાગના અધિકારી અને અન્ય કોઈને તકલીફ છે તેઓ કર્મચારીના હક્કો સાથે ખીલવાડ કરી રહ્યા છે. કમિશનર કે પદાધિકારી કક્ષાએથી નિર્ણય કરીને ઉચ્ચતર પગાર ધોરણ ઝડપથી આપવામાં આવે એટલી અમારી માંગ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.