- ભાવનગરમાં વરસાદનું આગમન
- લોકોને બફારમાંથી મળી રાહત
- તંત્રની પણ પોલ સામે આવી
ભાવનગર: શહેરમાં મેઘરાજાની વિધિવર રીતે ચોમાસાની પધરામણી થઈ છે. ભાવનગર તાલુકા સહિત ઘોઘા,ઉમરાળા,સિહોર જેવા તાલુકામાં નોંધાયો છે આશરે બે કલાક ચાલેલા વરસાદથી લોકોને બફારામા રાહત મળી હતી. ખેડૂતોમાં આનંદ છવાયો હતો. જિલ્લામાં તીખારા અને ભડાકા તો પાણી ભરાવાના બનાવ બન્યા હતા.
ભાવનગરમાં ચોમાસાનો પ્રથમ વરસાદ
ભાવનગરમાં ચોમાસાનો પ્રથમ વરસાદ બપોર બાદ શરૂ થયો હતો. વરસાદ ગાજવીજ સાથે ધીમીધારે શરૂ થયો હતો. વરસાદ બે કલાક સુધી સતત વરસ્યો હતો. વરસાદથી લોકોને બફારામાંથી રાહત મળી હતી. આમ તો છેલ્લા એક અઠવાડિયાથી ચાલતા બફારાનો અંત આવ્યો હતો. વરસાદ બે કલાકમાં ભાવનગરમાં 50 થી 60 mm તો ઉમરાળા પંથકમાં પણ 50 mm આસપાસ જ્યારે અન્ય તાલુકામાં 27 mm અને તેનાથી નીચે વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો : મધ્ય નેપાળમાં પૂરના કચરાના કારણે ડઝનેક લોકો ગુમ
તંત્રની બેદરકારીઓ આવી સામે
દરેક જરૂરિયાત વાળા PGVAL કે મહાનગરપાલિકા પ્રિ મોન્સૂન કામગીરી કરતું હોય છે. પ્રથમ વરસાદમાં PGVALની પોલ પણ ખુલ્લી થઈ છે. આતભાઈ રોડ પર ટીસીમાં વરસાદથી તીખારા અને ભડાકા થયા હતા. ટીસીની આસપાસના લોકો અને પાસેથી પસાર થતા લોકોમાં ભય ફેલાયો હતો. કુંભારવાડા પછાત નીચાણવાળા વિસ્તારમાં પાણી કમર સુધી ભરી ગયા હતા. લોકોના ઘરના ફળિયામાં પાણી ઘુસી જવાના કિસ્સા સામે આવ્યા છે.
આ પણ વાંચો : monsoon update : નવસારીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, સર્વત્ર પાણી-પાણી