ETV Bharat / city

Gujarat Gram Panchayat Elections 2021: 244 ગ્રામ પંચાયતોના 632 સરપંચ ઉમેદવારોનું ભાવિ 19મીએ નક્કી થશે

ભાવનગર જિલ્લામાં 244 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી (Bhavnagar District Gram Panchayat Elections 2021) યોજાવા જઇ રહી છે. જિલ્લામાં 239 સરપંચોની બેઠકમાં 632 ઉમેદવારો (632 sarpanch candidates of 244 gram panchayats in Bhavnagar)મેદાનમાં છે. જ્યારે વોર્ડ સભ્યોમાં 1464 બેઠક માટે 3466 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી ઇવીએમથી નહીં પરંતુ મતપેટીઓથી (Ballot voting 2021) યોજાનાર છે.

Bhavnagar District Gram Panchayat Elections 2021 : 244 ગ્રામ પંચાયતોના 632 સરપંચ ઉમેદવારોનું ભાવિ 19મીએ નક્કી થશે

author img

By

Published : Dec 18, 2021, 3:42 PM IST

ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં કુલ ગામડાંઓ આશરે 900 ઉપર છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જાહેર થયેલી ચૂંટણીના ગામો 436 છે. (Bhavnagar District Gram Panchayat Elections 2021) એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે રાજ્ય ચૂંટણી પંચ ઇવીએમ વગર મતપેટીથી મતદાન (Ballot voting 2021) કરવા જઈ રહી છે. ભાવનગર જિલ્લાના કેટલા ગામોમાં બિનહરીફ અને બાકી રહેતા ગામોમાં વ્યવસ્થા શું છે જાણીએ.

Bhavnagar District Gram Panchayat Elections 2021 માટે ચૂંટણી તંત્ર સજ્જ છે

જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યાં અને શું વ્યવસ્થા

ભાવનગર જિલ્લામાં 244 ગામોમાં 239 સરપંચ માટેની ચૂંટણીનો તખ્તો (Bhavnagar District Gram Panchayat Elections 2021) ઘડાઈ ચુક્યો છે. 239 બેઠકો ઉપર 632 ઉમેદવારો (632 sarpanch candidates of 244 gram panchayats in Bhavnagar) સરપંચ પદ માટે મેદાનમાં છે. જ્યારે વોર્ડ સભ્યની કુલ 1464 બેઠક માટે 3466 ઉમેદવારો મેદાનમાં છે. 244 ગામોમાં મતદાન મથક 734 છે જેમાં 293 મતદાન મથકો (Sensitive polling stations in Bhavnagar 2021) સંવેદનશીલ છે તો અતિસંવેદનશીલ 21 મથકો છે. પોલીસ તંત્ર દ્વારા આ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મથકો પર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે તેમ ઉપરોક્ત માહિતી અધિક કલેકટર બી. જે. પટેલ દ્વારા પુરી પાડવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021: આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગ સાથે ચૂંટણી પંચની સમીક્ષા બેઠક યોજાઇ હતી

મતદારો, મતપેટીઓ અને કર્મચારીઓ કેટલા ? તો બિનહરીફ ગામો કયા

ભાવનગર જિલ્લામાં કુલ મતદારો જોવામાં આવે તો મતદાન કરનાર 244 ગામોના કુલ 5,10,393 છે. જેમાં પુરુષ 2,65,247 અને સ્ત્રી 2,45,150 મતાધિકારનો (Total voters in Bhavnagar 2021) ઉપયોગ કરશે. હવે મતદાન કરવા માટેની મતપેટીઓ 1450 રાખવામાં આવી છે. ચૂંટણી અધિકારી 85 પોલિંગ સ્ટાફ 4532 ફરજ બજાવશે. જ્યારે પોલીસ સ્ટાફ 1631 અને ઝોનલ ઓફિસર 76 ફરજ બજાવશે. 19 તારીખના રોજ થનારી ગ્રામ પંચાયત ચૂંટણીમાં તંત્રએ પુરી તૈયારીઓ કરી લીધી છે જ્યારે બિનહરીફ ગામ જોઈએ તો નીચે પ્રમાણે છે.

આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021: રાજ્યમાં 1258 ગ્રામ પંચાયત સમરસ બની, 19 તારીખે યોજાશે ચૂંટણી

જિલ્લામાં તાલુકા -ગ્રામસ્તરે ચૂંટણી ક્યાં

1. ભાવનગર ગ્રામ્ય - મીઠાપુર, સુરકા - કુલ 2

2. ઘોઘા - અવાણીયા,નેસવડ - કુલ 2

3. સિહોર - કૃષ્ણપરા,પાંચવડા,તરસાલડી, સર- કુલ 3

4. વલભીપુર - મેઘવદર,નવાણીયા,ભોજપરા, ભોરણીયા કુલ-4

5. ઉમરાળા - રંઘોળા,બજૂડ,રતનપર, ભોજાવદર ડમતાળા, ઝાંઝમેર ુકુલ - 6

6. પાલીતાણા - ભૂતિયા,લાખાવાડ,રાજપરા (ઠા) મેઢા,ભંડારીયા કુલ - 5

7. ગારીયાધાર -ડમરાળા, શક્તિનગર, સીતાપૂર, પાનસડા, સુખપર,સુરનગર,ગુજરડા,ભંડારીયા,ફાચરિયા કુલ - 9

8. તળાજા - ઝાંઝમેર,કુંડવી,કુંઢેલી,ગાધેસર,ઝાલવદર, જૂની કામરોળ, નાના ઘાણા,પસવી,પાદરગઢ,બોડકી, બોરડી, ભૂંગર, મધુવન, નેસવડ, મોટા ઘાણા,મોટી બાબરીયાત, નવા સાંગણા કુલ - 17
9. મહુવા - સાંગણીયા,આંગણકા,નિકોલ,વિસાવદર,ગોરસ, થોરાળા,બેલમપર,લખુપરા,ભાણવડ,લોયંગા, મોટી વડાળ/ મોદાળીયા,લીલવણ, મોટા માલપરા, નાના માલપરા,નાનીમોટી સોડવદરી, કુલ- 15

10. જેસર - નવી કાત્રોડી,રબારીકા,પા, તાતણીયા, મોરચુપણા, દેપલા, કુલ - 6.

આમ જિલ્લામાં 436માંથી બિનહરીફ 70 જેટલી ઉપરોક્ત ગ્રામ પંચાયત (Samras Gram Panchatat in Bhavagar 2021) જાહેર થઈ છે. જિલ્લામાં હવે 244 ગ્રામ પંચાયતમાં સીધી નજર ઉમેદવારો વચ્ચે રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.