ભાવનગર ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત થયો હતો. તળાજા નજીક નવા બનેલા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર શેત્રુંજી નદીના પુલથી મહુવા જતા રસ્તા પર બપોરે ભયંકર અકસ્માત ( Accident on Bhavnagar Somnath National Highway )થયો હતો. બે વાગ્યાના સુમારે કવીડ કાર અને ટાટાના લોડીંગ વાહન ટકરાયાં હતાં. કારમાં બે મહિલા અને બે પુરુષ મળી ચાર વ્યકિત સવાર હતાં જેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં ત્રણ વ્યકિતના મોત ( Accidental Death in Bhavnagar )નીપજ્યા હતાં. એક યુવકને ગંભીર હાલતે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો.
જોળીયા પરિવારમાં બની ઘટના અરેરાટી ઉપજાવતી ઘટનાની મળતી વિગતો મુજબ મૂળ મહુવા તાલુકાના નિપસથરા ગામના રહેવાસી અને હાલ પીપાવાવ પોર્ટ પર ઇલેક્ટ્રિક ઇજનેર તરીકે ફરજ બજાવતા વિજયભાઈ ઉગાભાઈ જોળીયા તેમના પત્ની કૈલાસબેન તથા પરિવારના પૂરીબેન શિવાભાઈ જોળીયા તથા કમલેશ અજયભાઈ જોળિયા ચારેય પોતાની કારમાં ભાવનગરથી પોતાના ગામ નિપસથરા જવા બપોરના સુમારે નીકળ્યા હતાં.
ઘટનાસ્થળે જ બે મોત તેઓ ગાડીમાં તળાજા નજીક શેત્રુંજી નદી પુલથી આગળ નેશનલ હાઇવે ( Accident on Bhavnagar Somnath National Highway )પરથી આગળ વધી રહ્યા હતાં. ત્યારે સામેંથી આવતા ટાટાના લોડીંગ વાહન સાથે ટકરાયા હતાં. જેમાં કારના આગળના ભાગનો કૂચો વળી ગયો હતો. ચારેયને ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં સ્થળ પર જ બંને મહિલાઓએ છેલ્લા શ્વાસ ( Accidental Death in Bhavnagar )ગણી લીધા હતાં. હોસ્પિટલ ખાતે વિજયભાઈ જોળીયાએ દમ ( Three Died in Road Accident near Talaja ) તોડી દીધો હતો. કમલેશ જોળિયાને ગંભીર ઇજાઓ સાથે આઇ.સી.યુ સાથે એમ્બ્યુલન્સમાં ભાવનગર રીફર કરવામાં આવ્યાં હતાં.
રાહદારીઓએ મૃતકોને હોસ્પિટલ ખસેડ્યાં કાળનો કોળિયો બનેલ દંપતિ વિજયભાઈ તેમના પત્ની કૈલાસબેનની ભાવનગરમાં સારવાર ચાલુ હોવાથી ડોકટરી તપાસ કરાવી પરત ફરતા હતાં તેમ હોસ્પિટલ ખાતે તેમના પરિવાર દ્વારા જણાવાયું હતું. તળાજા 108 અને પોલીસની કામગીરી અને બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા વળ્યાં હતાં. અજાણ્યા રાહદારીઓએ મૃતકો ( Accidental Death in Bhavnagar ) ને હોસ્પિટલ ખસેડ્યાં હતાં