- દિલ્હીના ખેડૂતોના સમર્થનમાં આવતીકાલે ભાવનગરમાં ખેડૂતોની રેલી
- ભાવનગરના 75 ખેડૂતો ટ્રેક્ટર રેલી સાથે ખેડૂતોને સમર્થન આપશે
- ભાવનગરમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી સીદસર ગામથી શરૂ થશે
- કાળિયાબીડ, વાઘાવાડી, હલુરિયા સહિતના વિસ્તારોમાં ફરશે રેલી
ભાવનગરઃ ભાવનગરમાં 26મી જાન્યુઆરીએ કૃષી બિલ સંદર્ભે ટ્રેકટર રેલી યોજાશે. આ રેલીમાં 75 ટ્રેક્ટર 70 અન્ય વાહનો સાથે ખેડૂતો અને ખેડૂત આગેવાનો પણ જોડાશે. દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે ભાવનગર જિલ્લાના જગતના તાત તથા ખેડૂત આગેવાનો મક્કમ છે.
દિલ્હી ખેડૂતોના સમર્થનમાં આવતીકાલ ભાવનગરમાં પણ ટ્રેકટર રેલી
શહેરની આસપાસના તમામ ખેડૂત આ રેલીમાં જોડાશે અને દરેક ગામમાં તાલુકા જિલ્લામાં આ રેલીની આયોજન કર્યું છે. દિલ્હીના ખેડૂતોના સમર્થનમાં જ ભાવનગરના ખેડૂતો આ રેલી યોજશે. રેલીમાં આશરે 75 ટ્રેક્ટર ટ્રોલી તથા બીજા 70 વાહનો સ્વૈરિછક ખેડૂતો જોડાવવાના છે. આ રેલી બિનરાજકીય ખેડૂત આગેવાનો કરશે. આ રેલીનું આયોજન ભાવનગર જિલ્લાના ખેડુતો તથા ખેડૂતના આગેવાન દશરથસિંહ ગોહિલ તણસા તેમ જ ભરતસિંહ વાળા તરેડી અને અશોકસિંહ સરવૈયા, કામરોલ તથા વિરજી જસાણી, લલ્લુ બેલડીયા, પ્રતાપ પટેલ તથા રમેશભાઈ અને અશ્વિનભાઈ તેમ જ નીતિનભાઈ વગેરે ખેડૂત આગેવાનોની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાશે.
બિનરાજકીય લોકોને રેલીમાં જોડાવા આહ્વાન
સીદસર ગામથી આ ખેડૂતની રેલીની શુભ શરૂઆત થશે. આ રેલી કાળિયાબીડ, વાઘાવાડી, કલેક્ટર કચેરી, ઘોઘા ગેઈટ એમજી રોડ, ખારગેટ, હલુરિયા, દિવાનપરા, નવાપરા, જશોનાથચોક, પાનવાડી, નીલમબાગ સર્કલ, ગઢેચી વડલા સુધી ફરશે. ખેડૂતોનો આક્ષેપ છે કે, સરકાર ખેડૂત વિરોધી છે. સરકાર કૃષિ કાયદા બિલ લાવી ખેડૂતોના પગ તળેથી ધરતી ખેંચી લીધી છે. આ જે ત્રણ બિલ છે એ ખેડૂતો અને ખેતીને ખતમ કરીને થોડાક ઉદ્યોગપતિઓને ખેતીની જમીન ખેડતા ખેડૂતને ઉદ્યોગપતિઓનો ગુલામ બનાવવાનો કારસો છે. આ કાયદાઓ સરકારે ધરતીપુત્રોને મોતના મોમાં ધકેલવા જેવા કાયદાઓ પસાર કરીને ખેતીનો સર્વ નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. આવું ધરતીપુત્રો ક્યારેય સાંખી નહીં લે અને જરૂર પડ્યે ને મોકો મળશે તો દશરથસિંહ ગોહિલ જેવા આગેવાનોને લઈ દિલ્હી પણ પહોંચવાની તૈયારી કરી રહ્યા છીએ તેમ ખેડૂત આગેવાને જણાવ્યું હતું.
રેલીને મંજૂરીને લઇને અવઢવ
ભાવનગરમાં 26મી જાન્યુઆરી નિમિતે તૈયારીઓ તો કરવામાં આવી છે પણ મંજૂરી મેળવી કે નહીં તેને લઈ અવઢવ છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, રેલીની મંજૂરી લેવામાં આવી નથી. ખેડૂતો માને છે કે, 26મી જાન્યુઆરી હોવાથી મંજૂરી લેવાની જરૂર નથી. જોકે, આવતીકાલે રેલી નીકળશે કે પછી પોલીસ તંત્ર રોકશે. આખરે કાલના કાર્યક્રમ પર સૌની નજર મંડાયેલી રહેશે. કારણકે, કલેક્ટર કચેરી સુધી મંજૂરી માટે ગયેલા ખેડૂત આગેવાન કોઈ પૂછપરછ વગર પરત ફર્યા હતા અને તેમના દ્વારા 26મી જાન્યુઆરી હોવાથી કોઈ મંજૂરી લેવાની રહેતી નથી કહીને કાલનો કાર્યક્રમ નિશ્ચિત કર્યો છે.