- લોકડાઉનમાં ત્રણ માસ બંધ રહેતા પ્રદુષણ અને પર્યાવરણમાં સુધારો આવ્યો
- CSMCRI અને ગાઝિયાબાદની સંસ્થાના તારણમાં પ્રદુષણનો ઘટાડો દેખાયો
- ત્રણ માસમાં વર્ષોનું પ્રદુષણ નાબૂદ થયું
ભાવનગર : અલંગમાં લોકડાઉનમાં કામગીરી બંધ રહેવાને કારણે શુદ્ધ થયેલું વાતાવરણના પગલે પર્યાવરણમાં ઘણો ફેરફાર થયો છે. જોકે, સમગ્ર વિશ્વમાં હવા અને પર્યાવરણ શુદ્ધ થવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ભાવનગરના અલંગમાં બંધ રહેલી કામગીરી શું પર્યાવરણમાં ફેરફાર આવ્યો તેનો અભ્યાસ 2020માં મે માસ સુધી કરવામાં આવ્યો હતો. જે અંગેનું તારણ સામે આવ્યું છે.
40 વર્ષનું પ્રદુષણ ત્રણ માસમાં નાબુદ થયું
ભાવનગરની CSMCRI અને ગાઝિયાબાદની એકેડેમી ઓફ સાયન્ટીફિક એન્ડ ઇનોવેટીવ રીસર્ચ સંસ્થા દ્વારા સયુંકત અભ્યાસ લોકડાઉન સમયે કરવામાં આવ્યો હતો. અલંગમાં કામગીરી બંધ રહેવાથી પર્યાવરણ, સમુદ્ર અને તેના જીવો પર કેવા પ્રકારની અસર થઇ છે, તે અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. લોકડાઉનથી મે,2020 સુધીમાં અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેના અનેક તારણો સામે આવ્યા છે. અલંગમાં કામગીરી બંધ હોવાથી 40 વર્ષનું પ્રદુષણ ત્રણ માસમાં નાબુદ થઇ શકે છે તેવું તારણ સામે આવ્યું છે. આ અભ્યાસમાં CSMCRIના વૈજ્ઞાનિકો અને ડૉકટરો અને ગાઝિયાબાદની સંસ્થાના ડૉક્ટર અને વૈજ્ઞાનિક વર્ગ જોડાયો હતો.
આ પણ વાંચો : લોકડાઉનમાં કામદારોને રૂપિયા 3200 કરોડનુ વેતન ચૂકવાયું
2.5 પીએમ અને એસપીએમમાં ઘટાડો નોંધાયો
અલંગમાં કરાયેલા અભ્યાસમાં સ્પષ્ટ સામે આવી ગયું છેકે, 40 વર્ષનું પ્રદુષણ ત્રણ માસમાં દુર થઇ શકે છે. એટલે કે, આ પ્રદુષણ હંગામી ધોરણે હોય શકે છે, જે નાબુદ થઇ શકે છે. હવે પ્રદુષણની ભાષામાં જોઈએ તો GMBના અધિકારીના મતે 2.5 પીએમ અને એસપીએમમાં ઘટાડો નોંધાયો છે. અભ્યાસમાં દરિયાનું પાણી, માછલીઓ, હવા અને દરિયામાં આવતા કાપની માટીના સેમ્પલ તેમજ હેવી મેટલના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જોકે, દરિયાનું વાતાવરણ પર્યાવરણ સ્વરુપે સુધારણા પ્રક્રિયામાં કામ કરતુ હોય છે. જેથી સુધારણા જાતે થઇ જતા હોય છે. કામગીરી બંધ રહેવાથી પર્યાવરણ ક્ષેત્રે ઘણો ફાયદો થયો છે.