ભાવનગર આગામી વિધાનસભાને લઈને રાજકીય પક્ષો વાતાવરણ બનાવવામાં લાગી ગયા છે. ભાજપ પોતાના કામો ગણાવે છે તો કોંગ્રેસ પ્રજાને પડતી હાલાકી રજૂ કરી રહી છે. ગુજરાતમાં હવે ત્રીજા પક્ષની એન્ટ્રી થતા રાજકીય ગોઠવણમાં પક્ષો લાગી ગયા છે. આમ આદમીની એન્ટ્રી અને ભાવનગરમાં કેજરીવાલના આગમન સાથે ભાજપ કોંગ્રેસ રાજકીય પક્ષો પોતાનું બળ અને રહેલી કમીઓને શોધવામાં લાગી ગઈ છે. ત્યારે ભાવનગરના રાજકીય પંડિતોના મત શું છે આવો જાણીએ.
વિધાનસભાની ચૂંટણીને લઈ કેવી રીતે સક્રિય બન્યા પક્ષો ભાવનગર શહેર અને જિલ્લામાં મળીને 7 વિધાનસભા બેઠક છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોના મોટા નેતાઓના આંટાફેરા વધી ગયા છે. લઠ્ઠાકાંડના પગલે દિલ્હીના કેજરીવાલે ભાવનગરમાં પ્લેટફોર્મ ઉભું કર્યું અને મનીષ સિસોદીયાની શાળાની મુલાકાત બાદ આપ લોકોના નજરમાં આવી ગઈ છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ આવી ચુક્યા છે અને કોંગ્રેસે વિરોધ બળવત્તર કર્યા છે. જ્યારે ભાજપના મુખ્યપ્રધાન, શિક્ષણપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ પાટીલ કોઈને કોઈ કાર્ય હેતુ ભાવનગર આવી ચુક્યા છે અને હવે વડાપ્રધાનની આવવાની શક્યતાઓ પ્રબળ બની છે.
જ્ઞાતિ પ્રમાણે સમીકરણ પક્ષોની સ્થિતિ ભાવનગર જિલ્લામાં ત્રણ મુખ્ય જ્ઞાતિઓ હંમેશા પરિણામમાં કારણભૂત હોય છે. કોળી,પટેલ અને ક્ષત્રિય સમાજનું વલણ રાજકીય પક્ષો માટે હાર જીત નક્કી કરતું હોય છે. ભાવનગરના રાજકીય નેતાઓના ચહેરાની વાત કરીએ તો ભાવનગરમાં કોળી સમાજમાં એક ચહેરો કોંગ્રેસે કરશનભાઇ વેગડ જેવા ચહેરાને હાલમાં પ્રદેશમાં સ્થાન આપ્યું છે. ભાજપ પાસે પરસોતમ સોલંકી જેવા કોળી સમાજના નેતા છે જ્યારે આમ આદમી પાર્ટી બદલાવની નીતિ અને સરકારની ઉણપ મૂકી રહી છે પણ કોઈ ચહેરો નક્કી કર્યો નથી. પરંતુ ભાવનગરમાં મોટા ભાગે બેઠકો પર ત્રણ સમાજ પૈકી એક સમાજના કોઈ નેતાને ટિકીટ આપતી આવી છે. આ વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ભાજપ કોંગ્રેસની ટિકીટ કોને આપવામાં આવે તેની કોઈ નિશ્ચિતતા નથી. ભાજપ કોંગ્રેસ ક્યાંક નારાજ સમાજના લોકોને મનાવવામાં લાગી ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ચૂંટણી પહેલાં રાજકીય પક્ષોના મુદ્દા અને સક્રિયતા ભાવનગર શહેરમાં ત્રણેય રાજકીય પક્ષોની આજદિન સુધી મુકવામાં આવેલા મુદ્દાઓની વાત કરીશું. ત્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ મોંઘવારી,પેટ્રોલ ડીઝલના ભાવ,ગેસ સિલિન્ડરના ભાવ,ઢોર સમસ્યા,રસ્તાઓના મુદ્દાને લઈ આક્રમણ કરી રહી છે. ભાજપ પોતાના વિકાસના કરેલા કામો, કોરોના વેકસીન જેવા મુદ્દાઓને લઈ વિપક્ષ પર પ્રહાર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ પગ મૂક્યો છે ત્યારે મોંઘવારી, મફત વીજળી,રોજગારી આપવાના વાયદાઓના મુદ્દાઓ પ્રજા સામે મૂકી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં ત્રિપાંખિયા જંગ જેવા માહોલમાં લોકોના વિચારોનું વિભાજન થઈ રહ્યું છે. Activism of political parties in Bhavnagar , Gujarat assembly elections , Opinion on Bhavnagar Political Equations