- કોંગ્રેસ સમિતિએ વિરોધપક્ષના નેતા તરીકે ભરત બુધેલીયાની નિમણૂક કરી
- ઉપનેતા તરીકે કાંતિ ગોહિલ તથા દંડક તરીકે જીતેન્દ્ર સોલંકીની નિમણુક
- ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 8 સીટમાં જીત મેળવી હતી
ભાવનગરઃ શહેર કોંગ્રેસ સમિતિએ વિરોધપક્ષના નેતા તરીકે ભરત બુધેલીયાની અંતે નિમણૂક કરી દીધી છે. જ્યારે ઉપનેતા તરીકે કાંતિ ગોહિલ તથા દંડક તરીકે જીતેન્દ્ર સોલંકીની નિમણુક કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 8 સીટમાં જીત મેળવી હતી.
આ પણ વાંચોઃ ભાવનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
કોંગ્રેસે વિરોધપક્ષના નેતાની કરી નિમણૂંક
ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા ઘણાં સમયથી વિરોધ પક્ષના નેતાની ખોટ વર્તાઇ રહી હતી. ત્યારે આજે શુક્રવારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિપક્ષનેતા, ઉપનેતા અને દંડકની નિમણૂક કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના 8 ઉમદેવારોએ ચૂંટણીમાં જીત મેળવી હતી અને છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસ પક્ષની આ બેઠક ખાલી હતી. આજે શુક્રવારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિપક્ષના નેતા તરીકે ભરત બુધેલીયા, ઉપનેતા તરીકે કાંતિ ગોહિલ અને દંડક તરીકે જીતેન્દ્ર સોલંકી નિમણૂક કરવામાં આવી છે.